અચાનક ધન લાભ મેળવવા માટે કરો આ અચૂક 6 ટોટકા, આને કરવાથી જ થઇ જશે ધનની વર્ષા

દરેક પોતાના જીવનમાં વધુ ધન કમાવા માંગે છે અને ધન કમાવા માટે લોકો દિવસ રાત મહેનત પણ કરતા રહે છે. પરંતુ છતાં પણ વધુ ધન કમાવામાં નિષ્ફળ રહે છે. જો તમે પણ શ્રીમંત બનવાની ઈચ્છા ધરાવો છો અને વધુ પૈસા કમાવા માગો છો, તો તમે મહેનતની સાથે સાથે નીચે જણાવેલા તુટકા પણ કરો. આ તુટકા કરવાથી ધન લાભ થાય છે અને લક્ષ્મીમાંની કૃપા જળવાઈ રહે છે.

ધન લાભ મેળવવા માટે કરો આ ચમત્કારિક તુટકા

પીપળાના ઝાડની પૂજા કરો

પીપળાના ઝાડની પૂજા કરવાથી અને પીપળાના ઝાડ ઉપર સફેદ અને લાલ રંગની ધજા ચડાવવાથી ધન લાભ થાય છે. એટલા માટે દર ગુરુવારના દિવસે આ તુટકો જરૂર કરો.

તિજોરીમાં રાખો કમળનું ફૂલ

તમે તમારા વેપાર વાળી જગ્યાએ કે પછી ઘરની તિજોરીમાં એક કમળનું ફૂલ રાખી દો. આ ફૂલને તમે કોઈ કપડામાં લપેટીને જ તિજોરીમાં રાખો અને એક મહિના પછી આ ફૂલની જગ્યાએ બીજુ કમળનું ફૂલ રાખી દો. કમળના ફૂલ સાથે જોડાયેલો આ તુટકો તમે શુક્રવારના દિવસે કરો. આ તુટકો કરવાથી લક્ષ્મીમાં પ્રસન્ન થઇ જશે અને તમને ધન લાભ થઇ જશે.

ઘરના ઇશાન ખૂણામાં પ્રગટાવો દીવો

તમે દર શુક્રવારના દિવસે તમારા ઘરના ઇશાન ખૂણામાં સાંજના સમયે એક દીવડો પ્રગટાવી દો. દીવો પ્રગટાવવાથી તમારી આર્થિક સ્થિતિ સારી બની રહેશે અને તમને પૈસામાં લાભ થતો રહેશે.

ઘરમાં લગાવો નાગકેસરનો છોડ

નાગકેસરનો છોડ ઘણો શુભ હોય છે અને આ છોડને ઘરમાં લગાવવાથી અને રોજ આ છોડ ઉપર પાણી ચડાવવાથી આવકમાં વૃદ્ધી થાય છે. એટલા માટે તમે કોઈ શુભ મુહુર્ત દરમિયાન નાગકેસરનો છોડ તમારા ઘરના આંગણામાં લગાવી દો અને આ છોડની દેખરેખ કરો. આ છોડ ઉપરાંત તમે ધારો તો તમારા ઘરમાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. મની પ્લાન્ટના છોડને પણ ધન સાથે જોડીને જોવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે મની પ્લાન્ટનો છોડ ઘરમાં હોવાથી આર્થિક સ્થિતિ હંમેશા સારી બનેલી રહે છે.

તિજોરીમાં રાખો કુબેર યંત્ર

કુબેરને ધનના દેવતા કહેવામાં આવે છે અને ઘરમાં કુબેરની મૂર્તિ હોવી ઘણી જ શુભ હોય છે. એટલા માટે તમે તમારા ઘરના મંદિરમાં કુબેર ભગવાનની એક મૂર્તિ રાખી દો. મૂર્તિ ઉપરાંત તમે એક કુબેર યંત્ર તમારી તિજોરીમાં કે પછી પૈસા રાખવાની જગ્યા ઉપર રાખી દો. કુબેર યંત્ર ઘરમાં હોવાથી તમને પૈસાની તંગી નહિ આવે અને પૈસામાં હંમેશા બરકત જળવાઈ રહેશે.

કુવા પાસે દીવો પ્રગટાવો

ધન લાભની ઈચ્છા ધરાવતા લોકો કુવા સામે એક ઘીનો દીવો પ્રગટાવો અને કુવાની પૂજા કરો, આ તુટકો કરવાથી ધનમાં વૃદ્ધિ થઇ જશે. આમ તો આ તુટકો કરતી વખતે તમે એ વાતનું ધ્યાન રાખશો કે દીવો પ્રગટાવ્યા પછી પાછા વળીને ન જોશો અને કોઈ સાથે વાત કર્યા વગર તમારા ઘરે આવી જાવ. તમે આ તુટકાને શનિવારના દિવસે કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.