એશ્વર્યાની સુંદરતા અને પોપ્યુલારિટી નહિ પણ આ કારણે અભિષેકે કર્યા હતા તેના સાથે લગ્ન

અભિષેકે એશ સાથે તેની પ્રસિદ્ધિ અને સુંદરતાના કારણે નહિ પણ બીજા કારણોથી તેની સાથે કર્યા લગ્ન, આ છે તે કારણ

પ્રેમ એ એવી લાગણી છે કે જ્યારે તે બે લોકોની વચ્ચે ઉદ્ભવે છે ત્યારે લોકોને બીજા કોઇની પરવા નથી હોતી. પ્રેમમાં માત્ર લોકો એકબીજાના સાથને જ પસંદ કરે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો પછી શું સમાજ અને શું વિશ્વભરના બંધન. પ્રેમીઓના મગજમાં એક જ વાત હોય છે કે, કેવી રીતે તેમનો પ્રેમ પૂર્ણ કરવો.

બોલીવુડનું એક જૂનું ગીત છે, “ના ઉંમરકી સીમા હો… ના જન્મ કા હો બંધન… જબ પ્યાર કરે કોઈ… તો દેખે કેવલ મન”. આ ગીતના શબ્દો એકદમ સાચા છે. જ્યારે લોકો પ્રેમ કરે છે, ત્યારે તેઓ માત્ર એક બીજાના મનને જ જુએ છે. ન તો તેને જાતી સાથે મતલબ હોય છે, ન ધર્મ સાથે, ન ઉંમર સાથે. બોલીવુડ ઈન્ડસ્ટ્રીની વાત કરીએ કે ટીવી ઈન્ડસ્ટ્રીની, આ બંને જગ્યાએ આવા ઘણા યુગલો છે જેની ઉંમરમાં ઘણું અંતર છે, પરંતુ તેમ છતાં પણ તે એકબીજાના પ્રેમમાં પડ્યા અને તેમના પ્રેમ સુધી પહોંચવા માટે તેઓએ લગ્ન પણ કર્યાં.

અમે ન જાણે કેટલાય સેલેબ્સની લવ સ્ટોરી તમને જણાવી ચુક્યા છીએ જેની ઉંમરમાં ઘણું અંતર છે, પરંતુ તેમ છતાં તેઓ ખૂબ જ સારી રીતે પોતાનું જીવન એક બીજા સાથે જીવી રહ્યા છે. તેઓ પ્રેમપૂર્વક સાથે જીવે છે. આજે અમે તમને એક એવા કપલ વિશે જણાવીશું જેમાં પત્નીની ઉંમર પતિ કરતા મોટી છે, પરંતુ તેમ છતાં પણ તેમના પ્રેમમાં કોઈ ખામી નથી.

એવું કહેવામાં આવે છે કે જો પત્નીની ઉંમર પતિ કરતા મોટી હોય તો તે ભાગ્યશાળી હોય છે. પતિ માટે પત્નીની ઉંમર વધુ હોવું ભાગ્યશાળી માનવામાં આવે છે. જણાવી દઈએ કે, અભિષેક અને એશ્વર્યાના લગ્નને 10 વર્ષ થઇ ગયા છે, અને એશ્વર્યા અભિષેક કરતા 3 વર્ષ મોટી છે. જ્યાં એશ્વર્યાની ફિલ્મોમાં કારકિર્દી ઘણી સારી હતી, પરંતુ અભિષેક ફિલ્મોમાં કાંઈ ખાસ ન કરી શક્યા.

પરંતુ તેમ છતાં પણ, બંને પ્રેમમાં પડ્યાં અને બંનેએ લગ્ન કરી લીધાં, અને 10 વર્ષથી એક મજબૂત સંબંધમાં બંધાયેલા છે. દરેકના મનમાં એ સવાલ ઉભો થાય છે કે, અભિષેકે લગ્ન માટે એશ્વર્યાને જ કેમ પસંદ કરી? તો આ વાતનો જવાબ જયારે અભિષેકે આપી દીધો છે.

અભિષેકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, એશ્વર્યા સાથે તેના લગ્નનું કારણ તેની સુંદરતા નહીં પણ કંઈક બીજું છે. તેણે કહ્યું કે, તેણે એશ સાથે માત્ર એટલા માટે લગ્ન નથી કર્યા કે તે બોલીવુડની સફળ અભિનેત્રી છે, અથવા તેણી મિસ વર્લ્ડ રહી ચૂકી છે. પરંતુ એશ સાથે લગ્ન કરવાનું કારણ એ હતું કે, તે એક અદ્દભૂત વ્યક્તિ છે.

એશ્વર્યાની સુંદરતા વિશે વાત કરીએ, તો આખી દુનિયા તેની ફેન છે. અને આ સુંદરતા અને અદ્દભૂત વ્યક્તિત્વને કારણે તે અભિષેકના દિલ ઉપર પણ રાજ કરે છે. અભિષેક અને એશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007 ના રોજ થયા હતા. આ બંનેની એક પુત્રી આરાધ્યા પણ છે.

એશ્વર્યા જ્યાં પણ જાય છે, તેની પુત્રી હંમેશા તેની સાથે જ રહે છે. જેથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, એશ્વર્યાએ પોતાના વ્યવસાયિક અને અંગત જીવનને ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યું છે. તે જાણે છે કે તે એક અભિનેત્રી હોવાની સાથે તે એક માતા પણ છે, અને તે પોતાની પુત્રીને ઉછેરવામાં કોઈ કસર છોડતી નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.