મહાશિવરાત્રિ પર પોતાની મનોકામના અનુસાર શિવજીનો કરો અભિષેક, જાણો કઈ વસ્તુઓથી મળશે કયો લાભ?

૨૧ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, શિવ ભક્ત આ દિવસે મહાદેવની વિધિ પૂર્વક પૂજા કરવાથી ઈચ્છાનુસાર ફળની પ્રાપ્તિ કરે છે, મહાશિવરાત્રીનું પર્વ દેવોના દેવ મહાદેવની પૂજા અર્ચના કરવાનો સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે, તમે આ દિવસે શિવજીની વિધિ પૂર્વક પૂજા કરીને તમારી મનોકામનાઓ પૂરી કરી શકો છો.

શાસ્ત્રો મુજબ જોવામાં આવે તો આ વાતની જાણકારી મળે છે કે આ દિવસે મહાદેવના વિવાહ થયા હતા, આ દિવસે લોકો શિવજીના અભિષેક કરે છે અને તેની આરાધનામાં લીન રહે છે, માન્યતા મુજબ શિવજીના અભિષેક ઘણા જ પ્રિય છે, તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યો છે.

આમ તો જોવામાં આવે તો મહાશિવરાત્રીના દિવસે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્ત જાત જાતના ઉપાય અપનાવે છે, જો કોઈ પણ ભક્તથી મહાદેવ પ્રસન્ન થઇ જાય છે તો તે ભક્તની તમામ મનોકામનાઓ પૂરી થાય છે, આજે અમે તમને તમારી મનોકામના મુજબ કઈ વસ્તુથી શિવજીના અભિષેક કરવા, જેથી તમારી ઈચ્છા પૂર્ણ થઇ શકે, તેના વિષે જાણકારી આપવાના છીએ, તમે આ વસ્તુથી અભિષેક કરીને ભોલેબાબા પાસેથી ઈચ્છાનુસાર ફળની પ્રાપ્તિ કરી શકો છો.

આવો જાણીએ મહાશિવરાત્રી ઉપર આપણી મનોકામના મુજબ શિવજીનો કઈ વસ્તુથી કરવા અભિષેક

ઘણી વખત એવું બને છે કે વિવાહમાં ઘણા પ્રકારની અડચણો ઉભી થવા લાગે છે, જો કોઈ વ્યક્તિના વિવાહમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે તો તેવી સ્થિતિમાં મહાશિવરાત્રી વાળા દિવસે કેસરથી શિવજીના અભિષેક કરો. તેનાથી વિવાહની અડચણો દુર થાય છે.

કામકાજમાં જો તમને કોઈ અડચણનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેવી સ્થિતિમાં તમે મહાશિવરાત્રીના શુભ પર્વ ઉપર શેરડીના રસથી શિવજીના અભિષેક કરો, તેનાથી તમને લાભ મળશે અને કામકાજની અડચણો દુર થશે.

જો તમે કોઈ લાંબી બીમારીથી દુઃખી રહો છો, ઈલાજ કરાવવા છતાં પણ તમારી તબિયતમાં સુધારો નથી થતો, તો તમે તમારી કોઈ પણ જાતની બીમારી માંથી મુક્તિ મેળવવા માટે આ મહાશિવરાત્રી ઉપર ભગવાન શિવજીને દૂધમાં પાણી ભેળવીને અભિષેક કરો, તેનાથી તમને આરોગ્યમાં લાભ પ્રાપ્ત થાય છે.

જો કોઈ દંપત્તિને સંતાન સુખની પ્રાપ્તિ કરવી છે, તો તેવામાં તમે કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરો, તેનાથી તમને તરત જ સંતાન સુખની પ્રાપ્તિ થશે અને તમારા આંગણામાં બાળકનો કલબલાટ ગુંજવા લાગશે.

જો તમે ધન સાથે સંબંધિત તકલીફો માંથી છુટકારો પ્રાપ્ત કરવા માગો છો કે પછી આયુષ્યમાં વૃદ્ધી કરવા માગો છો, તો તેમાં માટે મહાશિવરાત્રીના દિવસે શિવજીને ગાયના ઘી થી અભિષેક કરો.

જો તમે તમારા કરજ અને પાપો માંથી છુટકારો પ્રાપ્ત કરવા માગો છો, તો આ શિવરાત્રી ઉપર તમે મધથી શિવજીનો અભિષેક કરો, તમને તેનો વહેલાસર લાભ જોવા મળશે.

તમામ દેવતાઓમાં દેવોના દેવ મહાદેવ સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા માનવામાં આવે છે, જો તેની થોડી પણ ભક્તિ કરવામાં આવે, તો તેનાથી વ્યક્તિને મનપસંદ ફળની પ્રાપ્તિ થાય છે, ઉપર થોડી વસ્તુ વિષે માહિતી આપવામાં આવી છે, આ વસ્તુથી તમે મહાશિવરાત્રીના દિવસે ભોલેનાથના અભિષેક કરો, તેનાથી તમારી મનોકામનાઓ પૂરી થશે અને ભોલેબાબાના આશીર્વાદ તમારી ઉપર જળવાઈ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.