ફક્ત 40 ની ઉંમરની એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર કરી હતી આવી વાતો

આ હિરોઈને 40 ની જ ઉંમરમાં કરી દીધી આત્મહત્યા, ફેસબુક આવી વાતો કરીને પછી ભર્યું આ પગલું

40 ની ઉંમરમાં ભોજપુરી એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર ફેન્સ સાથે કરી હતી આ વાતો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા મહિનાઓથી સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમયે દરેકની નજર સતત સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાન કેસ પર અટકેલી છે. આ દરમિયાન 6 ઓગસ્ટે ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ફેમ ટીવી એક્ટર સમીર શર્માની આત્મહત્યાએ દરેકને ચોંકાવી દીધા છે. તો હવે ભોજપુરી એક્ટ્રેસ અનુપમા પાઠકે આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે.

ફક્ત 40 વર્ષની ઉંમરમાં અનુપમા પાઠકે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. ન્યુઝ એજન્સી IANS ની ટ્વીટ અનુસાર તેમણે મુંબઈમાં આવેલા પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. અનુપમાનો મૃત દેશ તેમના મુંબઈમાં દહિસરમાં આવેલા ઘરમાં લટકેલો મળી આવ્યો. અનુપમા મૃત્યુના એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર લાઈવ આવી હતી, અને ફેન્સ સાથે વાતો કરી હતી.

સમાચારો અનુસાર અનુપમાના ફ્લેટમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેમણે આ પગલું ભરવાના બે કારણ જણાવ્યા છે. આ સુસાઇડ નોટમાં લખ્યું છે, મેં એક મિત્રની વિનંતી પર મલાડની વિસડમ પ્રોડ્યુસર કંપનીમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. કંપનીએ મારા પૈસા ડિસેમ્બર 2019 માં પાછા આપવાના હતા. કંપની મારા પૈસા પાછા આપવામાં આનાકાની કરી રહી છે.

અનુપમાએ નિધન પહેલા છેલ્લી વાર પોતાના ફેન્સ સાથે ફેસબુક લાઈવમાં ઘણી બધી વાતો શેયર કરી હતી. તેમણે ઘણી એવી વાતોનો ઉલ્લેખ કર્યો, જે સામાન્ય રીતે લોકો કોઈના મર્યા પછી કરે છે. તેમણે વિડીયોમાં જણાવ્યું હતું કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે અને હવે તે કોઈના પર વિશ્વાસ નથી કરી શકતી.

અનુપમાએ ફેસબુક લાઈવમાં કહ્યું હતું કે, જો તમે કોઈના પર વિશ્વાસ કરીને તેમને પોતાની સમસ્યા જણાવો છો કે તમે પોતાનો જીવ આપવા વિષે વિચાર કરી રહ્યા છો, તો તે તમારા કેટલા પણ સારા મિત્ર કેમ ન હોય, તે તમને તેનાથી દૂર રહેવા માટે જ કહેશે. કારણ કે કોઈ નથી ઇચ્છતું કે મર્યા પછી તે તમારા કારણે મુશ્કેલીમાં ના પડી જાય. એટલું જ નહિ તે બીજાની સામે ન ફક્ત તમારો અનાદર કરશે પણ તમારી મજાક પણ ઉડાવશે. એટલા માટે ક્યારેય પણ પોતાની સમસ્યાઓને કોઈની સાથે શેયર ના કરો અને ક્યારેય કોઈને પોતાના મિત્ર ના સમજો.

તમને જણાવી દઈએ કે, અનુપમા બિહારના પૂર્ણિયા જિલ્લાની રહેવાસી છે. તેમણે ભોજપુરી ફિલ્મ અને ટેલિવિઝનમાં કામ કર્યું છે. પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.

વિડીયો :

Posted by Anupama Pathak on Saturday, August 1, 2020

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.