એક વર્ષ પણ નથી ટકી શક્યા આ પ્રખ્યાત સ્ટાર્સના લગ્ન, નંબર 3 એ તો 2 મહિનામાં લઇ લીધા હતા છૂટાછેડા

લગ્નનું કોઈના પણ જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન રહે છે. આ દિવસને લઈને લોકોમાં ઘણી બધી ઈચ્છાઓ રહેલી હોય છે. માણસ દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે કે તે ક્ષણ હંમેશા માટે યાદગાર બની જાય. લગ્ન સાત જન્મોનું બંધન હોય છે, અને કહેવાય છે કે પતિ-પત્નીએ આ બંધન સાત જન્મો સુધી નિભાવવું પડે છે. પરંતુ કોઈ વખત આ વાત ખોટી પડી જાય છે જયારે આપણે પોતાની આસ-પાસ થનાર છૂટાછેડાઓને જોઈએ.

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે, જ્યાં થોડા થોડા દિવસોમાં છૂટાછેડાના સમાચાર સાંભળવા મળે છે. પરંતુ ચકિત કરી દેનાર વાત એ છે કે છૂટાછેડા થવા છતાં પણ કપલ એકબીજાના સારા મિત્ર હોય છે, અને સાથે ડિનર કે મુવી જવાનું આમની માટે સામાન્ય વાત હોય છે. આમાં ચકિત કરી દેનાર વાત એ છે કે સામાન્ય જીવનમાં આવું ઓછું જ જોવા મળે છે, જ્યાં બે લોકો એક બીજા સાથે છૂટાછેડા લીધા પછી એકબીજાના સારા મિત્ર બની જાય છે.

આજે અમે તમને આ લેખ દ્વારા એવા કપલને મળાવવા જઈ રહ્યા છીએ, જેમણે લગ્ન કર્યા પણ તે લોકોના લગ્ન એક વર્ષ પણ ટકી શકયા નહિ. સાત જન્મો સુધી નિભાવવા વાળા બંધનને તેઓ એક જન્મ પણ નિભાવી શક્યા નહિ.

1. મંદના કરીમી અને ગૌરવ ગુપ્તા : મંદના કરીમીને પ્રસિદ્ધિ પ્રખ્યાત શો બેગ બોસમાં મળી હતી. મંદાના કરીમીએ બિઝનેસમેન ગૌરવ ગુપ્તા સાથે લગ્ન 25 જાન્યુઆરી 2017 ના રોજ કાર્ય હતા. લગ્ન થવાને 6 મહિના જ થયા અને એમના છૂટાછેડા થઇ ગયા. મંદાનાએ પોતાના પતિ અને સાસરિયા વાળા ઉપર ઘરેલું હિંસા અને બળજબરી પૂર્વક ધર્મપરિવર્તન કરાવવાનો આરોપ લગાડીને છૂટાછેડા લીધા હતા.

2. કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમ : બોલીવુડમાં કરણ સિંહ ગ્રોવર એક સફળ અભિનેતા તરીકે ઓળખાય છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા નિગમ સાથે પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ તેમનો સંબંધ વધારે સમય સુધી ટકી શક્યો નહિ અને લગ્નના 10 મહિના પછી તેમણે છૂટાછેડા લઇ લીધા. ત્યારબાદ કરણે પોતાના બીજા લગ્ન વર્ષ 2012માં ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે કર્યા. આ સંબંધ પણ વધારે દિવસ ન ચાલતા તેમણે છૂટાછેડા લઇ લીધા. અને કરણે પોતાના ત્રીજા લગ્ન વર્ષ 2016 માં બોલીવુડ અભિનેત્રી બીપાશા બસુ થાયે કર્યા અને હજુ સુધી તેમના સંબંધમાં કોઈ વિવાદ આવ્યો નથી.

3. સારા ખાન અને અલી મર્ચન્ટ : 2006માં શરુ થયેલ સિરિયલ “વિદાઈ” થી પ્રસિદ્ધ થયેલ સારા ખાને વર્ષ 2010 માં પોતાના બોયફ્રેન્ડ અલી મર્ચન્ટ સાથે લગ્ન કરી લીધા હતા. તેમણે આ લગ્ન પ્રખ્યાત ટીવી શો બિગ બોસ દરમિયાન કર્યા હતા. પરંતુ આ લગ્ન વધારે સમય સુધી ટકી શકયા નહિ અને લગ્નના ફક્ત 2 મહિના પછી જ બંનેએ છૂટાછેડા લઇ લીધા. બે મહિના પછી સારાને અનુભવ થઇ ગયો હતો કે આ લગ્ન તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

4. પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહીરા : બોલીવુડ એક્ટર પુલકિત સમ્રાટએ વર્ષ 2014 માં શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના ફક્ત 12 મહિનામાં જ આમનો સંબંધ ડગમગવા લાગ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર યામી ગૌતમના કારણે આ બંનેના સંબંધમાં વિવાદ થવા લાગ્યા. વાત એટલી વધી ગઈ કે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2015માં બંનેએ છૂટાછેડા લઇ લીધા.

5. કરણ સિંહ ગીલ અને મલ્લિકા શેરાવત : મલ્લિકા શેરાવતના લગ્ન પાઈલટ કરણ સિંહ સાથે થયા, પરંતુ મલ્લીકાએ ક્યારે આ વાતનો સ્વીકાર કર્યો નથી કે તેણે ક્યારે લગ્ન કર્યા છે. પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું છે, કે તેમના પરિવાર વાળાઓએ આ વાતનો સ્વીકાર કર્યો છે કે મલ્લિકાનાં લગ્ન થઇ ગયા છે અને તેમના ફોટો પણ શેયર કર્યા છે.