જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય તમને બનાવી શકે છે માલામાલ, શનિદેવ આપશે શુભ ફળ.

શનિદેવ એક એવા દેવતા છે, જેનું નામ સાંભળીને માણસના મનમાં ગભરામણ થવા લાગે છે, શનીદેવને સૌથી ગુસ્સા વાળા દેવતા તરીકે માનવામાં આવે છે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ખરાબ દ્રષ્ટિ તેની ઉપર ન રહે, લોકો હંમેશા શની કૃપા પ્રાપ્ત કરવા માટે જાત જાતના ઉપાય અપનાવે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ તો એવું કહેવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનીદોષ રહેલા હોય છે, તો તેના કારણે જ તેને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી બધી અડચણોનો સામનો કરવો પડે છે પરંતુ એવું નથી કે તમે શનિદેવને પ્રસન્ન નથી કરી શકતા, તમે થોડી સરળ રીતે શનીદેવના ઉપાય કરીને તેને ખુશ કરી શકો છો.

આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘણા જ અસરકારક ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ, જો કોઈ પણ પ્રકારના તમારી ઉપર શનીદોષ છે, તો આ ઉપાયો કરવાથી તમારા તમામ દોષો માંથી છુટકારો મળશે, આ ઉપાયો કરવાથી શનીદેવની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહેશે અને તમે માલામાલ થઇ શકો છો.

આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ પાસેથી શુભ ફળ મેળવવાના ઉપાય

જો તમે શનિદેવને પ્રસન્ન કરીને તેની કૃપા પ્રાપ્ત કરવા માગો છો, તો શનિવારના દિવસે સવારના સમયે થોડા કાળા તલ, લોટ, ખાંડને એક સાથે ભેળવીને તેને કીડીઓને ખાવા માટે આપો, તમારે આ ઉપાય સતત ૭ શનિવાર સુધી કરવાના રહેશે, તેનાથી વહેલી તકે તમને શુભ ફળ મળશે.

તમામ પ્રકારની અડચણો દુર કરવા માટે તમે શનિવારના દિવસે એક વાટકીમાં સરસીયાનું તેલ લઈને તેમાં તમારો ચહેરો તેમાં જોઈ અને તે તેલને કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિને દાન કરી દો.

જો તમે શનિદેવ પાસે વહેલી તકે શુભ ફળની પ્રાપ્તિ કરવા માગો છો, તો તેના માટે શનિવારના દિવસે સવારના સમયે કાળા તલ, કામળો, લોખંડના વાસણ, અડદની દાળ, કાળા કપડા દાન કરો, તમે આ વસ્તુને તમારી ક્ષમતા મુજબ દાન કરી શકો છો, તેનાથી તમને વહેલી તકે જ શુભ ફળની પ્રાપ્તિ થશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો શનિવારના દિવસે ઘરમાં બનેલી તાજી રોટલી ઉપર સરસીયાનું તેલ લગાવીને તેને કાળા કુતરાને ખવરાવી દેવામાં આવે, તો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

જો તમે તમારી તમામ મનોકામનાઓ પૂરી કરવા માગો છો અને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માગો છો, તો તેના માટે તમે શનિવારના દિવસે કોઈ પણ જુના પીપળાના ઝાડ નીચે ગાયના ઘી નો દીવો પ્રગટાવો અને ૧૦૮ વખત શની મંત્રના જાપ કરો, ત્યાર પછી તમારે પીપળાના ઝાડની સાત પરિક્રમા કરવાની રહેશે, તેની સાથે જ તમે તમારી મનોકામનાઓની પુરતી માટે શનિદેવને પ્રાર્થના કરો.

જ્યોતિષ શાસ્ત્રમાં આ ઉપાય ઘણો જ પ્રભાવશાળી માનવામાં આવે છે, આ ઉપાય કરવાના થોડા જ દિવસો પછી તમને તેની અસર જોવા મળશે અને તમારી ઘણી બધી મનોકામનાઓ પૂરી થઇ શકે છે.

જો તમે શનિવારના દિવસે કોઈ પણ હનુમાન મંદિરમાં જઈને સુર્યાસ્તના સમયે કાળા ઘોડાની નાળ કે પછી નાળની ખીલી માંથી બનેલી લોખંડની વીંટી તમે તમારી મધ્ય આંગળીમાં પહેરો છો, તો તેનાથી તમને લાભ મળે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.