જાણીને ચોંકી જશો ફળોના છોતરાના ફાયદા, ભૂલથી પણ ન ફેંકશો તેને કારણ કે છે ખુબ કિંમતી

તમને ખબર છે છોતરાના ફાયદા શું છે?

સામાન્ય રીતે ગૃહિણીઓ શાકભાજી અને ફળો નો ઉપયોગ કરતી વખતે ઘણા છોતરાને નકામાં સમજીને ફેંકી દે છે. આવું લગભગ બધા કરે છે, પણ હકીકતમાં છોતરા નકામાં નહી ઉપયોગી પણ હોય છે. તે છોતરામાં ઘણા ચમત્કારિક ગુણ રહેલા હોય છે, જેનાથી સોંદર્ય જ નથી નિખરતું, પણ ઘણા રોગોને દુર કરી શકાય છે. આજના અમારા આ લેખનો અર્થ તમને છોતરા વિષે લાભદાયક જાણકારી આપવાનું જ છે. વિશ્વાસ રાખો આ પોસ્ટ આખી વાચ્યા પછી કદાચ તમને લાગશે કે આપણે છોતરા ફેંકીને ખુબ મોટી ભૂલ કરી રહ્યા હતા. તો આવો જાણીએ છોતરાથી આપણે ક્યા ક્યા રોગ ને ઠીક કરી શકીએ છીએ.

તરબૂચને છોતરા સહિત ખાવાથી કબજિયાત દુર થાય છે.

કાકડીના છોતરાથી જીવાણું ભાગે છે.

પપૈયાના છોતરા સોંદર્યવર્ધક માનવામાં આવે છે. ત્વચા ઉપર લગાવવાથી સુકાપણું દુર થાય છે. એડી ઉપર ઘસવાથી સુંવાળી થાય છે.

ઈજાના ઘાવ ઉપર કેળાની છાલ ઘસવાથી લોહી નીકળતું બંધ થઇ જાય છે. કાચા કેળાની છાલથી ચટપટુ શાક બને છે.

વટાણાના સુવાળા ફોતરાનું પણ સ્વાદિષ્ઠ શાક બને છે.

ટમેટા અને બીટના છોતરા ને ચહેરા ઉપર લગાવવાથી ચહેરાની ચમક વધે છે અને હોઠ ની લાલીમાં વધે છે.

કારેલા જેટલા ગુણકારી હોય છે તેની છાલ એટલી જ ફાયદાકારક હોય છે. કબાટમાં રાખવાથી જીવાણું ભાગે છે.

તુરિયા અને ધીયાની છાલ નું શાક પણ પેટના રોગોમાં ફાયદો કરે છે.

દાડમ ના છોતરા : જે મહિલાઓને વધુ માસિક સ્ત્રાવ રહે છે તે દાડમ ના સુકા છોતરા વાટીને એક ચમચી પાણી સાથે લો. તેનાથી લોહીનો સ્ત્રાવ ઓછો થશે અને રાહત મળશે.

હરસની તકલીફ

જેમને હરસ ની તકલીફ છે તે દાડમ ના છોતરાના ૪ ભાગ રસૌત અને ૮ ભાગ ગોળ ને પીસીને ગાળી લો અને ઝીણી ઝીણી ગોળીઓ બનાવીને થોડા દિવસો સેવન કરો. હરસથી વહેલા આરામ મળશે.

ખાંસીનો વેગ

દાડમ ના છોતરા મોઢામાં રાખીને ચૂસવાથી ખાંસીનો વેગ શાંત થાય છે.

વાળ સુંવાળા કરવામાં

દાડમ ને ઝીણું વાટીને તેમાં દહીં ભેળવીને ઘાટી પેસ્ટ બનાવીને માથા ઉપર ઘસો. તેનાથી વાળ સીન્વાલા થાય છે.

કાજુના ફોતરા

કાજુના ફોતરામાંથી તેલ કાઢીને પગના તળિયા અને ફાટેલા ભાગ ઉપર લગાવવાથી આરામ મળે છે.

બદામના ફોતરા

બદામના ફોતરા અને બાવળના ફળના છોતરા અને બીજ ને બાળીને વાટીને થોડું મીઠું નાખીને મંજન બનાવો. તેનાથી દાંતોની તકલીફ દુર થાય છે. પેઢા સ્વસ્થ અને દાંત મજબુત બને છે.

નારીયેલના છોતરા

નારીયેલના છોતરા બાળીને થોડા વાટીને દાંત ઉપર ઘસવાથી દાંત સાફ થાય છે.

નારંગીની છાલ

દુધમાં નારંગીની છાલ ભેળવીને દૂધ સાથે નિયમિત સેવન કરવાથી લોહી ચોખ્ખું થાય છે.

પોપૈયા ની છાલ

પોપૈયા ની છાલને તડકામાં સુકવીને, ખુબ ઝીણી વાટીને ગ્લીસરીન સાથે ભેળવીને લેપ બનાવો અને ચહેરા ઉપર લગાવો, મોઢાનું સુકાપણું દુર થાય છે.

બટેટાની છાલ

બટેટાની છાલ મોઢા ઉપર ઘસવાથી ચહેરા ઉપર કરચલી પડતી નથી.

દુધીની છાલ

દુધીની છાલને ઝીણી વાટીને પાણી સાથે પીવાથી દસ્તમાં લાભ થાય છે.

તુરીયા ની છાલ

તુરિયા ની છાલ ત્વચા ઉપર ઘસવાથી ત્વચા ચોખ્ખી થાય છે.

ઈલાયચીના ફોતરા

ઈલાયચીના ફોતરા ચા ની પત્તી કે ખાંડ માં નાખી દો ચા સ્વાદિષ્ટ બનશે.

સંતરાની છાલ

સંતરાની છાલ ને દુધમાં વાટીને ગાળી લો. તેને કાચા દૂધ અને હળદરમાં ભેળવીને ચહેરા ઉપર લગાવો. તેનાથી જ્યાં ચહેરાનો દુશ્મન મુંહાસે ધબ્બા નો નાશ થાય છે, અને ત્વચા ચમકી ઉઠે છે.

તરબૂચની છાલ

ધાધર એક્જીમાં ની તકલીફ હોય તો તરબૂચ ની છાલને સુકવીને, બાળીને રાખ બનાવી લો. પછી તે રાખને કડવા તેલમાં ભેળવીને લગાવો.

લીંબુની છાલ

લીંબુની છાલ દાંત ઉપર ઘસવાથી દાંત ચમકદાર બને છે અને પેઢા પણ મજબુત બને છે. લીંબુની છાલ બુટ ઉપર ઘસીને થોડી વાર તડકામાં રાખી દો. પછી બુટ ઉપર માલીશ કરો. બુટમાં ચમક આવી જાય છે. લીંબુ અને સંતરા ની છાલને સુકવીને, ખુબ ઝીણું ચૂર્ણ બનાવીને દાંત ઉપર ઘસો. દાંત ચમકદાર બને છે.

આ જાણકારીને શેયર કરીને પોતાના મિત્રો ને જરૂર જણાવશો જેથી તે પણ આ બધા છોતરા ને ઉપયોગમાં લઇ શકે. તમે પોસ્ટનો પૂરો અભ્યાસ કર્યો તેના માટે તમારો આભાર. જો આ લેખથી રિલેટેડ કોઈ સવાલ તમારા મનમાં ઉઠી રહ્યા છે તો તમે આ પોસ્ટની નીચે કોમેન્ટ કરીને તમારા સવાલ સરળતાથી પૂછી શકો છો.