અભી અભી : અભિનંદન પર સૌથી મોટો ખુલાસો, પાકિસ્તાને ખરાબ રીતે ટોર્ચર કર્યા

વતન પાછા આવ્યા પછી વિંગ કમાંડર અભિનંદન વર્થમાનને વાયુ સેનાએ પોતાની હોસ્ટેલમાં શિફ્ટ કર્યા છે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે અભિનંદનના મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું છે. મેડિકલ તપાસની પ્રક્રિયા અત્યારે પુરી થઇ નથી.

અભિનંદનને માનસિક રીતે પ્રતાડિત કર્યા : ન્યુઝ એજંસી એએનઆઈના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અભિનંદન વર્થમાનને પાકિસ્તાનમાં શારીરિક ત્રાસ નથી આપવામાં આવ્યો, પણ એમણે ઘણા માનસિક કષ્ટ માંથી પસાર થવું પડ્યું છે. એમને ખરાબ રીતે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

પૂર્વ રાજનાયક એન.એન. ઝા એ કહ્યું કે, પાકિસ્તાને જિનેવા કન્વેનશન સાથે રેડ ક્રોસનું પણ ઉલ્લંઘન કર્યુ અને એક યુદ્ધબંધીની જેમ દેખાડવામાં આવ્યા, તે નિઃસંકોચ ઘણા સવાલ ઉભા કરે છે. ભારત આ મુદ્દો વિશ્વ સમુદાયમાં ઉઠાવી શકે છે. ભારતે એના મજબૂત પુરાવા આંતરરાષ્ટ્રીય અદાલત અને સુરક્ષા પરિષદમાં રાખવા પડશે.

જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વિમાનો દ્વારા ભારતીય વાયુ સીમાના ઉલ્લંઘન દરમ્યાન વીરતાનું પ્રદર્શન કરવા વાળા વિંગ કમાંડર અભિનંદન શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી ભારત પાછા આવ્યા છે. એમના પાછા આવવાના પહેલાના થોડા ક્લાકો શંકા ભરેલા રહ્યા હતા. આ પગલાંને આતંકવાદના પાકિસ્તાન સાથે રહેલા સમર્થન પર ભારતના જવાબ પછી, ઉત્પન્ન થયેલા તણાવની સ્થિતિને ઓછી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

હકીકતમાં શુક્રવારે પાકિસ્તાન વિંગ કમાંડર અભિનંદનને ભારતને પાછા સોંપવાના હતા. એના માટે ભારત તરફથી સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી હતી. વાયુસેનાના અધિકારી, ભારતીય દૂતાવાસના અધિકારી અને સરકારના પ્રતિનિધિ બધા સમય પર તૈયાર હતા, પણ પાકિસ્તાનની ચાલબાજીઓએ બપોરની રાત કરી દીધી.

પહેલા પાકિસ્તાન તરફથી જણાવવામાં આવ્યું હતું કે અભિનંદનને તે લગભગ 3 થી 4 વાગ્યાની વચ્ચે મુક્ત કરશે, પણ એમણે વારંવાર મોડું કર્યુ. એની પાછળ ઘણા કારણ જણાવવામાં આવી રહ્યા છે. તે આ ઘટનાને લાઇમ લાઇટમાં લાવવા માંગતું હતું. તે ઇચ્છતું હતું કે આખી દુનિયાની નજર આ મુદ્દા પર રહે.

શું મોડું કરવું પાકિસ્તાનની કોઈ ચાલ હતી?

શુક્રવારની સાંજે ત્રણ વાગ્યાની આસ-પાસ અભિનંદનને પાકિસ્તાનના રાવલપિંડીથી લાહોર પહોંચાડી દેવામાં આવ્યા હતા. પણ લાહોરથી વાઘા બોર્ડર લાવવામાં એમણે એટલી વાર લગાડી કે, એના પોતાના ગંદા આશય બધાની સામે આવી ગયા. સૂત્રોનું માનીએ તો અભિનંદનને લાહોરમાં આવેલા સેનાના ઠેકાણા પર રોકી રાખવામાં આવ્યા હતા. અને પાકિસ્તાને અભિનંદનનો જબરજસ્તી એક વિડીયો બનાવ્યો.

એ વાત પણ સાચી છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચે દસ્તાવેજની પ્રક્રિયામાં પણ સમય લાગ્યો હતો, પણ એટલો બધો પણ સમય ન લાગ્યો હતો કે અભિનંદનને પાછા લાવવામાં બપોરથી રાત થઇ જાય. સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર ભારતીય પાયલટ અભિનંદનને પાછા સોંપવામાં મોડું એટલા માટે થયું કારણ કે, એમને પાકિસ્તાની અધિકારીઓએ કેમેરા પર નિવેદન આપવા કહ્યું હતું.

ત્યારબાદ જ એમને સીમા પાર કરીને સ્વદેશ આવવા દીધા હતા. એના સિવાય દસ્તાવેજો સાથે સંબંધિત મુદ્દા પણ મોડું થવાનું કારણ બન્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાને એમને મુક્ત કરવાનો સમય બે વાર ટાળી દીધો.

વતન પાછા આવ્યા પછી કેવી હતી અભિનંદનની પ્રતિક્રિયા?

અમૃતસરના નાયબ કમિશનર શિવ દુલાર સિંહ ધીલ્લોંએ જણાવ્યું કે બહાદુર પાયલટ પોતાના દેશમાં આવીને ખુશ છે. “અભિનંદને સ્વદેશ પાછા આવવા પર અધિકારીઓને શું કહ્યું?” આ પૂછવા પર નાયબ કમિશનરે કહ્યું હતું કે તે પહેલા હસ્યાં અને પછી બોલ્યા “હું મારા દેશમાં પાછો આવીને ખુશ છું.”

વાઘા બોર્ડર પર થોડી ઔપચારિકતા પછી એમને બીએસએફ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા હતા. પછી વાયુસેનાના અધિકારી પોતાની સાથે અભિનંદનને લઇને આવ્યા. ત્યારબાદ વિંગ કમાંડરને અટારી સીમાથી વાયુસેનાના વાહનમાં અમૃતસર લઇ જવામાં આવ્યા. આ દરમ્યાન પંજાબ પોલીસની ગાડીઓ એમના વાહન સાથે ચાલી રહી હતી. ત્યારબાદ અભિનંદનને હવાઈ માર્ગે દિલ્લી લાવવામાં આવ્યા.

પાકિસ્તાનની જમીન પર અભિનંદનના એ 60 કલાક :

વિંગ કમાંડર અભિનંદન 27 ફેબ્રુઆરીની સવારે લગભગ દસ વાગ્યે પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર પ્લેનનો પીછો કરતા કરતા પાકિસ્તાનની સીમામાં ઘુસી ગયા હતા. પાકિસ્તાનના એફ-16 ને તોડી પાડ્યા પછી અભિનંદનનું વિમાન પણ ક્રેશ થઈ ગયું હતું.

એ કારણે એમણે પેરાશુટની મદદથી ઉતરવું પડ્યું હતું. જયારે તે નીચે આવ્યા તો એમને અનુભવ થયો કે તે દુશ્મન દેશની ધરતી પર પહોંચી ગયા છે. થોડા લોકો એમની પાસે આવ્યા, જેમને અભિનંદને પૂછ્યું કે તે ક્યાં છે? આ સવાલ પર પાકિસ્તાની લોકોએ ચાલબાજી દેખાડતા એમને કહ્યું કે તે ભારતમાં છે.

પણ અભિનંદનને થોડી શંકા થઇ. ત્યારબાદ તે ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવા લાગ્યા. એટલે પાકિસ્તાનીઓએ એમને ઘેરી લીધા. અભિનંદન કોઈ પણ રીતે પોતાને બચાવવા માટે ત્યાંથી ભાગ્યા. પાછળથી એમને પાકિસ્તાની સેનાએ પોતાના કબ્જામાં લઇ લીધા.

સેનાએ એમની પૂછપરછ કરી, પણ અભિનંદને એટલું જ જણાવ્યું જેટલું એમને વાયુસેનામાં જણાવવા માટે કહ્યું હોય છે. ત્યારબાદ એમને પાકિસ્તાની સેનાએ ચા-કોફી પણ પીવડાવી. ત્યારબાદ ફરી ઈમરાનની ઘોષણા પછી દુનિયાને જાણવા મળ્યું કે તે બે દિવસ પછી દેશમાં પાછા આવશે.

પીએમ મોદીએ જણાવ્યું : ઘરે પાછા આવવાની શુભ કામના :

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદની વાપસીનું સ્વાગત કરતા ટ્વીટમાં જણાવ્યું કે ‘વિંગ કમાન્ડર અભિનંદન તમારું ઘરમાં સ્વાગત છે. રાષ્ટ્રને તમારા સાહસ પર ખુબ ગર્વ છે. આપણા સશસ્ત્ર બળ દેશના 130 કરોડ ભારતીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે’.

વિંગ કમાન્ડર અભિનંદના સ્વદેશ પાછા આવવા પર આખા દેશની નજર વાઘા બોર્ડર પર દિવસ ભર રહી હતી. એટલું જ નહિ, વિંગ કમાન્ડર અભિનંદનને રાહુલ ગાંધી સાથે ઘણા રાજનીતિક નેતાઓએ શુભ કામનાઓ આપી અને તેમના વતન પાછા આવવા પર ટ્વીટ કર્યું

વાયુ સેનાના અધિકારી અભિનંદન વર્થમાન પાકિસ્તાનની કસ્ટડી માંથી મુક્ત થઈને પાછા આવવા હતા, તો મોટી સંખ્યામાં મીડિયા કર્મચારીઓની નજર આમના પર હતી. અને આખા દેશના લોકો ટીવી પર સતત નજર રાખીને જોતા હતા. અટારી વાધા સીમાની પાસે ચેકપોસ્ટ પર સવારથી જ લોકો તિરંગા લઈને જમા થયા હતા.

તેમાંથી ઘણાએ પોતાનો ચહેરો તિરંગના રંગથી રંગી દીધો હતો, અને વિંગ કમાન્ડર અભિનંદનના સુરક્ષિત પાછા આવવાના સમર્થનમાં નારા પણ લગાવી રહ્યા હતા, અને ખુશીનું વાતાવરણ હતું.

ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાની સીમામાં જૈશ એ મોહંમદના ઠેકાણાને નિશાનો બનાવ્યો હતો. તેના પછી પાકિસ્તાની વાયુ સેના તરફથી ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, અને આ દરમિયાન થયેલ હવાઈ સંધર્ષમાં પાકિસ્તાનનું એક એફ – 16 વિમાન તોડી પાડવામાં આવ્યું અને ભારતનું મિગ 21 વિમાન દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું. આ સંધર્ષના પરિણામ સ્વરૂપ વિંગ કમાન્ડર અભિનંદન પેરાશુટથી પાકિસ્તાની સીમા પર પહોંચી ગયા અને તેમને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાને પકડી લીધા હતા.