તે એક્ટ્રેસ જેને પરિવારના 5 લોકોની સાથે જ થઈ ગઈ હતી હત્યા, દોઢ વર્ષ પછી ફાર્મહાઉસ માથી મડયા હતા કંકાલ

મિત્રો આજે અમે તમને બોલીવુડ અભિનેત્રી લૈલા ખાન અને એમના આખા પરિવારના ખૂન વિષેની થોડી જાણકારી આપીશું. લગભગ દોઢ વર્ષ સુધી કોઈને ખબર ન પડી શકી કે લૈલા અને તેનું આખું કુટુંબ ક્યાં ગુમ થઇ ગયું? માયાનગરીની ઝાકમઝોળએ આ અભિનેત્રીને ઘણી ખ્યાતી અપાવી. ખાસ કરીને વર્ષ ૨૦૦૮ માં આવેલી ફિલ્મ ‘વફા : અ હેડલી લવ સ્ટોરી’ માં અભિનેત્રીએ જયારે પોતાનાથી બમણી ઉંમરના અભિનેતા રાજેશ ખન્ના સાથે બોલ્ડ સીન્સ આપ્યા તો તેની ચર્ચા બધાએ કરી. પાકિસ્તાનમાં જન્મેલી આ હિરોઈનનું નામ લૈલા ખાન. વર્ષ ૨૦૧૧ ના રોજ આ સુંદર હિરોઈનના જીવનમાં એક એવી કાળી અંધારી રાત આવી જેના પછીની સવાર તેને ક્યારે પણ જોવા મળી શકી નહિ. એક ખૂની ષડ્યંત્ર હેઠળ લૈલા અને તેના આખા કુટુંબની હત્યા કરી તેને દાટી દેવામાં આવ્યા.

ખાસ કરીને લૈલાને કોઈ બીજાએ નહિ પરંતુ તેની માં ના ત્રીજા પતિએ જ મારી નાખી. લૈલાની માં સલીનાએ ત્રણ લગ્ન કર્યા હતા. ઉંમરમાં સલીનાથી ૧૦ વર્ષ નાના પરવેઝ, સલીનાના ત્રીજા પતિ હતા. પરંતુ લગ્નની ગણતરીના ૨ વર્ષ પછી જ સલીનાને એ ખબર પડી કે પરવેઝ તેની સાથે નહિ પરંતુ તેની મિલકત સાથે પ્રેમ કરતો હતો. એ વાસ્તવિકતા સામે આવ્યા પછી સલીના પરવેઝથી દુર રહેવા લાગી અને વધતા અંતરનું કારણ બન્યું પોતાના બીજા પતિ આસિફનું નજીક આવવાનું.

સલીનાના જીવનમાં આસિફ ફરી વખત પાછા આવવાથી પરવેઝ પોતાને અસુરક્ષિત અનુભવવા લાગ્યો. પરવેઝ હવે એ સમજી ગયો હતો કે સલીના પોતાની તમામ મિલકત તેને નહિ આપે. લૈલાને પોતાની માં ના જીવનમાં મચેલી ઉથલપાથલની જાણકારી હતી. આમ તો લૈલાએ દુબઈના રહેવાસી મુનીર સાથે લગ્ન કર્યા હતા અને તે ઇચ્છતી હતી કે તે પોતાની માં અને ભાઈ બહેન સાથે દુબઈમાં શિફ્ટ થઇ જાય. પરિવારના સભ્ય પોતાના વીઝા બનાવવામાં લાગ્યા હતા અને તે બધા વચ્ચે પરવેઝ તે જાણી ગયો હતો કે સલીના પોતાના બીજા પતિ સાથે દુબઈ જતી રહેશે અને તેના ભાગે ફૂટેલી કોડી પણ નથી આવવાની.

પરવેઝએ તેને સલીનાનો દગો સમજીને તેની સાથે બદલો લેવા માટે ખૂની ષડ્યંત્ર ઉભું કરી દીધું. લૈલાના કુટુંબ વાળાનું મુંબઈની ઇગતપૂરીમાં એક ફાર્મ હાઉસ હતું. એ વર્ષે ૭ ફેબ્રુઆરીના રોજ લૈલા પોતાની ત્રણ બહેનો, એક ભાઈ, માં અને સાવકા પિતા પરવેઝ સાથે ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા પહોચી. પરવેઝએ પહેલાથી જ પોતાના ઓળખાણ વાળા એક વ્યક્તિને આ ફાર્મ હાઉસનો સુરક્ષા ગાર્ડ બનાવરાવી દીધો હતો, જેથી તક મળે ત્યારે પોતાનું ષડ્યંત્ર પૂરું કરી શકે. ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યા પછી આગલા દિવસે પાર્ટી તૈયારીઓ કરવામાં આવી.

તે દિવસે સાંજના સમયે દારૂ પાર્ટીનો સમય શરુ થયો અને મોટા અવાજ સાથે સંગીતના અવાજમાં બધાએ ઘણો સમય સુધી જોરદાર મસ્તી કરી. મોડી રાત્રે લગભગ એક વાગ્યે બધા થાકીને પોત પોતાના રૂમમાં સુવા જતા રહ્યા. પરવેઝએ સલીના સામે તે સમયે વાત કાઢી કે આ બધા લોકો તેને દુબઈ કેમ નથી લઇ જઈ રહ્યા? પરવેઝની વાત સાંભળીને સલીના ગુસ્સે થઇ ગઈ અને પરવેઝ ઉપર ચીસો અને બુમો પાડવા લાગી. ગુસ્સામાં આવી પરવેઝએ લોખંડનો પાઈપ સલીનાના માથા ઉપર મારી દીધો. સલીના એક બુમ પછી હંમેશા માટે ચુપ થઇ ગઈ.

સલીનાના દીકરા ઇમરાન અને દીકરી ઝારા માં ના રૂમ સુધી ગયા તો પરવેઝ અને ઘરના ગાર્ડ શાકીરએ લોખંડના પાઈપથી આ બન્નેની હત્યા પણ કરી નાખી. ત્યાર પછી બુમો સાંભળીને ત્યાં પહોચેલી લૈલા અને તેની બે બહેનોને પણ પરવેઝએ મારી નાખી. ફાર્મ હાઉસમાં તે રાત્રે છ લાશો પડી હતી. પરવેઝ અને શાકીરએ મળીને આ લાશોને ફાર્મ હાઉસની પાછળ ખાડો ખોદીને તેમાં કાયમ માટે દાટી દીધી.

પરવેઝ અને શાકીર તે સમયે લૈલાની એસયુવી લઇને મુંબઈ ગયા અને પછી ત્યાંથી બન્ને જમ્મુ જતા રહ્યા. લગભગ દોઢ વર્ષ સુધી કોઈને ખબર ન પડી શકી કે લૈલા અને તેનું આખું કુટુંબ ક્યાં ગુમ થઇ ગયું? આમ તો લૈલાના બીજા પતિએ એમના ગુમ થયાનો રીપોર્ટ જરૂર નોંધાવ્યો હતો. આ હત્યાકાંડના લગભગ ૧૭ મહિના પછી જુલાઈ ૨૦૧૨ માં પરવેઝ જયારે એક છેતરપીંડીના કેસમાં પકડાઈ ગયો ત્યારે તેની પુછપરછ શરુ થઇ, તો તેણે લૈલા અને તેના આખા કુટુંબની હત્યાનો ગુનો કબુલ કર્યો. પોલીસએ સાબિતી વાળા ફાર્મહાઉસમાં દોઢ વર્ષથી દાટેલી ૬ લાશો જપ્ત કરી. તે સમયે હત્યાકાંડના ખુલાસાથી બધા લોકો દંગ રહી ગયા હતા.