બોલીવુડ ની હિરોઈન મધુ ની છોકરીઓ છે ઘણી સુંદર, પ્રિયંકા ના રીસેપ્શનમા જમાવી હતી મહેફિલ

મધુ બોલીવુડની એક એવી અભિનેત્રી છે જેમણે થોડી ગણી ગાંઠી ફિલ્મોમાં કામ કર્યા પછી પોતે ફિલ્મોથી દુર થઇ ગઈ હતી. તેની જોડી અજય દેવગન સાથે ઘણી હીટ હતી. અજય સાથે આવેલી તેની ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’ ઘણી હીટ થઇ હતી, અને આજે પણ લોકો આ ફિલ્મ જોવાનું પસંદ કરે છે. તે ફિલ્મ કર્યા પછી મધુને ઘણી લોકપ્રિયતા પાપ્ત થઇ હતી. પરંતુ ત્યાર પછી તે વધુ ફિલ્મોમાં જોવા મળી ન હતી. ભલે આજે તે ફિલ્મોથી દુર છે પરંતુ એક સમયમાં તે બોલીવુડ ઉપર રાજ કરતી હતી. મધુએ પોતાના કેરિયરની પીક ઉપર જ લગ્ન કરી લીધા હતા.

કેરિયરની પીક ઉપર જ કરી લીધા લગ્ન :

જેમ કે અમે જણાવ્યું કે મધુએ પોતાની કેરિયરની પીક ઉપર વર્ષ ૧૯૯૯ માં બિઝનેસમેન આનંદ શાહ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન કરતા જ તેનો કેરિયર ગ્રાફ નીચે ઉતરવા લાગ્યો. લગ્ન પછી તેને ફિલ્મોની ઓફર મળવાનું લગભગ બંધ થઇ ગયું, અને તેણે પોતે પણ બોલીવુડ માંથી વિદાય લેવાનું કહી દીધું. એવું નથી કે લગ્ન પછી મધુ કોઈ ફિલ્મમાં જોવા નથી મળી.

લગ્ન પછી પણ તેમણે થોડી ફિલ્મોમાં કામ કર્યુ હતું, પરંતુ તેની તમામ ફિલ્મો ફ્લોપ સાબિત થઇ. સતત ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ધીમે ધીમે તે પોતે જ બોલીવુડથી દુર થઇ ગઈ. હાલમાં જ પ્રિયંકા ચોપડાના રીસેપ્શનમાં મધુ પોતાની બે દીકરીઓ સાથે પહોંચી હતી. જણાવી દઈએ કે તેમની બન્ને દીકરીઓ ઘણી મોટી થઇ ગઈ છે, અને દેખાવમાં ઘણી સુંદર છે. જેમણે પણ મધુની દીકરીઓને જોઈ તે બસ તેને જોતા જ રહી ગયા.

ઘણી જ સુંદર છે દીકરીઓ :

મધુની બે દીકરીઓ છે જેનું નામ અમેયા શાહ અને કિયા શાહ છે. તેની મોટી દીકરી અમેયા ૧૮ વર્ષની છે અને નાની દીકરી કિયા ૧૬ વર્ષની છે. જેમ કે તમે જોઈ શકો છો કે મધુની બન્ને દીકરીઓ દેખાવમાં ઘણી સુંદર છે. તે સુંદરતામાં બોલીવુડની કોઈપણ અભિનેત્રીથી ઓછી નથી. આમ તો આજકાલ સ્ટાર કિડ્સનો જમાનો છે અને લોકો એક સ્ટારના સંતાનોની સરખામણી બીજા સ્ટારના સંતાનો સાથે કરે છે. સુંદરતાની બાબતમાં મધુની બન્ને દીકરીઓ જાહનવી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે કે પછી સુહાના ખાનથી ઓછી નથી.

એ વાત અલગ છે કે તેમની દીકરીઓને લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી, અને તે પોતાને હંમેશા લાઈમલાઈટથી દુર રાખે છે. પરંતુ પ્રિયંકાના રીસેપ્શન ઉપર મીડિયાનું ધ્યાન આ બે સુંદર છોકરીઓ ઉપર પડી જ ગયું, જે પોતાની માં સાથે પોઝ આપી રહી હતી. આ ફોટાને જોઈને તમે જ જણાવો કે મધુની બન્ને દીકરીઓ કોઈ પરીથી ઓછી છે શું.

ફોટામાં વચ્ચે હિરોઈન મધુ છે અને તેની જમણી તરફ મોટી દીકરી અમેયા છે અને ડાબી તરફ નાની દીકરી કિયા છે. મધુની મોટી દીકરી અમેયા બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે, અને આવનારા દિવસોમાં જલ્દી જ મોટા પડદા ઉપર જોવા મળી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.