જયારે ભૂખથી પરેશાન થયા અભિષેક બચ્ચન તો તેમના માટે મોડી રાત્રે ખોલ્યું આ ગુજરાતી રેસ્ટોરન્ટ.

અભિષેક બચ્ચનને ભાવે છે અમદાવાદના આ રેસ્ટોરન્ટનું ભોજન, મોડી રાત્રે તેમના માટે ખોલવામાં આવ્યું હતું આ રેસ્ટોરન્ટ.

અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધ બીગ બુલ’ રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મને લઈને અલગ અલગ લેવલ ઉપર પ્રમોશન પણ કરવામાં આવ્યા છે. કહેવા માટે મહામારી કાળ છે, પણ સોશિયલ મીડિયાની દુનિયા ઉપર કલાકારોએ પોતાની ફિલ્મો માટે જોરદાર વાતાવરણ ઉભૂ કર્યું છે. હાલના થોડા દિવસોમાં અભિષેક બચ્ચન તરફથી એવી ટ્વીટ પણ જોવા મળી છે, જ્યાં તે ગુજરાતી વસ્તુને લઇને પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

અભિષેકને ગમે છે ગુજરાતી ભોજન :

એવો જ એક કિસ્સો ગુજરાતી થાળીને લઈને છે, જેના વિષે પોતે અભિષેક બચ્ચને થોડા સમય પહેલા જણાવ્યું હતું. અભિનેતા અભિષેક બચ્ચનના જણાવ્યા મુજબ, તેમને અમદાવાદના ગોરધન થાળ રેસ્ટોરન્ટમાં જવાનું ખુબ ગમે છે. તેમને ત્યાનું ભોજન એટલું ગમે છે કે, તે જયારે પણ ગુજરાત જાય છે, તો ત્યાં જરૂર રોકાય છે. અભિનેતાના જણાવ્યા મુજબ, તે પોતાની કબડ્ડીની ટીમ જયપુર પિંક પેન્થર્સની મેચ માટે અમદાવાદ ગયા હતા. મેચ પછી તેમને ઘણી ભૂખ લાવી, પણ ક્યાય પણ કાંઈ ખવાનું ન મળ્યું. નવરાત્રીનો સમય હતો તેથી રેસ્ટોરન્ટ પણ રાત્રે બંધ થઇ જતા હતા.

મોડી રાત્રે ખોલાવ્યું રેસ્ટોરન્ટ :

આથી અભિષેકે તેમના મિત્ર અને ગોરધન થાળ રેસ્ટોરન્ટના માલિક સાથે વાત કરી અને માત્ર તેમના માટે મોડી રાત્રે રેસ્ટોરન્ટ ખોલાવી દીધું. અભિષેક પોતે જણાવે છે, તે સમયે રેસ્ટોરન્ટના માલિક પણ દાંડિયા રમવામાં વ્યસ્ત હતા. પણ માત્ર અભિનેતાનું મન રાખવા માટે તેમણે તે રેસ્ટોરન્ટ ખોલી દીધી હતી.

ત્યાર પછી અભિષેકે પોતાની ફેવરીટ રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું અને એક ફોટો પણ શેર કર્યો. આ ફોટો શેર કરતા કલાકારે લખ્યું – અમદાવાદમાં તમારો પ્રવાસ ત્યાં સુધી પૂરો નથી થઇ શકતો, જ્યાં સુધી તમે મારા ફેવરીટ રેસ્ટોરન્ટ ગોરધન થાળમાં ભોજન ન કરો. મહેન્દ્ર ભાઈનો આભાર જેમને મારા માટે રેસ્ટોરન્ટ ખોલી દીધી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો અભિષેક બચ્ચન ફિલ્મ ‘દસવિં’ માં જોવા મળશે. ફિલ્મમાં તેમણે એક રાજકરણીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં તેમનો લુક ઘણા સમય પહેલા જ રીલીઝ થઇ ચુક્યો છે, અને તેને ખુબ પસંદ પણ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં યામિ ગૌતમ અને વિમ્રત કૌર પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.