ઓછી ફિલ્મોથી જ આ બોલીવુડ અભિનેત્રીઓએ મેળવ્યું મોટું સ્થાન, જુવો એમના બાળપણના રેયર ફોટા

ટેલીવિઝનથી કારકિર્દી શરુ કરવાવાળી અભીનેત્રી યામિ ગૌતમ આજે પોતાનો ૩૧મો જન્મ દિવસ મનાવી રહી છે. તેના જન્મ દિવસ ઉપર તમને તેના બાળપણના થોડા એવા ફોટા દેખાડવાના છીએ જે જોઈને તમે પણ પોતાની જાતને કહેતા નહિ રોકી શકો ‘સો ક્યુટ’

અભિનેત્રી યામિ ગૌતમે પોતાની ફિલ્મી સફરની શરુઆત ૨૦૧૨માં રીલીઝ થયેલ ફિલ્મ ‘વિક્કી ડોનર’ સાથે કરી હતી. આ ફિલ્મમાં યામી સાથે અભિનેતા આયુષ્યમાન ખુરાના પણ હતા. આ ફિલ્મમાં યામિએ એક બેન્કરની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ઘણી પસંદ પણ કરી હતી.

યામિને બોલીવુડમાં માત્ર ૭ જ વર્ષ થયા છે. અને આ વર્ષોમાં તેણે ૪ હીટ ફિલ્મો આપી દીધી છે. હાલમાં જ યામીએ આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ‘બાલા’માં પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ પણ બોક્સ ઓફીસ ઉપર હીટ સાબિત થઇ.

યામીએ અભિનેતા વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ઉરી-દ સર્જીકલ સ્ટ્રાઈક’માં પણ કામ કર્યું છે. સાથે જ યામિ ઋત્વિક રોશન સાથે ફિલ્મ ‘કાબિલ’માં પણ જોવા મળી ચુકી છે. આ ફિલ્મમાં તેણે ડીપ અને ઈંટેન્સ પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા.

યામિ ગૌતમ હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના જયસિંહપુર ગામની છે. તેનો અભ્યાસ ચંડીગઢમાં થયો હતો. યામિ પહેલા આઈએએસ ઓફિસર બનવા માગતી હતી કેમ કે તે ઘણી જ હોશિયાર વિદ્યાર્થીની હતી. પરંતુ નસીબને કાંઈક બીજું જ મંજુર હતું.

યામીએ કારકિર્દીની શરુઆત દુરદર્શનની સીરીયલ ‘ચાંદ કે પાર ચલો’ થી કરી હતી. ત્યાર પછી તેણે કલર્સ ચેનલ ઉપર આવતી સીરીયલ ‘યે પ્યાર ન હોગા કમ’ માં કામ કર્યું. આ સીરીયલ પછી જ યામિ ઘણી ફેમસ બની ગઈ હતી. ત્યાર પછી યામિએ ફિલ્મો તરફ ધ્યાન આપવાનું શરુ કરી દીધું.

યામિ ગૌતમ હવે ટૂંક સમયમાં જ વિક્રાંત મેસી સાથે પોતાની આગામી ફિલ્મ ‘ગીન્ની વેડ્સ સની’ માં જોવા મળશે. આ દિવસોમાં તે આ ફિલ્મની તૈયારીમાં ઘણી વ્યસ્ત છે. થોડા દિવસો પહેલા વિક્રાંતે એક તસ્વીર શેર કરી તેની જાણકારી આપી હતી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.