જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ખરાબ દ્રષ્ટિ થવા પર શરીરના આ અંગો પર થાય છે અસર

મનુષ્ય પર શનિની ખરાબ દ્રષ્ટિ હોય તો શરીરના આ અંગો પર થાય છે તેની અસર, જ્યોતિષ શાસ્ત્રમાં જણાવી છે આ વાત

શની ગ્રહને તમામ ગ્રહો માંથી સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શની ગ્રહની ખરાબ અસરમાં રહે છે, તો તેને કારણે તેમના જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થવા લાગે છે, વ્યક્તિ દર વખતે કોઈને કોઈ મુશ્કેલીમાં ફસાયેલા રહે છે.

પૃથ્વી ઉપર અલગ અલગ સ્થાનો ઉપર ગ્રહ નક્ષત્ર પોત પોતાની અસર નાખે છે, જેના કારણે જ અલગ અલગ પ્રકારની જાતિઓ, ઝાડ, છોડ અને ખનીજોનો જન્મ થાય છે, માણસના શરીર ઉપર પણ આ ગ્રહની ખરાબ અસર અને સારી અસર પડે છે. પરંતુ જાણકારીના અભાવે વ્યક્તિ હંમેશા આ તમામ વસ્તુ ધ્યાન બહાર કરી દે છે.

જો ગ્રહોની માણસ ઉપર ખરાબ અસર રહે છે, તો આપણા શરીરના અંગ ખરાબ થવા લાગે છે, જો તમે સમયસર તેને જાણી લેશો, તો તમે ખરાબ અસરથી બચી શકો છો, તમે સમયસર તેની જાણ લગાવીને ગ્રહોના ઉપાય કરી શકો છો, આજે અમે તમને શનીની ખરાબ અસર થવાથી વ્યક્તિના શરીરના ક્યા અંગ ઉપર અસર પડે છે? તેના વિષે જાણકારી આપવાના છીએ, તેની સાથે જ જો શનીની ખરાબ અસર છે, તો તે સ્થિતિમાં તમે ક્યા ઉપાય કરો, તેની પણ જાણકારી તમે મેળવો.

આવો જાણીએ શનીની ખરાબ અસર થવાથી શરીરના ક્યા અંગો થાય છે પ્રભાવિત

નાભી સાથે જોડાયેલી તકલીફો :-

જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે આપણા શરીરમાં નાભી જીવનનું કેન્દ્ર હોય છે, જો શની દ્વારા તમને ખરાબ અસર થાય છે, તો તે સ્થિતિમાં નાભી સાથે જોડાયેલા રોગ ઉત્પન્ન થવા લાગે છે, જો તમારી નાભીમાં કોઈ પ્રકારની તકલીફ ઉભી થઇ રહી છે, તો કે તમને કોઈ બીમારીનો અણસાર આવવા લાગે છે, તો તમે તેનું તરત સમાધાન કરો.

સામુદ્રીક શાસ્ત્ર મુજબ નાભીનો આકાર જોઇને ઘણું બધું જાણી શકાય છે, જો તમે તમારી નાભીને સારી રાખવા માગો છો, તો તેના માટે તમે રોજ સૂર્ય નમસ્કાર કરો, તે ઉપરાંત જો તમે નાભી ઉપર સરસીયાનું તેલ લગાવો છો, તો તેનાથી તે મુલાયમ રહે છે, જો તમે ઘી લગાવો છો, તો તેનાથી પેટની અગ્નિ શાંત થાય છે અને તે ઘણા રોગોમાં ઘણી લાભદાયક માનવામાં આવે છે.

હાડકાઓ સાથે જોડાયેલી તકલીફો :-

આપણા આખા શરીરની સંરચના હાડકાઓના માળખા માંથી બનેલું છે, જો આપણા હાડકા મજબુત નથી, તો કાંઈ પણ સારું નહિ હોય, જો તમારા શરીરના હાડકા નબળા છે, તો તમે કોઈ પણ કામ કરવામાં સક્ષમ નહિ હો, તે ઉપરાંત શારીરિક તકલીફો ઉભી થતી રહેશે.

જો તમારા હાડકા મજબુત છે, તો તમારું બધું જ મજબુત રહેશે, કેલ્શિયમ અને આયરનની ખામીને કારણે જ હાડકા નબળા થવા લાગે છે, જો તમે તમારા હાડકા મજબુત કરવા માગો છો? તો રોજ નિયમિત રીતે કસરત કરો, તેની સાથે જ તમે રોજ તડકામાં તાપી શકો છો અને અને કેલ્શિયમ-આયરન યુક્ત વસ્તુનું સેવન કરી શકો છો.

તે ઉપરાંત જો તમને હાડકાઓ સાથે જોડાયેલી તકલીફો ઉત્પન્ન થઇ રહી છે, તો તે શનીની ખરાબ અસર હોઈ શકે છે, શનીની ખરાબ અસરને કારણે જ અકસ્માત દરમિયાન હાડકા તૂટે છે, જેનો ઈલાજ ઘણો લાંબો ચાલતો રહેશે, જો તમારે શનીની મહાદશા માંથી છુટકારો પ્રાપ્ત કરવો છે, તો શનિવારની સાંજે તમે છાયાનું દાન કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.