પોતાના દમ પર બોલીવુડમાં કરોડપતિ બન્યા છે આ એક્ટર્સ, એક તો છે 5177 કરોડની સંપત્તિનો માલિક

બોલીવુડ જગતમાં પૈસાની કોઈ કમી નથી, અને કોઈ નથી જાણતું કેટલા કલાકાર આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને એક નાના એવા સ્થાન ઉપરથી આજે એ સ્થાન ઉપર પહોંચી ગયા જ્યાં પહોંચવાની દરેકની ઈચ્છા હોય છે. બોલીવુડમાં ઘણા એવા કલાકાર છે જેમણે જમીન ઉપરથી આકાશ સુધીની સફર પૂરી કરી અને આજે કરોડોની સંપત્તિના માલિક છે. આજે અમે અમારા આ રીપોર્ટમાં તમને બોલીવુડના થોડા એવા જ કલાકારો વિષે જણાવીશું જેમણે પોતાની મહેનત અને આવડતના બળ ઉપર એટલા પૈસા કમાયા કે આજે તે કરોડપતિઓમાં ગણવામાં આવે છે.

નવાજુદ્દીન સિદ્દકી : વર્ષ ૧૯૯૯ માં આવેલી આમીર ખાનની ફિલ્મ ‘સરફરોશ’ થી પોતાના કેરિયરની શરુઆત કરનારા નવાજુદ્દીન સિદ્દકીએ જયારે ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારે કદાચ જ તમે તેને ઓળખતા હશો. ફિલ્મોમાં નાના મોટા સાઈડ રોલ કરનારા નવાજુદ્દીન આજે બોલીવુડના જાણીતા અભિનેતા છે. બોલીવુડમાં પોતાના બળ ઉપર પોતાની ઓળખ ઉભી કરનારા નવાજુદ્દીન આજે ફિલ્મોમાં કામ કરવા માટે કરોડો રૂપિયા ફી લે છે, પરંતુ એક સમય એવો હતો જયારે નવાજુદ્દીન પાસે રહેવાની જગ્યા સુધા ન હતી અને તે પોતાના એક સીનીયર સાથે એટલા માટે રહેતો હતો કેમ કે તે પોતાના સીનીયરને ખાવાનું બનાવીને ખવરાવતો હતો.

જેકી શ્રોફ : બોલીવુડમાં પોતાના સમયમાં જાણીતા અભિનેતા જેકી શ્રોફ એ પણ બોલીવુડમાં પોતાના બળ ઉપર જ પોતાની ઓળખ બનાવી હતી અને આજે બોલીવુડમાં એક સારા એવા સ્થાન ઉપર છે. આજના સમયમાં જેકી શ્રોફ સાઉથની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, અને આજે તે કરોડોની સંપત્તિના માલિક છે. જણાવી દઈએ કે તેમના દીકરા ટાઈગર શ્રોફ પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

સુનીલ શેટ્ટી : બોલીવુડમાં અન્નાના નામથી ઓળખાતા સુનીલ શેટ્ટીએ વર્ષ ૧૯૯૨ માં બોલીવુડમાં ફિલ્મ ‘બલવાન’ થી ડેબ્યુ કર્યુ હતું અને આ ફિલ્મથી મળેલી સફળતા પછી સુનીલએ ક્યારે પણ પાછું વળીને નથી જોયું, અને તેમના ભાગ્યમાં એક થી એક હિટ ફિલ્મો આવી. ગોડ ફાધર વગર બોલીવુડમાં પોતાની ઓળખ ઉભી કરનારા સુનીલ શેટ્ટી આજે કરોડોની સંપત્તિના માલિક છે.

શાહરૂખ ખાન : ટીવી જગત માંથી મોટા પડદા સુધીની સફરમાં શાહરૂખ પોતાના બળ ઉપર આગળ વધ્યા, અને આજે બોલીવુડમાં કિંગ ખાનના નામથી ઓળખવામાં આવે છે. પોતાના રોમાન્ટિક અંદાજ માટે ઓળખાતા શાહરૂખ દુનિયાના પૈસાદાર અભિનેતાઓ માંથી એક છે. ૭૪૦ મિલિયન ડોલર એટલે કે ૫૧૭૭ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. જણાવી દઈએ કે અભિનય ક્ષેત્રમાં શાહરૂખે એક ‘સર્કસ’ નામની ટીવી સીરીયલ માં કામ કરીને શરૂઆત કરી હતી.

કપિલ શર્મા : પોતાની કોમેડી સ્કીલના દમ ઉપર બોલીવુડમાં ઓળખ ઉભી કરનારા કપિલ શર્માએ પણ પોતાના કરિયરને એ સ્થાન ઉપર ઘણા ઓછા સમયમાં જ પહોંચાડી દીધું, જ્યાં પહોંચવા માટે લોકોને ઘણો લાંબો સમય લાગી જાય છે. ટીવી જગત માંથી ફિલ્મો સુધીની સફર કપિલએ પોતાની શક્તિ ઉપર કરી અને એક સફળ અભિનેતા બન્યા. આમ તો તેમના કરિયરમાં થોડા ઉતાર ચડાવ જરૂર આવ્યા પરંતુ તેમ છતાંપણ પોતાની મહેનત અને ધગશના બળ ઉપર તે ફરીથી એક વખત પોતાનો નવો શો લઇને પોતાના દર્શકોને ઈંટરટેન કરવા માટે આવી ગયા છે.

અક્ષય કુમાર : બોલીવુડમાં ખેલાડી નામથી ઓળખાતા અક્ષયની સફર પણ કાંઈક એવી જ રહી છે. જયારે તેમણે ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યુ હતું ત્યારે તેમને એટલી સફળતા મળી ન હતી પરંતુ પોતાના દ્રઢ નિશ્ચય અને ટેલેન્ટના બળ ઉપર આજે તે બોલીવુડના જાણીતા અભિનેતા છે.

અમિતાભ બચ્ચન : બોલીવુડના મહાનાયક અને શહેનશાહ કહેવાતા અભિનેતાએ પણ બોલીવુડમાં પોતાના બળ ઉપર પોતાની ઓળખ ઉભી કરી છે. જણાવી દઈએ કે જયારે અમિતાભએ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યુ હતું ત્યારે તેની લંબાઈ અને જાડો અવાજ હોવાથી તેને ઘણી ફિલ્મો માટે રીજેક્ટ કરવામાં આવ્યા. પરંતુ અમિતાભજીએ ક્યારે પણ હાર ન માની અને આજે તે સદીના મહાનાયક કહેવામાં આવે છે. અમિતાભ બચ્ચન વર્લ્ડના ટોપ ૧૦ રીચેસ્ટ અભિનેતાની યાદીમાં પણ નામ આવ્યું હતું.