એસીડીટી અને હાઈપર એસીડીટીનો ચપટીમાં તુરંત ઈલાજ જાણી લો મફતની તાત્કાલિક સારવાર

શું તમે જાણો છો, એસીડીટીની દવા થી થઇ શકે છે કીડની ખરાબ. જ્યારે આપણે ભોજન કરીએ છીએ તેને પચાવવા માટે શરીરમાં એસીડ બને છે. જેની મદદથી આ ભોજન સારી રીતે પચી જાય છે. તે જરૂરી પણ છે. પણ ક્યારેક ક્યારેક તે એસીડ એટલો વધુ પ્રમાણમાં બની જાય છે કે તેના કારણે જ માથામાં દુખાવો, છાતીમાં બળતરા અને પેટમાં અલ્સર કે પછી કેન્સર થવાની શક્યતા થઇ જાય છે.

તે સમયે નિયમિત જ ઘરમાં ઈનો કે પીપીઆઈ (પ્રોટીન પંપ ઇન હીબીટર્સ) દવાનું સેવન કરતા રહ્યા છીએ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ દવાઓ આરોગ્ય માટે નુકશાનકારક છે. આપણે એવા ઘણા મુર્ખ લોકોને પણ જોયા છે કે જે એસીડીટી થાય એટલે ઠંડા પીણા પેપ્સી કે કોલા પીવે છે એવું વિચારીને કે તેનાથી એસીડીટી કન્ટ્રોલ થશે. આવા લોકોને ભગવાન જ બચાવી શકે છે.

તો આવી સ્થિતિમાં કેવી રીતે કરવો એસીડીટીનો ઈલાજ :

આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગંભીર થી ગંભીર એસીડીટી ને ચપટી વગાડી સરળતાથી ઈલાજ તમારા વિચારવાથી કેટલાય ગણું વધુ અસરકારક છે. તો શું છે આ સારવાર. તે દરેક રસોડાની શોભા છે. દરેક નમકીન પકવાન તેના વગર અધુરો છે. તે છે તમારા રસોડામાં રહેલું જીરું. જી હા જીરું.

કેવી રીતે કરવું જીરું નું સેવન :

જયારે પણ તમને એસીડીટી થઇ જાય કેટલી પણ ગંભીરમાં ગંભીર એસીડીટી હોય તમારે બસ જીરું કાચું ચાવી ચાવીને ખાવાનું છે. એસીડીટીના હિસાબે અડધાથી એક ચમચી (અઢીથી પાચ ગ્રામ) જીરું ખાવ. તેની ૧૦ મિનીટ પછી હુંફાળું પાણી પી લો. તમે જોશો તો તમારી તકલીફ ચપટી માં દુર થઇ જશે.

આ ઉપર જણાવેલ નુસખો મેં ઘણા લોકો ઉપર અજમાવેલ છે. અને તેમનો અનુભવ એવો છે કે જેમ કે જાદુ. તો તમે પણ તે અજમાવો. જીરું શરદી માં પણ તમે ચાવી ને ખાજો તો શરદી માં પણ એટલું જ સારું રિઝલ્ટ મળશે

આભાર, મહેરબાની કરીને અમારી પોસ્ટને ફેસબુક ઉપર શેયર કરતા રહો. તેનાથી અમારી હિમ્મત વધતી રહેશે. અને તમારી સેવામાં નવા નવા અનુભવ લઈને ફરી હાજર રહીશું.