અભિષેક બચ્ચને ખાસ અંદાઝમાં નવ્યાને બર્થડે વિશ કરી, જાણો કેવો છે મામા-ભાણીનો સંબંધ

બોલીવુડમાં બચ્ચન પરિવાનું ઘણું મોટું નામ છે, તેની સાથે જોડાયેલા દરેક સમાચાર મીડિયામાં જુરુર આવે છે. હવે આ દિવસોમાં અમિતાભ બચ્ચનની વ્હાલી નવ્યા નવેલી સમાચારોનો ભાગ બની ગઈ છે. ખાસ કરીને ૬ ડીસેમ્બર ૧૯૯૭ના રોજ મુંબઈમાં જન્મેલી નવ્યાએ પોતાનો ૨૨ મો જન્મદિવસ મનાવ્યો.

તેવામાં સોશિયલ મીડિયા ઉપર તેના ફેંસ સાથે પરિવારના સભ્યોએ પણ તેને જન્મદિવસના ઢગલાબંધ અભિનંદન આપ્યા. નવ્યા અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા અને જમાઈ નીખીલ નંદાની દીકરી છે. નીખીલ એસ્કોર્ટ ગ્રુપમાં મેનેજીંગ ડાયરેક્ટર છે. નવ્યા હાલમાં ન્યુયોર્કની ફોરડમ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહી છે. નવ્યા સોશિયલ મીડિયા ઉપર ઘણી વધુ એક્ટીવ રહે છે. ખાસ કરીને તેનું ફેશન સેન્સ લોકોને વધુ ગમે છે. અને સુંદરતાની વાત કરીએ તો પણ નવ્યાની કોઈ સરખામણી નથી થઇ શકતી.

રસપ્રદ વાત તો એ છે કે બોલીવુડના એક પ્રતિષ્ઠિત કુટુંબ સાથે સંબંધ ધરાવવા છતાં પણ નવ્યાને કલાકાર બનવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. કદાચ તે પોતાની માતા શ્વેતાના રસ્તા ઉપર ચાલી રહી છે જેમણે પણ અમિતાભની દીકરી હોવા છતાં પણ ફિલ્મી લાઈનમાં જવું યોગ્ય ન સમજ્યું. સોશિયલ મીડિયા ઉપર નવ્યાના ફોટા ઘણા વાયરલ થઇ રહ્યા છે. હાલમાં તો અહિયાં તેના જન્મદિવસ વખતે મળેલી બર્થડે વિશ પોપુલર થઇ રહી છે.

નવ્યાની માતા શ્વેતા નંદાએ પોતાની વ્હાલી દીકરીને જન્મદિવસની શુભકામનાઓ આપતા જણાવ્યું, જન્મ દિવસની શુભકામનાઓ Nablooz. તું જેના પણ જીવનમાં પ્રવેશ કરે છે તેને રોશન કરી દે છે. મારા જીવનને તે સૌથી વધુ ચમકાવ્યું છે. Squeeze you Cheezu ! તને ખુબ ખુબ પ્રેમ, તે ઉપરાંત શ્વેતાએ નવ્યાનો હસતો હોય એવો એક ઘણો જ સુંદર ફોટો પણ શેર કર્યો.

અને નવ્યાના મામા એટલે કે અભિષેક બચ્ચને પણ પોતાની વ્હાલી ભાણકીને જન્મ દિવસની શુભકામના આપી. અભિષેક લખે છે, મારી વ્હાલી નવ્યા જન્મ દિવસની ઢગલાબંધ શુભકામનાઓ . મામા તને ઘણો પ્રેમ કરે છે, તેની સાથે અભિષેકનો અને નવ્યાનો સંબંધ ઘણો હસી મજાક અને મસ્તી વાળો છે. તે જયારે પણ એકબીજાને મળે છે તો ઢગલાબંધ ફન અને મસ્તી કરે છે. તેની સાથે જ તેની મામી એશ્વર્યા પણ નવ્યાને ઘણો પ્રેમ કરે છે.

આ સાથે જ જાવેદ જાફરીના દીકરા અને નવ્યાના સ્પેશીયલ ફ્રેન્ડ મીજાન જાફરીએ પણ નવ્યાના જન્મ દિવસ ઉપર શુભકામનાઓ આપી. તેમણે લખ્યું, મારી સૌથી ફેવરીટને હેપ્પી બર્થડે આ કેપ્શન સાથે મીજાને નવ્યાનો એક બ્લેક એંડ વાઈટ ફોટો શેર કર્યો જેમાં નવ્યા હાથમાં છત્રી લઈને પીઠ દેખાડતી ઉભી છે.

નવ્યાનું નામ બે સ્ટાર કીડ સાથે પણ જોડાયેલું છે. તેની સાથે જ તેના લવ અફેયરના સમાચાર પણ ઉડ્યા હતા. તેમાં પહેલુ નામ જાવેદ જાફરીના દીકરા મીજાન જાફરીનું આવે છે. તેમજ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ પણ નવ્યા નવેલી સાથે જોડાઈ ચુક્યું છે. આર્યન અને નવ્યા એક જ યુનીવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યા છે. આ બંનેના સાથે થોડા ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ચુક્યા છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.