અભિષેક બચ્ચને પોતાના પિતાને લખ્યો એક ભાવુક પત્ર, સોસીયલ મીડિયા પર બિગ બીએ કર્યો વાયરલ

બોલીવુડની પિતા અને દીકરાની જોડીઓમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની જોડી ઘણી પસિદ્ધ છે. બંનેની બોન્ડીંગ હંમેશા સોશિયલ મીડિયા કે બીજી તસ્વીરોમાં જોવા મળે છે. છેલ્લા દિવસોમાં સમાચાર આવ્યા હતા કે, અમિતાભ બચ્ચન એક વખત ફરી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે. રૂટિંન ચેકઅપ અને થોડી તકલીફને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે. તેવામાં અમિતાભ બચ્ચને અભિષેક બચ્ચનો એક જુનો પત્ર ટ્વીટ કર્યો છે. અભિષેકે પોતાના પિતાને લખેલો એક લાગણીસભર પત્ર અમિતાભ બચ્ચને પોતે શેયર કર્યો છે.

અભિષેક બચ્ચને પોતાના પિતાને લખ્યો એક લાગણીસભર પત્ર :

અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે, ખાસ કરીને તે પિતાની કવિતાઓ, જોક્સ અને પ્રેરણાદાયક કોટસ શેયર કરતા રહે છે. અમિતાભ બચ્ચન દ્વારા શેયર કરવામાં આવેલો એક પત્ર હાલના સમયમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ખાસ કરીને અમિતાભ બચ્ચનના દીકરા અભિષેકે એક સુંદર એવો પત્ર પોતાના પિતાને લખ્યો છે.

આ પત્ર ત્યારનો છે જયારે આમીતાભ બચ્ચન લાંબા સમય માટે આઉટડોર શુટિંગ ઉપર ગયા હતા. ત્યારે અભિષેકે પપ્પા અમિતાભ માટે એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, વ્હાલા પપ્પા કેમ છો? અમે બધા મજામાં છીએ, હું તમને યાદ કરું છું અને આશા રાખું છું કે, તમે વહેલી તકે ઘરે પાછા આવશો. હું તમારી કુશળતાની પ્રાર્થના કરું છું પપ્પા. ભગવાન અમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે. તમે ચિંતા ન કરશો માં, શ્વેતા દીદી અને ઘરનું ધ્યાન હું રાખું છું. હું તોફાન કરું છું, હું તમને ખુબ પ્રેમ કરું છું પપ્પા. તમારો વ્હાલો દીકરો અભિષેક.

અમિતાભ બચ્ચને આ પત્રને ટ્વીટર ઉપર શેયર કરતા લખ્યું, ‘पूत सपूत तो क्यूं धन संचय; पूत कपूत तो क्यों धन संचय’. તેનો અર્થ છે કે દીકરો સારો છે તો ધન સંગ્રહની શું જરૂર છે? અને દીકરો નાલાયક છે તો પણ શા માટે ધન સંગ્રહ કરવું? અભિષેકે પણ પોતાના લખેલા પત્રની મજા લેતા લખ્યું, હા આ ક્રિએટીવ પત્ર રાઈટીંગ કોર્સ લેતા પહેલાનો છે.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન એક બીજાની ઘણા નજીક છે, અને તેની સાબિતી હંમેશા સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે. બંને ફિલ્મોમાં બાપ દીકરાનું પાત્ર ભજવે છે. પાર્ટીમાં કે વેકેશનમાં બચ્ચન કુટુંબ હંમેશા એક સાથે જ જોવા મળે છે. હાલમાં જ તેમના ઘરે દિવાળીની પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં અમિતાભ અને અભિષેક મળીને મહેમાનો માટે હોસ્ટીંગ કરતા જોવા મળ્યા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.