એસીડીટી થી તરત છુટકારો અપાવશે કેળા, ઈલાયચી અને વરીયાળી સહિત ૬ ફૂડસ, આવી રીતે કરો ઉપયોગ

વધૂ મસાલાવાળું ભોજન ખાવાથી શરીરમાં તેને પચાવવા વાળા એસીડસ ને બનવાની જરૂર વધુ રહે છે. એસીડસ ના આ અસંતુલન ને કારણે એસીડીટી થાય છે . તેવામાં વારંવાર દવાઓના સેવનથી ઉત્તમ છે કે તમે કોઈ ઘરગથ્થું ઉપચાર નો ઉપયોગ એસીડીટીથી છુટકારો મેળવવા માટે કરો. આજે અમે તમને થોડા એવા જ ઉપાયો વિષે જણાવવાના છીએ.

દૂધ – દૂધ કેલ્શિયમ નો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તે એસીડીટી ને દુર કરવામાં ઉપયોગી હોય છે. એસીડીટી ને લીધે જ ગળું અને છાતીમાં થતી બળતરાથી છુટકારો મેળવવા માટે એક ગ્લાસ ઠંડુ દૂધ પીવો.

કેળા – કેળા પોટેશિયમનો સારો સ્ત્રોત હોય છે. સાથે જ તેમાં ફાઈબર પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. તે પેટમાં એસિડના પ્રમાણ ને સંતુલિત કરે છે. એસીડીટી થાય તો પાકા કેળાનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે.

વરીયાળી – વરીયાળી પેટને ઠંડુ રાખવામાં ફાયદાકારક છે. મોટાભાગના ભોજનાલયોમાં તેથી જ ભોજન પછી વરીયાળી આપવાની પરંપરા છે. એસીડીટી થાય તો થોડી એવી વરીયાળી પાણીમાં ઉકાળીને આખી રાત માટે મૂકી દો અને સવારે ઉઠીને તે પાણીનું સેવન કરો. તે કબજિયાત થી છુટકારો અપાવે છે.

ઈલાયચી – પેટની ચુંકમાં અને પાચન સબંધી તકલીફ ને સારી કરવામાં ઈલાયચી ખુબ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરમાં જરૂર કરતા વધુ એસીડ બની શકતો નથી. એસીડીટી થાય તો ઈલાયચીને પાણીમાં નાખીને ઉકાળી લો અને તેને ઠંડુ કરીને પીવો. તરત આરામ મળશે.

લવિંગ – લવિંગ ને દાંત નીચે દબાવીને રાખવાથી તેનો સ્વાદ તમારા આખા મોઢામાં ફેલાઈ જાય છે. તે સ્વાદ મોઢામાં વધુ પ્રમાણમાં લાળ બનાવે છે જેનાથી પાચન ક્રિયા સરળ બને છે. પાચન સારું રહેવાથી એસીડીટી થી પોતાની જાતે જ આરામ મળી જાય છે.

તુલસી – તુલસી માં એન્ટી-અલ્સર ગુણ મળી આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડસ ની અસરને ઓછી કરવામાં અસરકારક હોય છે. એસીડીટીની અનુભૂતિ થવા થી તરત તુલસીના થોડા પાંદડા ચાવો. ફાયદો થશે.

એસીડીટી માટે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> એમ્સ નાં ડોક્ટર ની સલાહ એસીડીટી થી પરેશાન છો તો જલ્દી બદલો આ 8 આદત, દુર થશે તકલીફ

એસીડીટી માટે બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> જો તમે પણ એસીડીટી થી પરેશાન છો તો વાંચો આવા નાના નિયમ જેનાથી એસીડીટી થી મુક્તિ પામશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.