પૂજા-પાઠ કરતા સમયે સુંદર લાગે છે આ 17 અભિનેત્રીઓ, ફોટોમાં જુઓ તેમના ધાર્મિક લૂક

આ અભિનેત્રીઓ પૂજા-પાઠ કરે ત્યારે એકદમ સુંદર દેખાય છે, ફોટામાં જોઈ શકો છો તેમનો ધાર્મિક લૂક

બોલિવૂડ હંમેશા તેની ગ્લેમર ઇમેજ માટે જાણીતું રહ્યું છે. ખાસ કરીને અહીંની અભિનેત્રીઓ ખૂબ જ બોલ્ડ હોય છે. તેઓ ઘણીવાર મોર્ડન અને વેસ્ટર્ન લુકમાં જોવા મળે છે. જો કે આજે અમે તમને આ અભિનેત્રીઓનો ધાર્મિક અવતાર બતાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તે પૂજા પાઠ કરે છે, ત્યારે તે પોતાની ડ્રેસિંગ શૈલી સંપૂર્ણ રીતે બદલી લે છે.

રાખી સાવંત :

મીડિયાની પ્રિય પુત્રી રાખી સાવંત ઘણીવાર પોતાના કટાક્ષપૂર્ણ નિવેદનોથી ચર્ચામાં રહે છે. રાખી કદાચ સામાન્ય જીવનમાં બોલ્ડ અવતારમાં ફરતી હોય, પરંતુ જ્યારે કોઈ ધાર્મિક કાર્ય થાય છે ત્યારે તે પરંપરાગત લુકમાં જ જોવા મળે છે. આ તસવીર ઈન્દ્રાણી મુખર્જીના ગણપતિ ઉત્સવની છે.

સમંતા રૂથ પ્રભુ :

સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ સમંતા રુથ પ્રભુ જ્યારે તિરૂમાલા મંદિરમાં પ્રાર્થના કરવા માટે આવી હતી, ત્યારે આ પ્રકારના ધાર્મિક દેખાવમાં જોવા મળી હતી.

રાશિ ખન્ના :

રાશી ખન્નાનો આ સંસ્કારી દેખાવ તિરૂમાલા મંદિરનો છે. આ લુકમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

તમન્ના ભાટિયા :

સાઉથ અને બોલિવૂડ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધી મેળવનારી તમન્ના ભાટિયાનો સાદગીથી ભરેલુ આ લુક અમૃતસરના સુવર્ણ મંદિરનો છે.

જુહી ચાવલા :

90 ના દાયકામાં પોતાના અભિનયથી દરેકનું દિલ જીતનાર જુહી ચાવલા પણ અમૃતસરના સુવર્ણ મંદિરમાં આ ધાર્મિક લુકમાં જોવા મળી હતી.

માધુરી દીક્ષિત :

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની આ સુંદર તસવીર તેમના ઘરમાં બિરાજમાન ગણપતિ બાપ્પા સાથેની છે. તે ગયા વર્ષના ગણેશ ઉત્સવની વાત છે.

સારા અલી ખાન :

કેદારનાથ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સારા અલી ખાન ફિલ્મની શરૂઆત પહેલા ખરેખર કેદારનાથ દર્શન કરવા ગઈ હતી. ત્યાં લોકોને સારાનો ધાર્મિક દેખાવ ખૂબ પસંદ આવ્યો હતો.

રાની મુખર્જી :

આ તસવીર ત્યારની છે જ્યારે રાની મુખર્જી દુર્ગાપૂજા દરમિયાન મુંબઈના એક પંડાલ(મંડપ) ના દર્શન કરવા માટે ગઈ હતી.

કાજોલ :

કાજોલ પણ દુર્ગાપૂજાને ખૂબ જ માને છે. તેની આ તસવીર પણ દુર્ગા પંડાલની છે.

કંગના રનૌત :

જ્યારે કંગનાની મણિકર્ણિકા ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે તે કુળદેવીના દર્શન કરવા ગઈ હતી. આ સમય દરમિયાન લોકોને કંગનાનું આ ધાર્મિક સ્વરૂપ જોવા મળ્યું હતું.

આલિયા ભટ્ટ :

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આ તસવીર કુંભ મેળા દરમિયાનની છે. અહીંયા તે પોતાની ફિલ્મ કલંકની રજૂઆત પહેલા આરતી કરવા આવી હતી.

શ્રદ્ધા કપૂર :

શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત દરમિયાન આ અવતારમાં જોવા મળી હતી.

કેટરિના કૈફ :

જ્યારે કેટરિનાની ટાઇગર ઝિંદા હૈ મૂવી રિલીઝ થવાની હતી ત્યારે તે આગ્રાના ફતેહપુર સીકરી ખાતે સલીમ ચિશ્તીની સમાધિએ માથું ટેકવા ગઈ હતી.

સની લિયોન :

પોતાની એડલ્ટ અને બોલ્ડ ઇમેજ માટે જાણીતી સની લિયોન પણ ખૂબ જ ધાર્મિક છે. તેમની આ તસ્વીર મુંબઈના પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિરની છે.

પ્રિયંકા ચોપડા :

પ્રિયંકાનો આ ધાર્મિક અવતાર એક સમયની મહાઆરતીનો છે. આમાં દેશી ગર્લ ખૂબ જ સંસ્કારી લાગે છે.

દીપિકા પાદુકોણ :

દીપિકા પણ ખૂબ જ ધાર્મિક વિચારો વાળી મહિલા છે. આ તસવીરમાં તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં જોવા મળી રહી છે.

ઉર્વશી રૌતેલા :

ઉર્વશીની આ સુંદર તસવીર માતા દુર્ગાને નમન કરવા સમયની છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.