જો તમે પણ એસીડીટી થી પરેશાન છો તો વાંચો આવા નાના નિયમ જેનાથી એસીડીટી થી મુક્તિ પામશો.

વારંવાર એસીડીટી થવાથી લોકો એન્ટાસિડ તથા એ.સી.ડી.ટી.ની મોંઘી દવાઓ તરફ દોરાય છે.

રાજીવજી દિક્ષીતજીનું કહેવું છે કે એ.સી.ડી.ટી.નું સાચું કારણ ખાવા પીવાની ખોટી આદતો છે. જો આ આદતોમાં ફેરફાર કરવામાં આવે તો એ.સી.ડી.ટી.માંથી કાયમી છુટકારો મળી શકે છે.એ.સી.ડી.ટી.ની દવાથી તમારી કિડની ખરાબ થઇ શકે છે.

જયારે આપણે ખોરાક લઈએ છીએ તો તેને પચાવવા શરીરમાં એસિડ બને છે. જેની મદદ વડે ખોરાક સરળતા થી પચી જાય છે. આ જરૂરી પણ છે. પરંતુ આ એસિડ કયારેક એટલી વધુ માત્રામાં બને છે કે તેના કારણે માથાનો દુખાવો, છાતીમાં બળતરા અને પેટમાં ચાંદા, અને ચાંદા પછી કેન્સર પણ થવાની શક્યતા રહે છે.

એ.સી.ડી.ટી. ખુબ જ ભયાનક બીમારી છે. તેમાં ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો આમાંથી છુટકારો મેળવવો હોય તો, તમે ગૌમૂત્ર પી લો તેનાથી એ.સી.ડી.ટી. બિલકુલ થશે નહીં. રાજીવભાઈએ આના માટે એક સરળ અને સસ્તી રીત બતાવી છે, પાણી થોડું થોડું મમળાવી મમળાવી ને પીઓ ક્યારેય એ.સી.ડી.ટી. નહીં થાય. આ ઉપાયથી તમે એ.સી.ડી.ટી. થવાને રોકી શકો છો, ખોરાક ખુબ ચાવી ચાવીને ખાઓ, ક્યારેય એ.સી.ડી.ટી. નહીં થાય.

આ એ.સી.ડી.ટી. એને પણ થઇ શકે છે, જે ઝડપથી ખોરાક ખાય છે.ખોરાક ખાવાની બાબતમાં આયુર્વેદિકમાં કહેવામાં આવ્યું છે કે, ખોરાકને ખુબ જ શાંતિ થી ઘીમે ધીમે ખાવો જોઈએ.

ખોરાકનો એક કોળીઓ 32 વખત ચાવવાનો છે. હવે આને 32 ગણું કરી રાજીવભાઈએ ખાઈને જોયું કે 4 રોટલી ખાવાની હોય અને દરેક ટુકડો 32 વખત ચાવવાનો છે હોય તો 20 મિનિટ નો સમય લાગશે,જો કોઈ 4 થી વધારે 6 રોટલી ખાય તો, વધુમાં વધુ 30 મિનિટનો સમય લાગશે 30 મિનિટ થી વધુ સમય નહીં લાગે.

તમે જમતી વખતે થોડુ ચાવવા માં વધારે ધ્યાન આપો તો તે તમારા માટે સારી બાબત છે. જાનવરો ખોરાકને કેટલો ચાવે છે, ગાય, ભેંશ ખોરાક લે છે તે સમયે દોઢથી બે કલાક સુધી ચાવતું રહે છે, જેને વાગોળવું કહીએ છીએ, એટલા માટે તો એ આપણા થી વધુ સ્વસ્થ છે.

આગળ જાણો એ.સી.ડી.ટી.થી રાહત મેળવવાના ઘરગથ્થુ ઉપચારો

લવિંગ: લવિંગ ચાવીને અથવા તે ઉકાળીને તેનું પાણી પીવો, આ ગેસ અને એ.સી.ડી.ટી.માંથી રાહત અપાવે છે.

ઠંડુ દૂધ : ઠંડુ દૂધ પેટમાં જઈને એસિડનું તટસ્થ કરે છે. પેટને ઠંડક આપે છે.

લીબું, ખાવાનો સોડા : એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાખો અને તેમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખીને તરત પી લો.

કેળું : કેળાના બેઝીક ગુણધર્મ પેટના એસિડનું તટસ્થીકરણ કરે છે અને એ.સી.ડી.ટી. અને ખાટા ઓડકારથી રાહત આપે છે.

આદુ : બળતરા થાય ત્યારે આદુનો એક ટુકડો ચાવવો, એક ચમચી મધમાં આદુનો રસ ભેળવીને પણ લઇ શકો છો.

વિડીયો