એવું કહેવાય છે કે મહિલાઓની પ્રશંસા કરીએ તો એમનું મૂડ સારું થઇ જાય છે. પ્રશંસા જો સાચી હોય તો જ સારું, નહિ તો ખોટી પ્રશંસા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે અમે મહિલાઓના મૂડની વાત નથી કરવાના. પણ આજે અમે એવી મહિલાઓ વિષે વાત કરવાના છીએ, જેમની પ્રશંસા કયારેય ખોટી નથી હોતી અને એમના સારા ગુણને કારણે તેઓ જાતે જ પ્રશંસા મેળવી લે છે.
‘અલ્ફા વુમન’ ને ‘સુપર વુમન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. અલ્ફા વુમન એટલે એવી મહિલાઓ, જેમનો કોઈ જોટો નથી હોતો. અલ્ફા વુમનમાં એટલા વધારે ગુણ હોય છે, કે એમની પ્રશંસા માટે શબ્દ ઓછા પડી જાય પણ એમના ગુણ પુરા ન થાય.
કોને કહેવાય છે ‘અલ્ફા વુમન’ :
આવી મહિલાઓને ‘અલ્ફા વુમન’ ની પદવી એમ જ આપી દેવામાં નથી આવતી. ઘણા બધા અભ્યાસ પછી એમને આ નામ આપવામાં આવે છે. અલ્ફા વુમન એ મહિલાઓ હોય છે. જેમનામાં બીજી મહિલાઓની સરખામણીએ વિશેષ ગુણ હોય. તો આવો જાણીએ એ કયા ગુણ છે અને, તમે એમાંથી કઈ શ્રેણીમાં આવો છો.
તમે પોતાની જાતને આત્મવિશ્વાસ માટે 10 માંથી કેટલા નંબર આપશો? 6, 7 કે પછી 8. પણ અલ્ફા વુમનને તો આત્મવિશ્વાસ માટે 10 માંથી 11 નંબર મળવા જોઈએ. પરંતુ આટલા આત્મવિશ્વાસને ઓવર કોન્ફિડન્સ સમજીવાની ભૂલ ન કરતા.
અલ્ફા વુમન પોતાના આત્મવિશ્વાસનો ઉપયોગ હંમેશા સકારાત્મક રીતે જ કરતી હોય છે. તે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં હાર નથી માનતી અને હારી જવા પર નિરાશ નથી થતી.
અલ્ફા વુમન પોતાનું કોઈ પણ કામ સરળતાથી અને સફળતાપૂર્વક કરે છે. એ કામ પાછળ એમની સખત મહેનત અને એમના કામ પ્રત્યે પોતાની ગંભીરતા હોય છે. એમનાથી ભૂલ થવાની કોઈ સંભાવના નથી રહેતી.
અલ્ફા વુમનની યાદીમાં આવતી મહિલાઓના દિલમાં જે હોય છે, એજ એમની જીભ પર પણ હોય છે. આ મહિલાઓ ક્યારેય કોઈને દગો નથી આપતી. પણ હાં, એ કારણસર ઘણીવાર લોકોના દિલ પણ દુભાય છે. પરંતુ જે લોકોમાં સત્યનો સામનો કરવાની હિમ્મત હોય તેઓ આ વાતનું ખોટું નથી લગાડતા.
અલ્ફા વુમન કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને સીધી ઢાળી નથી લેતી. તે એને સમજે છે અને જો એને લાગે છે, કે તેમાં કોઈ પણ પરિવર્તનની જરૂર છે, તો તે એ પરિવર્તન કરીને જ રહે છે. એમનો વિચાર એવો હોય છે, કે જો કોઈ વસ્તુ કે પરિસ્થિતિની ઉણપ કાઢવાથી સફળતા મળતી હોય, તો એ કંઈ ખોટું નથી.
અલ્ફા વુમન હંમેશા કોઈ બીજાના નહિ પણ પોતાની જાતના સંતોષ માટે કામ કરતી હોય છે. ક્યારેય એમનો હેતુ કોઈ વ્યક્તિને નીચા દેખાડવાનો નથી હોતો. એમના માનવા અનુસાર જે લોકો પ્રતિયોગિતાની આડમાં રહે છે, તે જીવનમાં નિષ્ફળ રહે છે.
અલ્ફા વુમન પોતાના જીવનમાં દરેક સંબંધોને મહત્વ આપે છે. ઘર અને ઓફિસના કામમાં તે નિયંત્રણ બનાવીને આગળ વધે છે. દરેક કામને બેલેન્સ કરતા અલ્ફા વુમનને આવડે છે. એમના આ અંદાજને જોઈને દરેક લોકો એમને સલામ કરે છે, એમનું સમ્માન કરે છે.