છોકરીને લગાવ્યો છોકરાનો હાથ, એશિયાનો પહેલો હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરી ભારતીય ચિકિત્સકોએ દેખાડ્યો કમાલ…

આજકાલ ટેકનીકલ અને વિજ્ઞાનના યુગમાં લોકો માટે સાચા ભગવાન ડોક્ટર જ છે જે પોતાની કુશળતા થી ગંભીરમાં ગંભીર રોગોનો ઈલાજ કરીને લોકોને નવું જીવન આપે છે. કોઈ અકસ્માત કે ઘાતક બીમારીથી ઘેરાયેલ પછી જયારે માણસની તમામ આશાઓ પૂરી થઇ જાય છે ત્યારે તેને નવું જીવન પાછું લાવવાની કળા ડોક્ટર જ દેખાડે છે.

એવી જ કમાલ કરી બતાવેલ છે ભારતીય ડોકટરો એ જ્યાં અકસ્માતમાં બન્ને હાથ ખોઈ બેસેલી છોકરીને છોકરાના હાથ લગાવીને ફરી જીવવાનું કારણ આપ્યું છે. સાથે જ આ એશિયાનું પહેલું હેંડ ટ્રાન્સપ્લાંટ પણ છે જે કરવાનું ગૌરવ ભારતને મળેલ છે.

મહારાષ્ટ્ર પુનામાં એક ૧૯ વર્ષની છોકરીને આ ટ્રાન્સપ્લાંટ દ્વારા નવું જીવન મળેલ છે. આ છોકરીના બન્ને હાથ એક અકસ્માતમાં ગુમાવેલ હતા. હવે તેને એક છોકરાના ડોનેટ કરેલા આર્મ (કોણી ની નીચેનો હાથ) લગાવવામાં આવેલ છે જેથી આવનાર દિવસોમાં છોકરી પોતે પોતાનું કામ કરી શકશે.

અકસ્માતમાં બન્ને હાથ ગુમાવ્યા પછી ગુમાવી બેઠી હતી જીવનની આશા :

ખાસ કરીને ગયા વર્ષે સપ્ટેમ્બર માં એન્જીનીયરીંગ ની વિદ્યાર્થીની શ્રેયા સીદ્દનાગોડ શ્રેયા પુના ના મનિપાલ ઇન્સ્ટીટ્યુટ ઓગ ટેકનોલોજી બસ દ્વારા જઈ રહેલ હતી અચાનક તેની બસનું અકસ્માત થઇ ગયું અને તે ખરાબ રીતે ઘાયલ થઇ ગઈ.

આ અકસ્માતમાં શ્રેયા ના બન્ને હાથ નકામાં થઇ ગયા હતા. શ્રેયા સીદ્દનાગોડ અસહાય બનીને પોતાની આંખો સામે પોતાના જીવનને હાથમાંથી સરકી જતા જોઈ રહી હતી. પણ જ્યારે તેના કુટુંબના લોકોને આ વાતની ખબર પડી કે દીકરીનું હેંડ ટ્રાન્સપ્લાંટ થઇ શકે છે તો તેના જીવનમાં નવી આશા જન્મી અને આ આશાને સાકાર કરી બતાવેલ કોચ્ચીના ડોકટરોની એક ટુકડીએ.

હેંડ ડોક્ટરની દિશા નિર્દેશનમાં ૩૬ ડોકટરોની ટુકડીએ કર્યું સફળ હેંડ ટ્રાન્સપ્લાંટ :

શ્રેયાનું આ હેંડ ટ્રાન્સપ્લાંટ ઓપરેશન કોચ્ચીના અમૃતા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના પ્લાસ્ટિક એંડ રીકંસટ્રકટીવ વિભાge કરેલ છે. આ ઓપરેશન હેંડ ડોક્ટર સુબ્રહ્યન્યમ અઈય્યર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં ૨૦ સર્જન અને ૧૬ એનસ્થેટીસ્ટ જોડાયેલ હતા.

ડોકટરોનું માનીએ તો આ ઓપરેશન લગભગ ૧૩ કલાક ચાલેલ, ત્યાર પછી ડોક્ટરોએ શ્રેયા ના હાથ પાચા આપવામાં સફળતા મેળવી. તેની સાથે જ એવો દાવો કરવામાં આવી રહેલ છે કે એશિયાની પહેલી એવી સર્જરી છે જેમાં તેના કોણીથી નીચેના હાથ ની જગ્યાએ ૨૦ વર્ષના છોકરાનો હાથ લગાવેલ છે.

આ સફળ ટ્રાન્સપ્લાંટ પછી શ્રેયા ઘણી ખુશ છે અને કહે છે, ‘હું ખુશ છું કે હવે મારી પાસે હાથ છે. કેવું લાગે છે તેનાથી ફરક નથી પડતો. હું ફરી વખત પોતાના હાથનો ઉપયોગ કરીને વહેલામાં વહેલી તકે આત્મનિર્ભર થવા માગું છું.’