એમ્સ નાં ડોક્ટર ની સલાહ એસીડીટી થી પરેશાન છો તો જલ્દી બદલો આ 8 આદત, દુર થશે તકલીફ

હમેશા એસીડીટી થવાથી લોકો એન્ટાસીડ કે એસીડીટી ની મોંધી દવાઓ તરફ ભાગે છે. એમ્સ ભોપાલ ના આયુષ વિભાગના ડો.અજય સિહ બધેલ નું કહેવું છે કે એસીડીટી નું મૂળ કારણ ખાવા પીવાની ખોટી ટેવો છે. જો આ ટેવોમાં ફેરફાર કરશો તો એસીડીટી થી કાયમ ને માટે છુટકારો મેળવી શકાય છે.

આવો જાણીએ કઈ 8 ટેવો છે જેમાં ફેરફાર કરવાથી એસીડીટી માં કાયમ માટે છુટકારો મેળવી શકાય છે.

ફેરફાર ૧- ખાવા ની વચ્ચે ૩-૪ કલાકથી વધુ અંતર ન રાખો.

કારણ – ખાવાનું પચવામાં ૩-૪ કલાક લાગે છે ત્યાર પછી પેટમાં પોતાની મેળે એસીડ બનવાનું શરુ થઇ જાય છે.

ફેરફાર ૨ – રોજ નક્કી કરેલા સમયે જ ખાવ

કારણ – બ્રેન અને પેટ ની મેમરી માં ખાવાનો સમય નક્કી હોય છે, સમય થાય એટલે શરીર માંથી ડાયજેસ્ટવ એસીડ ફરતો થવા લાગે છે.

ફેરફાર ૩ – ખાવાનું ધીરે ધીરે સારી રીતે ચાવીને ખાવું

કારણ – ખાવાનું સારી રીતે ચાવવાથી ખાવાના મોટા ટુકડા ડાયજેસ્ટ કરવા માટે પેટ વધુ એસીડ ફરતું કરે છે.

ફેરફાર ૪ – તમારી જમવાની ટેવમાં ફેરફાર કરો

શું કરવું – સ્પાઈસી,ઓયલી,ફાસ્ટ ફૂડ સિવાય વધુ ફાયબર,નટ્સ,લીલા શકભાજી,બીન્સ વગેરા ખાઓ

ફેરફાર ૫ – અલ્કલાઈન ફૂડસ નું પ્રમાણ વધારો

કારણ – અલ્કલાઈન ફૂડસ એસીડીટી ને ન્યુટ્રલ કરે છે સોડા વાળું લીંબુ પાણી,સલાડ,ગાજર,ખીરું ખાવ,પાણી વધુ પીઓ

ફેરફાર ૬ – એન્ટીબાયોટીક કે ગરમ દવાઓનું સેવન ઓછું કરીને આયુર્વેદ કે હોમિયોપેથી ની દવા લો.

કારણ – એલોપેથી ની દવાયો ગરમ પડે છે અને તેના સાઈડ ઈફેક્ટ થવાથી એસીડીટી થાય છે

ફેરફાર ૭ – સુવાના ૩-૪ કલાક પહેલા ડીનર લો.

કારણ – સુતા સમયે ડાયજેશન ની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ભોજન કરીને તરત સુવાથી એસીડીટી ની તકલીફ વધે છે.

ફેરફાર ૮ – વોક,કસરત કે યોગ કરો.

કારણ – ફીજીકલ એક્ટીવીટી ન થવાથી ડાયજેશન પ્રોપર નથી થતું અને એસીડીટી વધી જાય છે. રોજ અડધો કલાક ની વોક કે કસરત જરૂરી છે.

આગળ જાણો એસિડીટીથી રાહત નાં ઘરગથ્થુ ઉપચાર

લવિંગ – લવિગ ચાવો કે લવિગ ઉકાળીને તેનું પાણી પીઓ.તે ગેસ અને એસીડીટી માં રાહત અપાવે છે.

ઠંડું દૂધ – ઠંડું દૂધ પેટમાં જઈને એસીડ ને ન્યુટ્રી લાઈટ કરે છે. પેટને ઠંડક પહોચાડે છે.

લીંબુ,ખાવાના સોડા – એક ગ્લાસ ઠંડા પાણીમાં એક ચમચી લીમ્બુનો રસ હલાવીને તેમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખી ને તરત જ પી લો.

કેળા – કેળાની અલ્ક્લાઇન પ્રોપર્ટી પેટના એસીડ ને ન્યુટરીલાઈટ કરે છે અને એસીડીટી અને ખાટા ઓડકાર થી રાહત અપાવે છે.

આદુ – બળતરા થાય ત્યારે એક ટુકડો આદુ ચાવો એક ચમચી મધ માં આદુ નો રસ મિલાવીને લઇ શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.