આ પ્રખ્યાત અભિનેત્રીઓના રહી ચૂક્યા છે એકથી વધારે પતિ, નંબર 4 સાથે થયું હતું સૌથી ખરાબ.

ફિલ્મો અને ટીવીની આ હીરોઇનો કરી ચુકી છે એકથી વધારે લગ્ન, જાણો આ યાદીમાં કઈ કઈ હીરોઇનો શામેલ છે.

લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લગ્નને લઈને લોકોની ઘણી બધી ઈચ્છાઓ હોય છે. માણસ એ દરેક પ્રયત્ન કરવા માંગે છે, જેનાથી તે પોતાના લગ્નની ક્ષણ હંમેશા માટે યાદગાર બનાવી શકે. લગ્ન સાત જન્મોનું બંધન હોય છે અને કહે છે કે પતિ પત્નીના બંધન સાત જન્મો સુધી નિભાવવા પડે છે. પણ ઘણી વખત આ કહેવત ખોટી પડતી પણ જોવા મળે છે, જયારે આપણે આપણી આસપાસ થતા છૂટાછેડા જોઈએ છીએ.

બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાંથી અવાર નવાર છૂટાછેડાના સમાચારો આવતા રહે છે. પણ આશ્ચર્ય પમાડતી વાત એ છે કે, છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પણ આ દંપત્તિઓ એક બીજાના સારા મિત્ર બની રહે છે, અને સાથે ડીનર પર જવું કે પછી ફિલ્મ જોવા જવું પણ તેમના માટે એક સામાન્ય એવી વાત હોય છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એકથી વધુ લગ્ન કરવા હવે જાણે કે ફેશન બની ગઈ છે. ઘણી ઓછી જ એવી જોડીઓ છે જે વર્ષોથી પરણિત છે અને આજે પણ એક સુખી જીવન પસાર કરી રહ્યા છે. આજની આ પોસ્ટમા અને તમને બોલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની કેટલીક એવી અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેના એક નહિ બે લગ્ન થયા છે.

ડિમ્પી ગાંગુલી : ડિમ્પી ગાંગુલીએ પહેલા લગ્ન રાહુલ મહાજન સાથે એક રીયાલીટી શો દરમિયાન કર્યા હતા. થોડા સમય પછી બંનેના સંબધમાં કડવાશ આવવાનું શરુ થઇ ગયું અને 2015 માં તેમના છુટાછેડા થઇ ગયા. ત્યાર પછી ડિમ્પીએ રોહિત રોય સાથે બીજા લગ્ન કરી લીધા.

કાશ્મીરા શાહ : કોમેડિયન કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે પહેલા લગ્ન બ્રેડ લીસ્ટમેન સાથે કર્યા હતા. 2002 માં તેમના લગ્ન થયા હતા જે 2007 સુધી ટક્યા પછી તેઓ છૂટા પડી ગયા. ત્યારબાદ કાશ્મીરએ 2013 માં કૃષ્ણા સાથે લગ્ન કર્યા.

અર્ચના પુરણ સિંહ : અર્ચના પુરણ સિંહ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. પરમીત શેઠી પહેલા તેમના લગ્ન કોઈ બીજા સાથે થયા હતા. પહેલા લગ્ન તૂટી જવાથી તે પણ ઘણી તૂટી ગઈ હતી અને ફરી કોઈની સાથે લગ્ન કરવા માંગતી નહતી. પણ પરમીતના તેમના જીવનમાં આવવાથી તેમણે પોતાનો નિર્ણય બદલવો પડ્યો.

શ્વેતા તિવારી : શ્વેતા તિવારીનાના પડદાની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેના પહેલા લગ્ન વર્ષ 1998 માં રાજા ચોધરી સાથે થયા હતા. રાજા શ્વેતા પર હાથ ઉપાડતો હતો જેનાથી કંટાળી જઈને શ્વેતાએ તેની સાથે છૂટાછેડા લઇ લીધા. તેણે બીજા લગ્ન અભિનવ કોહલી સાથે કર્યા અને હવે તેનાથી પણ અલગ થઈને એકલી રહે છે.

નીલમ કોઠારી : બોલીવુડ અભિનેત્રી નીલમ કોઠારી પોતાના જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી હતી. તેના પહેલા લગ્ન લંડનના એક વેપારી સાથે થયા હતા. પણ તેમની વચ્ચે કાંઈ સારું ચાલી રહ્યું ન હતું, જેના કારણે જ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. સમીર સોની સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા પછી નીલમે તેની સાથે બીજા લગ્ન કરી લીધા.

દીપશીખા નાગપાલ : દીપશીખાના પહેલા લગ્ન અભિનેતા જીત ઉપેન્દ્ર સાથે થયા હતા. પણ 2007 માં છૂટાછેડા થઇ ગયા પછી તેમણે 2012 માં બીજા લગ્ન કેશવ અરોડા સાથે કરી લીધા.

તનાજ ઈરાની : અભિનેત્રી તનાજ ઈરાનીના પહેલા લગ્ન ફરીદ કુર્રીમ સાથે થયા હતા. ફરીદ એક થીએટર આર્ટિસ્ટ હતા. પણ બંનેના સંબંધ વધુ સમય સુધી ન ટકી શક્યા અને ફરીદ સાથે છૂટાછેડા લીધા પછી તનાજે બ્ખતીયાર ઈરાની સાથે લગ્ન કરી લીધા.

કિરણ ખેર : પોતાના જમાનાની પ્રસિદ્ધ કલાકાર કિરણ ખેરે બે લગ્ન કર્યા છે. કિરણ ખેરના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા પણ થોડા સમય પછી જ બંનેના છૂટાછેડા થઇ ગયા. ત્યાર પછી કિરણ ખેરે બીજા લગ્ન અનુપમ ખેર સાથે કર્યા અને આજે બંને એક આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.

બિંદીયા ગૌસ્વામી : એક સમયમાં બિંદીયા ગૌસ્વામી અને વિનોદ મેહરાના પ્રેમની ઘણી ચર્ચા ચાલતી હતી. બંનેએ લગ્ન કર્યા પણ અફસોસ કે તેમના આ લગ્ન વધુ સમય સુધી ન ચાલી શક્યા. પાછળથી બિંદીયાએ વિનોદ સાથે છુટાછેડા લઈને બોલીવુડ ડાયરેક્ટર જેપી દત્તા સાથે લગ્ન કરી લીધા.

યોગિતા બાલી : પોતાના જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી યોગિતા બાલીના પહેલા લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા પણ તે તેમની ત્રીજી પત્ની હતી. કિશોર કુમાર સાથે છૂટાછેડા પછી તેમણે મિથુન ચક્રવર્તી સાથે વર્ષ 1976 માં બીજા લગ્ન કરી લીધા.

આ માહિતી ન્યૂઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.