બોલીવુડની દુનિયામાં સંબંધ જેટલા જલ્દી બંધાય છે, એટલા જ જલ્દી તૂટે પણ છે. અહિયાંથી લગ્ન અને બ્રેકઅપના સમાચારો આવવા એકદમ સામાન્ય વાત છે. રીલેશનશીપમાં આવ્યા પછી કલાકાર જલ્દીથી પોતાના સંબંધોને લગ્નમાં ફેરવી લે છે, અને એ કારણ છે કે લગ્નના થોડા સમય પછી જ તેમાં ખટપટ શરુ થઇ જાય છે, અને પછી તે એક બીજાથી જુદા રહેવા લાગે છે. બે લોકો ક્યાં સુધી સાથે રહેવા માંગે છે કે નહિ, તે તેમની અંગત બાબત છે. પરંતુ આજે અમે થોડી એવી અભિનેત્રીઓની વાત કરી રહ્યા છીએ, જે છુટાછેડા લીધા વગર જ અલગ રહેવા લાગ્યા છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?
આમ તો છુટાછેડા પછી ઘણા બધા કપલ જુદા થાય છે, પરંતુ છુટાછેડા લીધા વગર જ અલગ થઇ જવું, એ વાત થોડી ખટકે જરૂર છે. ફિલ્મી દુનિયામાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે છુટાછેડા લીધા વગર જ પોતાના પતિથી જુદી રહેવા લાગી છે. એટલું જ નહિ, તે પોતાના જીવનમાં ઘણી વધુ ખુશ છે અને તેમાંથી થોડી અભિનેત્રીઓ માં પણ બની ચુકી છે. તો અમુક તો ટૂંક સમયમાં જ માં બનવાની છે. તો આવો જાણીએ કે આ સ્થિતિમાં કઈ કઈ અભિનેત્રીઓ રહેલી છે.
રાધિકા આપ્ટે :
બીલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની પ્રસિદ્ધ અભિનેત્રી રાધિકા આપ્ટે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પોતાના અભિનયથી તેણે લોકોને પોતાના દીવાના બનાવી લીધા. રાધિકા આપ્ટે જેટલી વધુ સુંદર ફિલ્મી લાઈફમાં દેખાય છે તેનાથી ઘણી વધુ તે રીયલ લાઈફમાં સુંદર છે. વર્ષ ૨૦૧૨ માં રાધિકા આપ્ટેએ બેનેડીકટ ટેલર સાથે લગ્ન કર્યા અને હવે તે પોતાના પતિથી જુદી રહે છે. હાલમાં તેના છૂટાછેડા થયા નથી.
સુરવિન ચાવલા :
ફિલ્મ હેટ સ્ટોરી-2 થી પોતાની ઓળખ ઉભી કરનારી સુરવિન ચાવલાએ ૨૦૧૫ માં અક્ષય ઠક્કર સાથે લગ્ન કરી લીધા. તેમનું ફિલ્મી કેરિયર તો સારું રહ્યું, પરંતુ લગ્ન જીવન વધુ સારું ન રહ્યું. લગ્ન પછી થોડા સમય પછી જ તે પોતાના પતિથી જુદી રહેવા લાગી અને હવે તે માં બનવાની છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા ઉપર પોતાની પ્રેગનેન્સીના સમાચાર ફેંસ સાથે શેર કર્યા હતા. તેમણે પણ પોતાના પતિથી છુટાછેડા નથી લીધા.
પ્રીતિ ઝાંગિયાની :
મોહબ્બતે ગર્લના નામથી પ્રસિદ્ધ પ્રીતિ ઝાંગિયાનીએ વર્ષ ૨૦૦૮ માં પ્રવીણ ડબાસ સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તે બોલીવુડની દુનિયાથી દુર થઇ ગઈ અને આજે તે એકદમથી દુર થઇ ચુકી છે. પ્રીતિ ઝાંગિયાનીને એક દીકરો પણ છે, જેને તે એકલી જ ઉછેરી રહી છે. તેમણે પોતાના પતિ સાથે છુટાછેડા નથી લીધા અને આજે એકલી રહે છે. પ્રીતિ ઝાંગિયાનીએ ફિલ્મ મોહબ્બતેથી પોતાના કેરિયરની શરુઆત કરી અને ત્યાર પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી, પરંતુ સફળતા ન મળી શકી.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.