આ છે કલામ સાહેબના મોટા ભાઈ… આમને જોઈને સંબંધીઓને મૌજ કરાવવા વાળા નેતાઓને શરમ આવી જશે

આજના સમયમાં કોઈપણ માણસ પાસે સત્તા આવી જાય એટલે તેઓ તેનો પુષ્કળ ફાયદો ઉઠાવતા હોય છે. પોતાના માટે અને પોતાના પરિવાર માટે તેમજ સંબંધિઓ માટે માટે એનો દુરુપયોગ કરે છે. અને ખાસ તો પોતાના કુટુંબને તો સત્તાનો ઘણો લાભ પૂરો પડતા હોય છે. પરંતુ આજના સમયમાં એવા પણ વ્યક્તિઓ છે, જેમણે પોતાના માટે કે કુટુંબ માટે સત્તાનો ખોટો ઉપયોગ કરીને તેમને આગળ લાવવાના જરાપણ પ્રયત્ન કર્યા નથી. તો આવો જઈએ એવી જ એક વાસ્તવિકતા.

ભારતમાં જો એક વખત મંત્રી બની ગયા તો તેની સાત પેઢી આરામનું જીવન જીવે છે અને બેઠા બેઠા ખાય છે. પરંતુ બધા એવા નથી હોતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. અબ્દુલ કલામના મોટા ભાઈ ૧૦૨ વર્ષની ઉંમરમાં છત્રી રીપેરીંગ કરવાની દુકાન ચલાવે છે.

શું કોઈ કલ્પના કરી શકે છે કે પ્રધાનમંત્રી જેમના ચરણ સ્પર્શ કરતા હોય, જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામજીના મોટા ભાઈ હોય તે આટલી નાની દુકાન દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. અને બીજી તરફ તે લોકો છે, જે એક મંત્રી બની જાય તો આખા પરિવારને જીવનભર કમાવાની જરૂર નથી રહેતી. મારી દ્રષ્ટિએ ધન્ય છે આવા પરિવારને, આવી ઈમાનદારી, એમની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાને. ક્યા દેશના રાજનેતા અને નોકરશાહી અને સામાન્ય લોકો કોઈ શીખ લેશે આ મહાન પરિવાર માંથી?

ભારત રત્ન એ. પી. જે. અબ્દુલ કલામના મોટા ભાઈ મોહમ્મદ મુથુ મારાકાયેર ૨૦૧૫ નવેમ્બર માં સો વર્ષના થવા જઈ રહ્યા હતા. એ. પી. જે. અબ્દુલ કલામે પોતાના ભાઈ માટે ઘણી મોટી પાર્ટી કરવાની યોજના બનાવી રાખી હતી. તે આ સમયે પોતાના ગૃહનગર રામેશ્વરમમાં તેમના પરિવારના તમામ સભ્યોને બોલાવવાના હતા અને ૧૦૦ લખેલા બેનર લગાવવાના હતા.

તે સમયે તમિલ ગીતો વગડાવવાની યોજના હતી, પરંતુ નસીબને કાંઈક બીજું જ મંજુર હતું. પોતાના ભાઈનો જન્મ દિવસ મનાવવાનું એમનું સપનું અધૂરું રહી ગયું હતું. કલામથી સોળ વર્ષ મોટા તેમના ભાઈ એ. પી. જે. મારાકયેર તેમના પિતા સમાન હતા, અને તેમણે ઘણા મહત્વના નિર્ણયોમાં તેમને માર્ગદર્શન આપ્યું હતું. તે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક પણ હતા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.