રામાયણ અનુસાર દરેક પતિ-પત્નીને ખબર હોવી જોઈએ પોતાના સંબંધ સાથે જોડાયેલી 6 મહત્વપૂર્ણ વાતો

રામાયણમાં જણાવ્યા મુજબ દરેક પતિ પત્નીને પોતાના સંબંધો અને પોતાના સંબંધો સાથે જોડાયેલી થોડી વિશેષ જવાબદારીઓ અને હક્કની ખબર હોવી જોઈએ. રામાયણ વિષે જાણ્યા પછી ઘણા લોકોને લાગે છે કે શ્રીરામ અને સીતાનું લગ્ન જીવન સારું ન હતું. તેમના જીવનમાં સુખ ન હતું. પરંતુ એ વાત ખોટી છે. શ્રીરામ અને સીતાને ભૌતીક સુખ જરૂરી ન હતું. તેમણે તો બસ એક કર્તવ્ય અને અધિકારોને સારી રીતે સમજ્યા. જેથી થોડા સમયમાં જ એમને લગ્ન જીવનનું સુખ ઘણું બધું મળ્યું. શ્રીરામ અને સીતાના સંબંધો જોઈને આપણે પણ થોડી વાતો શીખવી જોઈએ.

રામાયણમાં જણાવ્યા મુજબ પતિ પત્નીના સંબંધો કાંઈક આવા હોવા જોઈએ.

૧. રામાયણના જણાવ્યા મુજબ સીતા સાથે લગ્ન કરીને ભગવાન શ્રીરામે સફળ લગ્ન જીવનનો પાયો નાખ્યો. સીતાને ભગવાન શ્રી રામ દ્વારા લગ્ન પછી ઉપહાર તરીકે વચન આપવામાં આવે છે, કે જેવી રીતે બીજા રાજાઓ ઘણી રાણીઓ રાખે છે, ઘણા લગ્નો કરે છે, તે એવું ક્યારે પણ નહિ કરે. હંમેશા સીતા પ્રત્યે જ નિષ્ઠા રાખશે.

૨. રામાયણના જણાવ્યા મુજબ લગ્નના પહેલા દિવસે જ એક દિવ્ય વિચાર આવ્યો. સંબંધોમાં વિશ્વાસ અને આસ્થાનો સંચાર થઇ ગયો. સફળ ગૃહસ્થીનો પાયો નખાયો. શ્રીરામે પોતાનું એ વચન નિભાવ્યું પણ હતું. અને સીતાને જ તમામ અધિકાર પ્રાપ્ત થયા. શ્રીરામે તેને ક્યારે ઓછા નથી ગણ્યા.

૩. રામાયણ કહે છે કે પતિ પાસે જ બધી અપેક્ષાઓ રાખવી અને પતિને તમામ મર્યાદાઓ અને નિયમોમાં પોતાની રીતે છૂટ આપવી એકદમ નિષ્પક્ષ અને ન્યાયથી અલગ છે. પતિ પત્ની ત્યારે સાર્થક છે જયારે તેમની વચ્ચેનો પ્રેમ હંમેશા એવો ને એવો જ તાજગીભર્યો રહે. ત્યારે તો પતિ પત્નીને બે શરીરમાં એક જીવ કહે છે. બન્નેની અપૂર્ણતા જયારે પૂર્ણતામાં ફેરવાઈ જાય છે તો અધ્યાત્મના રસ્તે આગળ વધવું સરળ અને આનંદપૂર્ણ બની જાય છે.

૪. રામાયણમાં જણાવ્યું છે કે સ્ત્રીમાં એવા ઘણા ઉત્તમ ગુણ હોય છે, જે પુરુષોએ અપનાવી લેવા જોઈએ. પ્રેમ, સેવા, ઉદારતા, સમર્પણ અને ક્ષમાની ભાવના સ્ત્રીઓમાં એવા ગુણ છે, જે તેને દેવી જેવું સન્માન અને ગૌરવ પૂરું પાડે છે.

૫. રામાયણમાં જે રીતે પતિવ્રતની વાત કરવામાં આવી રહી છે, તે મુજબ પત્નીવ્રત પણ એટલું જ જરૂરી અને મહત્વનું છે. જોકે ઊંડાણ પૂર્વક વિચારીએ તો એ વાત સ્પષ્ટ થાય છે, કે પત્ની માટે પતિ વ્રતનું પાલન કરવું જેટલું જરૂરી છે તેનાથી વધુ જરૂરી છે પતિનું પત્ની વ્રતનું પાલન કરવું. બન્નેનું મહત્વ સરખું છે. કર્તવ્ય અને અધિકારોની દ્રષ્ટિએ એક સરખું જ છે.

૬. રામાયણમાં જણાવ્યા મુજબ જે નિયમ અને કાયદા પત્ની ઉપર લાગુ થાય છે, તે પતિ ઉપર પણ લાગુ થાય છે. ઈમાનદારી અને નિષ્પક્ષ થઇને જો વિચારીએ તો એ સાબિત થાય છે, કે સ્ત્રી પુરુષની સરખામણીએ વધુ મહત્વપૂર્ણ અને સન્માનની હક્કદાર છે.