પૈસા જોઈને આ બોલીવુડ હિરોઇનોએ કર્યા લગ્ન, નહિ તો આમના પતિઓને કોઈ ભાવ પણ આપતું નહોતું

એ કહેવત તો તમે સાંભળી જ હશે કે બાપ મોટા કે દીકરા, સૌથી મોટા દીકરા. એ વાત અમુક લોકો ઉપર એકદમ ફીટ બેસે છે. કહે છે ને કે પૈસા હોય તો બધું જ મેળવી શકાય છે. પૈસાથી જ રોટલી, કપડા અને મકાન ખરીદી શકાય છે. જો લેવડ દેવડ માટે પૈસાનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે તો એક મહિનાની અંદર આ દુનિયામાં હાહાકાર મચી જાય અને યુદ્ધ થઇ જાય.

પરંતુ એ વાત પણ સાચી છે કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે. પણ પૈસાથી ખાવાનું ખરીદી શકાય છે પણ ભૂખ નહિ, સુવા માટે સારી પથારી તો ખરીદી શકાય છે પણ ઊંઘ નહિ, ચોપડી તો ખરીદી શકાય છે પણ જ્ઞાન નહિ. પૈસા કાંઈ પણ કરાવી શકે છે અને તેના થોડા દાખલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળે છે. આજે અમે થોડી એવી અભિનેત્રીઓ વિષે વાત કરીશું જેમણે પોતાની સુંદરતાના બળ ઉપર મોટા મોટા ઉદ્યોગપતિઓ અને પૈસાદાર લોકો સાથે લગ્ન કર્યા છે. આ અભિનેત્રીઓને પ્રેમ મળ્યો નથી એ કહેવું તો મુશ્કેલ છે, પણ પૈસા પુષ્કળ મળ્યા છે.

શિલ્પા શેટ્ટી :

શિલ્પા શેટ્ટી બોલીવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. પોતાના ઠુમકાથી યુપી બિહાર લૂટવા વાળી આ અભિનેત્રી આજે પણ લાખો લોકોના દિલ ઉપર રાજ કરે છે. પરંતુ વર્ષ ૨૦૦૯ માં તેણે સામાન્ય દેખાતા બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા. ઘણા લોકોનું એવું કહેવું હતું કે રાજ ઘણો પૈસાદાર હતો એટલા માટે શિલ્પાએ પૈસા માટે તેની સાથે લગ્ન કર્યા. બ્રિટીશ મેગેઝીન મુજબ રાજ કુન્દ્રા પૈસાદાર લોકોની યાદીમાં ૧૯૮ નંબર ઉપર આવે છે.

જુહી ચાવલા :

જુહી ચાવલા ૯૦ ના દશકની સૌથી વધુ ડીમાંડીંગ હિરોઈન ગણવામાં આવતી હતી. તેની ચટપટી અદા ઉપર દુનિયા મરતી હતી અને દરેક નિર્દેશક તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. પોતાની સુંદરતાથી બધાને પોતાના દીવાના બનાવનારી જુહી ચાવલા એ ૧૯૯૫ માં બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા. કેમ કે એક તરફ જુહી તો ઘણી જ સુંદર અને ચાર્મિંગ હતી તે જય મેહતા એક સામાન્ય એવા દેખાતા વ્યક્તિ હતા. જણાવી દઈએ કે જુહી જયની બીજી પત્ની હતી એટલા માટે લગ્નના સમયે ઘણા લોકોએ કહ્યું કે જુહીએ આ લગ્ન માત્ર પૈસા માટે કર્યા છે.

શ્રીદેવી :

શ્રીદેવીને બોલીવુડની પહેલી ફીમેલ સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેણે પોતાના કરતા ૮ વર્ષ મોટા બોની કપૂર સાથે વર્ષ ૧૯૯૬ માં લગ્ન કર્યા હતા. ખાસ કરીને બોની કપૂરને ફિલ્મ ચાંદનીના શુટિંગ દરમિયાન શ્રીદેવી સાથે પ્રેમ થઇ ગયો હતો. એટલું જ નહિ શ્રીદેવી પણ તેના પ્રેમના પડી ગઈ હતી. પરંતુ ઘણા લોકોએ બન્નેના આ લગ્નને લીલી ઝંડી આપી ન હતી. ખાસ કરીને બોની કપૂર પહેલાથી જ પરણિત હતા અને બીજા લોકોનું માનવું હતું કે જાણીતા પ્રોડ્યુસર હોવાને કારણે શ્રીદેવીએ તેની સાથે લગ્ન કર્યા છે.

વિદ્યા બાલન :

ફિલ્મ ‘પરિણીતા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી વિદ્યા બાલન લોકોના દિલ ઉપર રાજ કરે છે. વિદ્યાએ ફિલ્મ ‘ડર્ટી પિક્ચર’ નો એક નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. પરંતુ શું તમે જાણો છો આ હિરોઈને પૈસા માટે સફળ પ્રોડ્યુસર સિધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. થોડા સમય સુધી એક બીજાને ડેટ કર્યા પછી બન્નેએ વર્ષ ૨૦૧૨ માં લગ્ન કરી લીધા. અમે તમને જણાવી દઈએ કે તે પહેલા સિદ્ધાર્થના બે વખત છૂટાછેડા થઇ ચુક્યા છે અને તે ડીઝની ઇન્ડિયાના ડાયરેક્ટર છે.

ટીના મુનીમ :

૮૦ ના દશકમાં બોલીવુડ અભિનેત્રી ટીના મુનીમએ સૌને પોતાની સુંદરતાના દીવાના બનાવી દીધા હતા. બોલીવુડ સ્ટારથી લઇને સામાન્ય લોકો તેની સુંદરતા ઉપર ફિદા હતા. પરંતુ વર્ષ ૧૯૯૧ માં ટીના મુનીમએ સામાન્ય દેખાતા ધંધાદારી અનીલ અંબાણી સાથે લગ્ન કરી લીધા. અનીલ અંબાણી ભારતના જાણીતા ઉદ્યોગપતિ છે. એટલા માટે ઘણા લોકોનું માનવું છે કે ટીના મુનીમએ તેના પૈસા માટે એની સાથે લગ્ન કર્યા છે.