આ એક્ટર લગ્ન પહેલા રૂમમાં લગાવતો હતો પત્નીનું પોસ્ટર, થઇ ગયા છૂટાછેડા, જાણો કારણ.

લગ્ન પહેલા જ આ એક્ટર રૂમમાં પત્નીના પોસ્ટર લગાવીને કરતો આ કામ, થઇ ગયા તેના છૂટાછેડા. અર્જુન રામપાલ મોડલિંગમાંથી ફિલ્મોમાં આવ્યા છે. તે પોતાના ગુસ લુક્સ અને પર્સનાલિટીને કારણે યુવા ધડકનો પર રાજ કરે છે. અર્જુન રામપાલનો જન્મ 26 નવેમ્બર 1972 ના રોજ થયો હતો. તે હવે 48 વર્ષના થઈ ગયા છે. અર્જુન રામપાલનો જન્મ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. હાલના દિવસોમાં તે એનસીબીની રડાર પર છે. હાલમાં જ ડ્રગ્સના કેસમાં તેમના ઘરે છાપો મારવામાં આવ્યો હતો, અને તેમને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી તે કામને લઈને નહિ પણ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે.

અર્જુન રામપાલે મેહર જેસિયા સાથે કર્યા હતા લગ્ન : અર્જુન રામપાલે વર્ષ 1998 માં મિસ ઈંડિયા અને મોડલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા, અને લગ્નના 20 વર્ષ પછી તેમણે છૂટાછેડા લઇ લીધા. બંનેને બે દીકરીઓ પણ છે. છૂટાછેડા પછી બંને દીકરીઓની જવાબદારી મેહરને આપવામાં આવી છે. અને અર્જુન પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે. તે જલ્દી જ પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા (Gabriella Demetriades) સાથે લગ્ન કરી શકે છે. ગેબ્રિએલાએ થોડા સમય પહેલા જ અર્જુનના દીકરા અરિકને જન્મ આપ્યો હતો. અર્જુન અને ગેબ્રિએલાની પહેલી મુલાકાતની વાત કરીએ તો બંને એક પાર્ટીમાં મળ્યા હતા.

રૂમમાં પત્નીના પોસ્ટર લગાવતા હતા અર્જુન : જણાવી દઈએ કે જે સમયે અર્જુને મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા તે સમયે તે સ્ટ્રગલ કરી રહ્યા હતા. મેહર તે સમયે સુપરમોડલ હતી. કહેવામાં આવે છે કે તે સમયે અર્જુન મેહરના પોસ્ટર પોતાના રૂમમાં લગાવતા હતા અને કહેતા હતા કે પત્ની હોય તો આવી. તેમની વાત સાચી પણ થઈ, તે તેમની પત્ની બની, પણ બંનેના સંબંધ હવે તૂટી ગયા છે.

રાજીવ રાયની ફિલ્મથી કરી શરૂઆત : અર્જુન રામપાલે રાજીવ રાયની રોમાન્ટિક ફિલ્મ ‘પ્યાર ઇશ્ક અને મહોબ્બત’ થી અભિનયની શરૂઆત કરી હતી. ગુડ લુકિંગ અને હેન્ડસમ હોવા છતાં તે અભિનયમાં કોઈ ખાસ જગ્યા નહિ બનાવી શક્યા, પણ તેમને અવગણવામાં પણ નહિ આવ્યા. ત્યારબાદ તેમણે ‘દીવાનાપન’ માં અભિનેતા તરીકે કામ કર્યું, પણ તે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.

ત્યારબાદ તે એશ્વર્યા રાય સાથે ફિલ્મ ‘દિલ કા રિશ્તા’ માં દેખાયા, પણ તે ફિલ્મ પણ આશા અનુસાર ચાલી શકી નહીં. ત્યારબાદ અર્જુન રામપાલને ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ મળવાના શરૂ થઈ ગયા, અને તેમણે જે પણ રોલ ભજવ્યા તે લોકોને પસંદ આવવા લાગ્યા. ‘રૉક ઑન’ માં અર્જુનની એક્ટિંગની ઘણી પ્રશંસા થઇ. ‘હાઉસફુલ’ માં પણ અર્જુનને પસંદ કરવામાં આવ્યા.

ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને કરી રહ્યા છે ડેટ : અર્જુન રામપાલ હાલના દિવસોમાં ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સને ડેટ કરી રહ્યા છે, જે સાઉથ આફ્રિકાની મોડલ છે. ગેબ્રિએલાનું નામ એફએચએમ (FHM’S) ની દુનિયાની 100 સૌથી સેક્સી મહિલાઓની યાદીમાં શામેલ થઈ ચૂક્યું છે. ગેબ્રિએલા 33 વર્ષની છે અને અર્જુન રામપાલ તેનાથી 14 વર્ષ મોટા છે. અર્જુન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે, અને તે ઘણીવાર ગેબ્રિએલા સાથેના ફોટા શેયર કરતા રહે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.