CM ની વહુ થઈને પણ જરાપણ ઘમંડ કરતી નથી આ એક્ટ્રેસ, બાળકોને ચાલતી મુકવા જાય છે સ્કૂલ

ભારતમાં જો કોઈ ધારાસભ્યનો પણ કોઈ સંબંધી હોય, તો તે પોતાના તે પાવરનો ચારે તરફ ઉપયોગ કરે છે. પરંતુ બોલીવુડની આ હિરોઈનનો સ્વભાવ જરાપણ એવો નથી. અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ હિરોઈન જેનેલિયા ડિસુઝાની જેના સસરા એક સમયે મુખ્યમંત્રી હતા. પરંતુ આજે તેનું જીવન એટલું સાધારણ છે કે તેના બાળકોને પણ તે પગપાળા જ સ્કુલે મુકવા જાય છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ, જે હવે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમની પહોંચ આજે પણ છે. પરંતુ તેનો ફાયદો તેનો દીકરો રીતેશ દેશમુખ કે તેની વહુ નથી ઉઠાવતા.

કાંઈક આવું છે જેનેલિયાનું ડેઈલી રૂટીન :

બોલીવુડમાં ઘણી એવી હિરોઈન છે જેમણે લગ્ન પછી પોતાની કારકિર્દી છોડી પોતાના કુટુંબને પ્રાથમિકતા આપી. તેમાંથી એક છે જેનેલિયા ડિસુઝા જેમણે વર્ષ ૨૦૦૩ માં બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરુઆત ફિલ્મ ‘તુજે મેરી કસમ’ થી કરી હતી. ત્યાર પછી તેણે ઘણી બધી ફિલ્મો કરી. પણ કલાકાર રીતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા પછી જેનેલિયા પોતાની કારકિર્દી છોડીને પરિવાર સંભાળવામાં લાગી ગઈ.

જેનેલિયા ઘણી સુંદર છે અને ફિલ્મોમાં આવ્યા પછી તેના લાખો ફેંસ બની ગયા હતા. તેની ગણતરી ઇન્ડસ્ટ્રીની હોટ અને સુંદર હિરોઈનોમાં થવા લાગી હતી. રીતેશના પપ્પા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અને વર્ષ ૨૦૧૨ ના રોજ તેમનું અવસાન થઇ ગયું હતું.

વિલાસરાવ ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા અને તેમણે પોતાનું જીવન પાર્ટીને સમર્પિત કરી દીધું હતું. કરોડોની સંપત્તિની માલિક જેનેલિયા ડિસુઝાને જરાપણ ઘમંડ નથી, અને તે હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના સારા વર્તન માટે છવાયેલી રહે છે. રીતેશ અને જેનેલિયા હંમેશા સોશિયલ મીડિયા ઉપર પોતાના બંને દીકરા સાથે સારી સારી તસ્વીરો શેયર કરતા રહે છે.

તેની ક્યુટ જોડી બોલીવુડના હેપ્પી કપલ્સમાં જોડાયેલી છે અને ઇન્ડસ્ટ્રીમાં તેનું ખાસ નામ પણ છે. જેનેલિયા હંમેશા પોતાના દીકરાને સ્કુલે મુકવા જાય છે, જે મીડિયા દ્વારા જોવા મળી છે. હાલમાં જ તે પોતાના દીકરા સાથે મીડિયાના કેમેરામાં કેદ થઇ અને સોશિયલ મીડિયા ઉપર તેની ઘણી પ્રસંશા પણ થઇ રહી છે.

જેનેલિયા પોતાના સ્ટાઇલીશ લુકને કારણે હંમેશા સમાચારોમાં રહે છે, જોકે તેમણે ફિલ્મો સાથે ઘણા વર્ષો પહેલા સંબંધ તોડી દીધો હતો. તે પોતાના દીકરાને સ્કુલે પગપાળા મુકવા જાય છે, અને ત્યાર પછી પોતાના પતિ રીતેશ દેશમુખ સાથે જીમમાં પણ જાય છે. બે બાળકોની માં બન્યા પછી પણ જેનેલિયાની ફિટનેસ જોવા જેવી છે. જેનેલિયા અને રીતેશનો લવ અફેયર વર્ષ ૨૦૦૩માં શરુ થયો અને પછી ૯ વર્ષની રીલેશનશીપને તેમણે લગ્નમાં ફેરવી દીધા.

જેનેલિયા ડિસુઝા અને રીતેશ ટીકટોક ઉપર પણ પોતાના વિડીયો શેયર કરતા રહે છે. જેનેલિયા ડિસુઝાએ બોલીવુડ ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે બોલીવુડમાં ‘તેરે નાલ લવ હો ગયા’, ‘તુજે મેરી કસમ’, ‘જાને તું યા જાને ના’, ‘ફોર્સ’, ‘મસ્તી’, ‘લાઈફ પાર્ટનર’, ‘ચાન્સ પે ડાંસ’, ‘જય હો’ અને ‘રોકસ્ટાર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.