આ સત્ય ઘટના છે અને છેલ્લે સુધી ખાસ વાંચજો
અભિનવ વર્મા ની માં, જે માત્ર ૫૦ વર્ષની હતી, પેટમાં દુખાવો ઉપડ્યો, નજીકની ફોર્ટીસ હોસ્પિટલ બનેરઘટ્ટા બેંગ્લોર ની હતી ત્યાં લઇ જવા માં આવ્યા.
ડૉ ક્નીરાજે માં ને જોયા અને અલ્ટ્રા સાઉન્ડ કરાવવાનું કહ્યું.
ફોર્ટીસમાં જ અલ્ટ્રા સાઉન્ડ થયું અને ડૉ ક્નીરાજે જણાવ્યું કે પિત્તાશયમાં પથરી છે. એક નાનું એવું ઓપરેશન થશે, માં સ્વસ્થ થઇ જશે.
અભિનવ માં ને ઘેર લઈને આવી ગયા અને પેન કિલર ના ઉપયોગથી દુખાવો દુર પણ થઇ ગયો.
થોડા દિવસો પછી અભિનવ વર્માને ફોર્ટીસ હોસ્પિટલ દ્વારા ફોન કરીને ડૉ ક્નીરાજે સલાહ આપી કે આમ પથરી નું પીતાશાયમાં રહેવું ખતરનાક થઇ શકે છે, એટલે અભિનવને પોતાની માં નું ઓપરેશન તરત કરાવી લેવું જરૂરી છે. એટલે અભિનવ માતાજી ને હોસ્પિટલ લઇ જાય છે. જયારે પોતાની માં ને ફોર્ટીસ માં લઈને ગયા તો એક બીજા ડોકટર શબ્બીર અહમદને સાથે જોડ્યા, જે એન્ડોસ્કોપી ના નિષ્ણાત હતા, તેમણે જણાવ્યું કે સલામતી માટે ERCP કરાવવામાં આવે, ડૉ અહમદને પેક્રીયાસ કેન્સરનું ૦.૦૫ % શંકા હતી.
અભિનવ લાચાર હતો, ડોક્ટર ભગવાન હોય છે, ખોટું તો નહી બોલે, એટલે પેક્રીયાસ અને પિત્તાશય ની બાયોપ્સી કરવામાં આવી.
રીપોર્ટ નેગેટીવ આવ્યા પણ બાયોપ્સી અને એન્ડોસ્કોપી ની પ્રક્રિયા કર્યા પછી માં ને ખુબ જ દુખાવો શરુ થઇ ગયો.
પિત્તાશય ની પથરી નાં ઓપરેશન ને સાઈડ માં મૂકી, માતાજી ના પેટનો દુખાવો અને ઇન્ટરનલ બ્લીડીંગ ની શંકા માં ICU માં લઈ ગયા.
આગળ વાચવા માટે ધીરજ અને મજબુત હ્રદય જોઈએ.
જયારે અભિનવ ની માં હોસ્પિટલ માં દાખલ થયેલ હતા તો લીવર, કીડની અને બધા લોહીના રીપોર્ટ એકદમ નોર્મલ હતા.
ડોકટરે જણાવવાનું શરુ કર્યું કે હવે લીવર ઉપર અસર થઇ ગયેલ છે, પછી કીડની માટે કહી દીધું કે ડાયાલીસીસ થશે.
એક દિવસ બીપી ખુબ લો થઇ રહ્યું છે તો પેસ મેકર લગાવવું પડશે, પેસ મેકર લાગી ગયું પણ સ્થિતિ ખરાબ થી ખરાબ થઇ ગઈ. પેટનો દુખાવો વધતો જતો હતો અને શરીરના અંગ એક પછી એક સાથ છોડી રહ્યા હતા.
હવે અભિનવની માં ને ફોર્ટીસ ICU માં એક મહિનાથી ઉપર થઇ ગયું હતું.
એક દિવસ ડોકટરે કહ્યું કે શરીરની ઓક્સીજન સપ્લાયમાં થોડી તકલીફ થઇ ગઈ એટલે ઓપરેશન કરવું પડશે.
ઓપરેશન ટેબલ ઉપર સુવરાવ્યા પછી ડોક્ટર, ઓપરેશન થીએટર બહાર નીકળીને તરત કેટલાય લાખ ની રકમ જમા કરાવવા કહ્યું અને ત્યાર પછી જ ઓપરેશન કરવાની વાત કરી.
અભિનવ તરત દોડે છે અને પોતાના સબંધીઓ, મિત્રો સામે કરગરે છે, રકમ તે જ દિવસે એકઠી કરી ફોર્ટીસ માં જમા કરાવી દીધી, પૈસા જમા થયા પછી પણ ડોક્ટર ઓપરેશન કેન્સલ કરી દે છે.
પરિસ્થિતિ કેમ બગડી રહી છે, ઇન્ફેકશન કેમ થતું જાય છે, ડોક્ટર અભિનવ ને કંઈપણ નથી જણાવતા. માત્ર દવા, ડ્રીપ, લોહીની બોટલ. બેભાન વખતે અભિનવ પોતે આર્થિક અને માનસિક રીતે તૂટી ગયેલ હતો. ડોક્ટરો જયારે અભિનવ પાસે પૈસા જમા કરાવવાના હોય ત્યારે જ અભિનવ સાથે વાત કરતા હતા.
માં બેભાન અવસ્થામાં તડપતી હતી. અભિનવ માં ને જોઇને રોતો હતો કે તેની માં ને ફક્ત હળવા પેટના દુખાવા સિવાય કોઈ તકલીફ ન હતી.
તેની હસમુખ અને સુંદર માં ને ફોર્ટીસ ની નજર લાગી ગઈ હતી.
૫૦ દિવસ ICU માં રહ્યા પછી દુખાવામાં તડપી રહેલ માં એ દુનિયામાંથી વિદાય લઇ લીધી.
ખર્ચ હોસ્પીટલનું બીલ રૂપિયા ૪૩ લાખ, દવાઓનું બીલ ૧૨ લાખ અને ૫૦ યુનિટ લોહી.
અભિનવ ની માં ના દેહ ને શબગૃહ માં રખાવી દેવામાં આવેલ અને અભિનવને બાકી રહેલ રકમ જમા કરાવવાનું કહેવામાં આવ્યું અને દેહ ની આજુબાજુ બાઉંસર્સ(બોડીગાર્ડ) લગાવી દેવામાં આવેલ.
અભિનવે માત્ર એક નાની એવી શરત મૂકી કે મારી માં ના તમામ રીપોર્ટસ અને માં ના શરીરની તપાસ એક સ્વતંત્ર ડોક્ટર ની ટીમ દ્વારા કરાવવામાં આવે. ફોર્ટીસ હોસ્પીટલે મહા મુશ્કેલીએ મંજુરી આપી.
રીપોર્ટ આવ્યો …….. અભિનવ વર્મા ની માં ને પિત્તાશયમાં ક્યારેય પણ કોઈ પથરી નહોતી.
તમને આ વાર્તા લાગતી હોય તો જાણી લો આ એકદમ સત્ય ઘટના છે જેની સાબિતી રૂપે નીચે વિડીયો જોઈ શકો છો
વિડીયો