આપણા વીર પર આવી ગયું મોટું અપડેટ, પાકિસ્તાની સેનાએ પલ્ટી, હવે આપણા વીરને પીવડાવી રહી છે ચા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું જે એમના કબ્જામાં ફક્ત એક ભારતીય પાયલટ છે. એ પહેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે એમણે બે ભારતીય પાયલટને પકડ્યા હતા જેમાંથી એકનો ઈલાજ ચાલી રહ્યો છે.

પાકિસ્તાની સેનાએ એક પાયલટનો વિડીયો જાહેર કર્યો હતો, જયારે બીજા ભારતીય પાયલટને સેન્ટ્રલ મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાની વાત કહી હતી. પરંતુ ભારતીય વિદેશ મંત્રલયે આ વાતની પુષ્ટિ કરી હતી કે ભારતનું મિગ – 21 ક્ષતિગ્રસ્ત થયું અને એક પાયલટ લાપતા છે.

બપોરે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું હતું કે એમના કબ્જામાં બે ભારતીય પાયલટ છે. પણ સાંજ થતા થતા એમણે જણાવ્યું કે પાકિસ્તાનના કબ્જામાં ફક્ત એક જ ભારતીય પાયલટ છે જેનું નામ અભિનંદન છે. એમણે ટ્વીટ કરીને કહ્યું કે ફક્ત એક પાયલટ જ પાકિસ્તાની સેનાના કબ્જામાં છે. એમણે સ્પષ્ટ કર્યુ છે કે વિંગ કમાન્ડર અભિનંદન સાથે સેના દ્વારા આચાર સંહિતા અનુસાર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

ત્યાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર અને એયર વાઇસ માર્શલ આર જી કે કપૂર સાથે પત્રકાર વાર્તામાં કહ્યું કે પાકિસ્તાને ભારતીય સૈનિકના જેકાણાને નિશાન બનાવવા પ્રયત્ન કર્યો હતો. અને આપણી સેના તૈયાર હતી અને એમનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો હતો.

જુઓ વિડીયો :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.