બોલીવુડ અભિનેત્રી ભૂમિકા ચાવલાનો દીકરો છે ખુબ હેન્ડસમ, બની શકે છે બોલીવુડનો નવો સુપરસ્ટાર

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમણે પહેલી ફિલ્મમાં તો ઘણું નામ કમાયું પણ એ પછી જાણે કે ગાયબ જ થઈ ગઈ. પોતાની પહેલી ફિલ્મથી આ એક્ટ્રેસોએ દર્શકોના દિલ પર એક અલગ છાપ છોડી દીધી. તેમણે પોતાની પહેલી ફિલ્મથી જ દર્શકોને પોતાના દીવાના બનાવી દીધા. પણ આ હિરોઈનનો એક બે ફિલ્મ કર્યા પછી જાણે કે ગુમ જ થઈ ગઈ. દર્શક તેમની નવી ફિલ્મો જોવા માટે આતુર રહ્યા પણ તેમને એ તક ફરી મળી નહિ.

ભાગ્યશ્રી, ગ્રેસી સિંહ અને ભૂમિકા ચાવલા એવી જ અમુક હિરોઈનો છે, જેમણે પોતાના ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીત્યા પણ તે પછી તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું. આજે અમે એવી જ હિરોઈનની વાત કરવા જઈ રહ્યા છીએ જે એક સુપર હિટ ફિલ્મમાં કામ કરીને ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ અને લગ્ન કરી લીધા. અમે વાત કરવા જઈ રહ્યા છીએ હિરોઈન ભૂમિકા ચાવલાની.

ભૂમિકા ચાવલા સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’ માં જોવા મળી હતી. તે તેમની ડેબ્યુ ફિલ્મ હતી. ભૂમિકાની પહેલી જ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પણ આ ફિલ્મ પછી તેમને કોઈ સારી ફિલ્મ મળી નહિ, અને એક બે ફિલ્મોમાં કામ કર્યા પછી સાઈડ રોલમાં દેખાવા લાગી. જો કે તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી હિરોઈન છે.

ઘણા લોકોને એ વાત ખબર નહીં હોય કે, ભૂમિકા ચાવલાએ પોતાના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મ ‘yuvkudu’ થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2000 માં આવી હતી. દર્શકોએ આ ફિલ્મમાં ભૂમિકાને ઘણી પસંદ કરી હતી. ફિલ્મના હિટ થયા પછી તેમણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પણ વર્ષ 2003 માં આવેલી ફિલ્મ ‘તેરે નામ’ તેમની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ રહી. ભૂમિકા દેખાવમાં ઘણી સુંદર છે અને તેમના જેવો જ ક્યૂટ તેમનો દીકરો છે.

ભૂમિકાએ વર્ષ 2007 માં ભારત ઠાકુર સાથે લગ્ન કર્યા હતા. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે ભૂમિકાના દીકરાના અમુક સુંદર ફોટા લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, ભૂમિકાનો દીકરો હાલમાં તો ઉંમરમાં ઘણો નાનો છે, પણ આટલી ઉંમરમાં જ તે ઘણો ક્યૂટ અને હેન્ડસમ દેખાય છે. જે પણ તેને જુએ છે તે કહે છે કે, મોટો થઈને તે સુપરસ્ટાર બનશે અને તમે પણ તેના ફોટા જોઈને એવું જ કહેશો.

તેરે નામ સિવાય ભૂમિકા ‘રન’, ‘જય હો’ , ‘દિલ ને જિસે અપના કહા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે, પણ તેમને જોઈતી સફળતા મળી નહિ. એટલા માટે આજે ભૂમિકાએ હિંદી ફિલ્મોથી અંતર બનાવી લીધું છે અને પોતાના પરિવારને સંપૂર્ણ સમય આપે છે. હાં, ક્યારેક ક્યારેક તે ફિલ્મોમાં સાઈડ રોલ કરી લે છે. હાલમાં તે ઘણા સમયથી પડદાથી દૂર છે અને દર્શક તેમની આજે પણ રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.