કેન્દ્ર સરકારે રાજ્યો પાસે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના લાભાર્થીઓની યાદી 25 ફેબ્રુઆરી 2019 સુધી આપવા માટે કહ્યું છે. આ તારીખ સુધી જે લોકોના નામ પીએમ કિસાન યોજનામાં જોડવામાં આવશે એમને માર્ચ મહિનામાં જ 2000 રૂપિયાનો પહેલો હપ્તો મળી જશે. આ પૈસા ખેડૂતોના બેંક ખાતામાં સીધા જમા થઇ જશે. સરકારે એના માટે દરેક રાજ્યોને પોતાના દિશાનિર્દેશ જણાવી દીધા છે. એમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કયા લોકોને આ યોજનાનો લાભ નહિ મળે. સરકારે જે માપદંડ તૈયાર કર્યા છે એનાથી એ લોકો આ યાદી માંથી બહાર નીકળી જશે જેમની પાસે જમીન તો 2 એકર સુધી છે પણ તે હકીકતમાં ગરીબ નથી.
આ છે ઓનલાઇન પોર્ટલ :
કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજના માટે એક પોર્ટલ લોન્ચ કર્યુ છે. http://pmkisan.nic ડોટ in પર યોજના સાથે જોડાયેલા બધા નિયમ જણાવવામાં આવ્યા છે. આ પોર્ટલ પર જઈને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે, કે તે આ યોજનાનો લાભ મેળવી શકે છે કે નહિ. બજેટમાં સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની ઘોષણા કરી હતી. આ યોજનાના લાભ આપવા માટે જ આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. રાજ્યની સરકારો એમાં ખેડૂતનું નામ નાખશે. જેવું જ રાજ્ય સરકાર ખેડૂતોના નામ આ પોર્ટલમાં નાખશે, તો સંબંધિત ખડૂત એને જોઈ શકશે. રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે તે લાભાર્થીઓની યાદી આ પોર્ટલ પર 25 ફેબ્રુઆરી સુધી અપલોડ કરી દે. જેનાથી એમને માર્ચ મહિનાની શરૂઆતમાં 2000 રૂપિયા પહેલા હપ્તાના રૂપમાં મળી શકે.
જાણો કોને નહિ મળે આ યોજનાનો લાભ :
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ એ લોકોને નહિ મળે જેમના પરિવારનું કોઈ સભ્ય સાંસદ, વિધાયક અથવા સરકારી નોકરીમાં હોય. એટલું જ નહિ આ યોજનાનો લાભ એ લોકોને પણ નહિ મળે જેમણે ગયા નાણાકીય વર્ષમાં ઇનકમ ટેક્સ ભર્યુ હોય. એના સિવાય સરકારે આ યોજના માંથી એ લોકોને પણ બહાર કર્યા છે જે પ્રોફેશન કામ કરે છે અને ઇનકમ ટેક્સના ડાયરામાં આવે છે. એમાં ડોક્ટર, વકીલ, એન્જીનીયર, સીએ, આર્કિટેક્ટ અને અન્ય એવા જ કામ કરવા વાળા પ્રોફેશનલ લોકો શામેલ છે, જેમને લાભ નહિ મળે.
જે ખેડૂત અત્યારે બંધારણીય પદ પર છે અથવા તો પહેલા રહી ચુક્યા છે એમને આ યોજનાનો લાભ નહિ મળે. વર્તમાન સમયમાં જિલ્લા પંચાયત અઘ્યક્ષ અને મેયરને પણ આ યોજના માંથી બહાર રાખવામાં આવ્યા છે. સાથે જ મંત્રીને પણ આ યોજનાનો લાભ નહિ મળે. ચોથી શ્રેણીને છોડીને સરકારી કર્મચારીઓને આનો ફાયદો નહિ મળે. માસિક 10 હજાર રૂપિયા કરતા વધારે પેંશન મેળવતા લોકોને પણ આ યોજનાથી અલગ રાખવામાં આવ્યા છે.
આ ખેડૂતોને મળશે ફાયદો :
પીએમ કિસાન યોજનાનો લાભ એ ખેડૂતોને મળશે જેમની પાસે 2 હેકટર કરતા ઓછી જમીન હશે. ખેડૂતો પાસે આધારકાર્ડ, બેંક ખાતું અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે. જો કે આધાર કાર્ડ વગર પણ પહેલા હપ્તાની ચુકવણી એમને કરી દેવામાં આવશે, પણ પછી આધારકાર્ડની જાણકારી આપવી જ પડશે, તો જ એમને આગળ લાભ મળશે. યોજના માટે ખડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે સોગન પત્ર પણ આપવું પડશે. અને ખોટી જાણકારી આપવા પર એમને મળતી રાશિની વસૂલવામાં આવશે.
આ યોજના અંતર્ગત કૃષિ મંત્રાલયે રાજ્ય સરકારોને મોકલેલા પત્રમાં કહ્યું છે, કે નાના અને ગરીબ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવે. રાજ્ય સરકારે એવા ખેડૂતો પાસેથી એમનું નામ, સ્ત્રી છે કે પુરુષ, એસસી-એસટી, બેંક ખાતાની જાણકારી અને મોબાઈલ નંબર ભેગા કરવા કહ્યું છે.
આ યોજનાની ઓફલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા :
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ નીચે જણાવેલા પુરાવા રજુ કરવાના રહેશે.
1. આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
2. ખેડૂત ખાતેદારના ખાતાની વિગત
3. બેન્ક પાસબુક/બેન્ક ખાતા નંબર અને IFSC કોડ સહિતની માહિતી
4. એકરાર નામું સહિતના આધાર પુરાવાઓ
આ પુરાવા લઈને એમણે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવાનો રહેશે.
તમારા વિસ્તારના તલાટી પાસેથી તમને એનું ફોર્મ મળી રહેશે. અને ખેડુત લાભાર્થીને એકરારનામાની વિગત ગ્રામ પંચાયત ખાતેથી મળી રહેશે. જેમાં તેઓએ તમામ વિગતો ભરી પોતાની સહી સાથે અરજી રજુ કરવી પડશે.
આ જાણકારી તમારા તમામ મિત્રો અને સંબંધીઓને શેર કરવા વિનંતી, જેથી જરૂરિયાતમંદ ખેડૂત સુધી તે પહોંચી શકે.
વીડિઓ 1 :
વીડિઓ ૨ :