બોલીવુડમાં શોકની લહેર, ‘શોલે’ માં ‘કાલિયા’ ના પાત્રથી થયેલા મશહૂર અભિનેતાનું નિધન, જાણો વધુ વિગત

બોલીવુડના દિગ્ગજ અભિનેતા વિજુ ખોટેનું સોમવારે સવારે નિધન થઈ ગયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. 78 વર્ષના આ અભિનેતાએ મુંબઈમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધો. વિજુ ખોટેએ ફિલ્મ ‘શોલે’ માં ‘કાલિયા’ નું પાત્ર ભજવ્યું હતું. હિંદી ફિલ્મો સિવાય એમણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વિજુ ખોટેએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1964 માં કરી હતી.

શોલે સિવાય એમણે ફિલ્મ અંદાઝ અપના અપનામાં ભજવેલું ‘રોબર્ટ’ નું પાત્ર આજે પણ યાદ કરવામાં આવે છે. નિર્દેશક રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ 3’ માં પણ તે જોવા મળ્યા હતા. ફિલ્માં એમણે શમ્ભુ કાકાનું પાત્ર ભજવ્યું હતું. પોતાના કરિયરમાં વિજુ ખોટે એ 300 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો સિવાય વિજુ ખોટે થીએટરમાં પણ સક્રિય રહ્યા. મરાઠી થીએટરમાં એમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે.

વિજુને છેલ્લી વખત કોમેડી ફિલ્મ જાને ક્યું દે યારોમાં જોવામાં આવ્યા હતા. એ ફિલ્મ પહેલા એમણે ગોલમાલ , અજબ પ્રેમ કી ગજબ કહાની, મની હૈ તો હની હૈ, હલ્લા બોલ, શરારત, ખિલાડી 420, આગાઝ, હદ કર દી આપને, પુકારે, મેલા, બેટા હો તો એસા, આશિક આવારા, બંજારા, કફન, નાગિન વગેરે જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મ મેકર અશોક પંડિતે વિજુ ખોટેના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કરી હતી કે, ‘ઉત્તમ અભિનેતાઓમાંથી એક વિજુ ખોટેના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. એમના પરિવારને સાંત્વના.’

અભિનેત્રી ઈશા ગુપ્તાએ લખ્યું, ‘તમે હિંદી ફિલ્મોમાં યાદગાર રોલ ભજવ્યો, ધન્યવાદ ભારતીય સિનેમામાં યોગદાન આપવા માટે. વિજુ ખોટેજીની આત્માને શાંતિ મળે.’

અભિનેત્રી કવિતા કૌશિકે વિજુ ખોટેને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, એફઆઈઆર સીરીયલમાં તેમણે વિજુ ખોટે સાથે કામ કર્યું હતું.

ટિસ્કા ચોપડાએ વિજુ ખોટેને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું કે, ‘એમના દ્વારા ભજવાયેલા પાત્રોમાં આપણને નિશ્ચિત રૂપથી શોલેનું કાલિયા વાળું પાત્ર સૌથી વધારે પસંદ છે.’

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું.

અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, ક્રાઈમ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.