‘સાથ નિભાના સાથીયા’ વાળી પરિધિ ના ઘરે વાગશે શરણાઈ, આ વ્યક્તિ બનશે તેનો અસલી પતિ

આજકાલ ટીવી પર એટલી ચેનલ આવે છે, કે જેને જોઇને માણસ કન્ફયુઝ થઇ જાય છે કે તે કઈ ચેનલ જુએ. જેટલી પણ ચેનલ હોય છે તેટલી જ વધારે સીરીયલ આવે છે. પણ થોડી જ સીરીયલ હોય છે જે દર્શકોને પસંદ આવે છે. ધારાવાહિકોની વાત કરીએ તો ઘણા વર્ષોથી સ્ટાર પ્લસ આપણા બધાનું મનોરંજન કરી રહ્યું છે. સ્ટાર પ્લસ એક એવી ચેનલ છે જેના પર અત્યાર સુધીમાં કેટલી બધી સૌથી સુપરહીટ સીરીયલ દેખાડવામાં આવી છે. ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી’, ‘કસૌટી ઝીંદગી કી’, ‘કહાની ઘર ઘર કી’ જેવા સુપરહિટ શો આ જ ચેનલ પર આવ્યા છે. અત્યારે પણ અહી કેટલીક સીરીયલ એવી છે જે દર્શકોનું ભરપુર મનોરંજન કરી રહી છે.

આજની વાત કરીએ તો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’, ‘યે હે મોહબ્બતે’ અને ‘સાથ નિભાના સાથીયા’ વગેરે કેટલાક સૌથી પોપ્યુલર શો છે, જે સ્ટાર પ્લસ પર બતાવવામાં આવી રહ્યા છે. આજે અમે વાત કરીશું તેમાના જ એક શો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હે’ ની. આ સીરીયલ સ્ટાર પ્લસ પર વર્ષ 2009 થી પ્રસારિત કરવામાં આવી રહી છે, અને અત્યાર સુધી આ સીરીયલના 2,220 થી પણ વધુ એપિસોડ ટેલીકાસ્ટ થઇ ચુક્યા છે. આમ તો આ સીરીયલનું દરેક પાત્ર પ્રસિદ્ધ છે. પણ આજની આ પોસ્ટમાં અમે વાત કરીશું લવી સાસનની જે સીરીયલમાં ‘પરિધિ’ નું પાત્ર નિભાવી રહી છે. જણાવી દઈએ કે સમાચાર એ છે કે લવીને પોતાનો હમસફર મળી ગયો છે અને જલ્દી જ તે લગ્ન કરવાની છે.

આ વ્યક્તિ સાથે કરવા જઈ રહી છે લગ્ન :

સીરીયલમાં ‘પરિધિ’ નું પાત્ર ભજવતી લવી સાસન રીયલ લાઈફમાં કુવારી છે. લવીનું પૂરું નામ લવલીન કોર સાસન છે. જમ્મુની રહેવાસી લવલી જલ્દી જ લગ્ન કરવાનું મન બની ગયું છે. તે જેની સાથે લગ્ન કરવાની છે તેનું નામ કૌશિક કૃષ્ણમૂર્તિ છે. કૌશિક વ્યવસાયે એક બિઝનેસમેન છે, અને મૂળ રૂપથી દક્ષીણ ભારતના રહેવાસી છે. ઘણા વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. જણાવી દઈએ વીતેલા વર્ષમાં કેટલાક મહેમાનોની ઉપસ્થિતિમાં બન્નેએ સગાઈ કરી હતી.

10 ફેબ્રુઆરીએ થશે લગ્ન :

હાલમાં એક ઈન્ટરવ્યું દરમિયાન લવીએ જણાવ્યું, કે અમે બન્ને 10 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવાના છીએ. લવીએ જણાવ્યું કે આ લગ્ન બે રીતી રીવાજોથી સંપન્ન થશે. આ લગ્ન પંજાબી અને દક્ષિણી રીતી રીવાજોથી થશે. તેમણે જણાવ્યું કે પહેલા તેમણે ઇટલીમાં લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો, પણ દાદા દાદી પાસે પાસપોર્ટ ન હોવાને કારણે તેમણે આ પ્લાન કેન્સલ કરવો પડ્યો.

હવે બન્ને આ લગ્ન અમૃતસર અને બેંગલુરુમાં કરશે. પંજાબી સ્ટાઈલ લગ્ન અમૃતસરમાં થશે ત્યાં જ સાઉથ ઇન્ડીયન લગ્ન બેંગલુરુમાં. લવીએ જણાવ્યું કે તેમની ફેમીલી પ્યોર પંજાબી સ્ટાઈલ લગ્ન કરવા માંગે છે, તેથી થોડા સમયથી તે અમૃતસરમાં રહી છે. તેમણે કહ્યું કે અમૃતસરના સ્વર્ણ મંદિરમાં લગ્ન કરવાની પરવાનગી નથી તેથી પહેલા તે લગ્ન કરશે પછી તે દર્શન કરશે.