એક્ટિંગની દુકાન નથી ચાલી તો ડાયરેક્ટર બની મેળવી સફળતા, હવે કરોડોમાં રમે છે આ 7 સ્ટાર્સ

અભિનય કરવો એ દરેકની હેસિયતની વાત નથી હોતી. તમે તમારા ફિલ્મી બેકગ્રાઉન્ડના આધારે ભલે ફિલ્મોમાં કામ મેળવી પણ લો. પરંતુ સાચા જજ તો દર્શકો જ હોય છે. જો તેને તમારું કામ પસંદ ન આવ્યું તો તે તમને રીજેક્ટ કરવામાં જરા પણ વાર નથી લગાડતા. તેવું જ થોડા આ કલાકારો સાથે પણ થયું. કોઈ કારકિર્દીની શરૂઆતમાં જ ઉંધે માથે પડ્યા તો કોઈને પોતાની વધતી ઉંમરને લઈને અભિનયની દુકાન બંધ કરવી પડી. તેવામાં આ કલાકારોએ મગજ દોડાવ્યું અને નિર્દેશન એટલે ફિલ્મ ડાયરેકશનના ક્ષેત્રમાં જતા રહ્યા.

અરબાજ ખાન

સલમાન ખાન બોલીવુડમાં કેટલા મોટા સુપરસ્ટાર છે એ બતાવવાની જરૂર નથી. આમ તો તેના નાના ભાઈ અરબાજ ખાનનો અભિનયમાં પોતાનો જાદુ કાંઈ ખાસ ન ચાલ્યો. તે પોતાને એક સારા કલાકાર તરીકે સાબિત ન કરી શક્યા. તેવામાં અરબાજે અભિનયથી વધુ ધ્યાન ડાયરેક્ટર તરીકે આપ્યું. તેમની ‘દબંગ’ અને ‘દબંગ ૨’ બોક્સ ઓફીસ ઉપર સુપરહિટ સાબિત થઇ.

ટૂંક સમયમાં જ ‘દબંગ 3’ પણ આવવાની છે. આમ તો આ ફિલ્મમાં અરબાજ ખાન ડાયરેક્ટર નથી પરંતુ તે પ્રોડ્યુસર છે. આમ તો આ દબંગ સીરીઝમાં અરબાજને સફળતા અપાવવામાં સલમાન ખાનનો મોટો ફાળો રહ્યો છે. એક બીજી વાત એ છે કે નિર્દેશન કરવા છતાં પણ અરબાજે અભિનય છોડ્યો નથી, તે કોઈને કોઈ ફિલ્મમાં આવતા રહે છે.

રાકેશ રોશન

આમ તો ૭૦ અને ૮૦ના દશકમાં રાકેશ રોશને ઘણી બધી હીટ ફિલ્મો આપી છે. આમ તો પાછળથી તેમની ઉંમર વધવા લાગી અને ફિલ્મો ખાસ ન ચાલી તો તે ડાયરેક્ટર બની ગયા. ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ ૧૯૮૭માં આવેલી ‘ખુદગર્જ’ હતી આ સાથે જ રાકેશ રોશને ‘કરણ અર્જુન’ ‘ખૂન ભરી માંગ’ ‘કહોના પ્યાર હે અને ક્રીશ જેવી સુપર હીટ ફિલ્મો પણ ડાયરેક્ટ કરી છે.

જુગલ હંસરાજ

‘મોહબ્બતે’ ફિલ્મથી પોતાના અભિનયની શરુઆત કરવા વાળા જુગલ હંસરાજને સુંદર દેખાવા છતાં પણ ફિલ્મોમાં વધુ કામ ન મળ્યું. તે મોટાભાગે સાઈડ રોલમાં જ જોવા મળ્યા. તેવામાં અભિનયની દુકાન બંધ કરી તેમણે ડાયરેકશનમાં પ્રવેશ કર્યો. સૌથી પહેલા તેમણે ‘રોડસાઈડ રોમિયો’ જેવી એનીમેટેડ ફિલ્મ ડાયરેક્ટ કરી ત્યારપછી ૨૦૧૦માં તેમની ‘પ્યાર ઈમ્પોસીબલ’ આવી. આમ તો તે પણ ફ્લોપ જ રહી.

આશુતોષ ગોવારીકર

ઘણા ઓછા લોકો જાણે છે કે લગાન, સ્વદેશ અને જોધા અકબર જેવી સુપરહીટ ફિલ્મોને ડાયરેક્ટ કરવાવાળા આશુતોષ ગોવારીકરે પહેલા અભિનયના ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો હતો. આમ તો તે ફ્લોપ થયા પછી તેઓ ડાયરેકશનમાં જતા રહ્યા.

પૂજા ભટ્ટ

મહેશ ભટ્ટની દીકરી અને આલિયા ભટ્ટની સાવકી બહેન પૂજા ભટ્ટે પણ પોતાની ફિલ્મી કારકિર્દીમાં થોડી હીટ ફિલ્મો જેવી કે ‘સડક’ અને ‘દિલ હે કી માનતા નહિ’ વગેરે આપી. આમ તો તે સમયે આ અભિનેત્રી વધુ દિવસો ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકી. તેવામાં ૨૦૦૪માં ‘પાપ’ ફિલ્મ ડાયરેક્ટ કરી તેમણે નિર્દેશન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યારપછી તેમણે ‘હોલીડે’ ‘જિસ્મ ૨’ અને ‘કાર્બેટ’ જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી.

અભિષેક કપૂર

‘કીતુર’ અને ‘રોક ઓન’ જેવી સારી ફિલ્મો ડાયરેક્ટ કરવા વાળા અભિષેક કપૂરે ‘ઉફ યે મોહબ્બત’ (૧૯૯૬) થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આમ તો તેમાં તેની કારકિર્દી કાંઈ ખાસ ન ચાલી અને તે નિર્દેશન કરવા લાગ્યા.

સુભાષ ધઈ

સુભાષ ધઈ એક ફેમસ બોલીવુડ ડાયરેક્ટર છે. ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે તેમણે પોતાની કારકિર્દીની શરુઆત ખાસ કરીને અભિનેતાથી કરી હતી. આમ તો તકદીર અને આરાધના જેવી ફિલ્મમમાં અભિનય પછી તેમને અહેસાસ થયો કે તે સારા અભિનેતા નથી. તેવામાં તે ડાયરેકશન કરવા લાગ્યા અને પાછળથી રામ લખન અને તાલ જેવી હીટ ફિલ્મો આપી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.