પ્રેમમાં મળ્યો દગો તો આંદોલન પર બેઠી એક્ટ્રેસ, લગાવ્યા બોયફ્રેન્ડના પોસ્ટર, જાણો વધુ વિગત.

સોસીયલ સાઈડ ફેસબુક પર પ્રેમ ચડ્યો પરંતુ અંતમાં મળ્યો દગો. આ આરોપ બીજા કોઈએ નહિ પણ મુંબઈની રહેવા વાળી એક ટીવી એક્ટ્રેસે બિહારના મુંગેર જિલ્લાના તારાપુરના રહેવા વાળા એક યુવક પર લગાવ્યું છે, જે કટિહારમાં જિયો કંપનીમાં કામ કરે છે. યુપીની રહેવા વાળી ટીવી એક્ટ્રેસનો આરોપ છે કે ફેસબુક પર મિત્રતા થયા પછી લગ્નનો લાલચ આપીને તેણે પાંચ વર્ષ સુધી ન ફક્ત યૌન શોષણ કર્યું પરંતુ તેણે લાખો રૂપિયા પણ લઇ લીધા. પીડિતાની ફરિયાદ પર કટિહાર પોલીસે મામલો નોંધી તપાસ શરુ કરી દીધું.

પ્રેમીમાં દગો મળ્યા પછી ટીવી કલાકાર અરુણા દેવી પાંડે પોતાના પ્રેમી રાહુલની શોધમાં કટિહાર પહુંચી અને પોલીસ સાથે મળીને ન્યાયની વિનંતી કરી. અરુણાએ પોતાના પ્રેમી રાહુલના ઘરે જઈને ખુબ હંગામો કર્યો. અરુણા પાસેથી જયારે તેમનો પ્રેમી ધીરે ધીરે દૂર થવાનું શરુ કરી દીધું, તો તેને શંકા થઇ અને તે 22 જાન્યુઆરીએ તેના મુંગેરના તારાપુર સ્થિત ઘર પહુંચી ગઈ.

કલાકો સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામા કરવા છતાં અરુણાને પ્રેમના બદલે દગો જ મળ્યો. પ્રેમમાં મળેલ દગાથી પરેશાન પ્રેમિકાએ તારાપુર બજારમાં પોસ્ટર પણ ચિપકાવી દીધા. પોસ્ટર પર લખ્યું, “ધ્યાનથી જુઓ આ વ્યક્તિને, માણસના નામ પર છુપાયેલો છે હૈવાન”. ઘણા સમય સુધી હંગામો કર્યા પછી રાહુલ અને તેના પરિવાર વાળા સામે આવ્યા અને જણાવ્યું કે યુપીની બધી સંપત્તિ આપી દે તો રાહુલ તારો થઇ શકે છે.

ફેસબુક પર થયેલા પ્રેમના ચક્કરમાં હવે ખરાબ રીતે ફંસી ચુકી છે અને યુપીના સુલ્તાનપુરની રહેવા વાળી ટીવી કલાકાર અરુણા દેવી પાંડે પહેલાથી જ વિવાહિત છે. એટલું જ નહિ તેમના બે બાળકો પણ છે. તે પાછલા કેટલાક વર્ષોથી મુંબઈમાં રહે છે અને પોતાના પતિને પણ છોડ્યો નથી. ટીવી કલાકાર અરુણા દેવી પાંડે હવે રાહુલને પાઠ શીખડાવવા અને ન્યાયની આશા લઈને કટિહારમાં ડેરો નાખી દીધો છે.

અરુણાની વાતો પર જો ભરોસો કરીએ તો તેમની મિત્રતા ફેસબુક પર પાંચ વર્ષ પહેલા રાહુલ સાથે થઇ હતી. અરુણાની માનીએ તો રાહુલએ તેને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી. જેને તેઓએ સ્વીકાર કરી લીધી હતી. તેના પછી બંને વચ્ચે ધીરે-ધીરે ચેટ, પછી ફોન પર વાત શરુ થઇ. તેના પછી બંને એકબીજાના સારા મિત્ર બની ગયા.

અરુણા દેવી અને રાહુલએ એક-બીજાની સાથે જીવવા-મારવાની કસમો ખાધી અને કટિહારના કોર્ટમાં આજીવન સાથે રહેવાની એગ્રીમેન્ટ પણ કરાવી લીધું. નવેમ્બર મહિનામાં રાહુલ મુંબઈ પહુચ્યો અને લોનાવાલા એક હોટલમાં ત્રણ દિવસ સુધી બંને સાથે રહ્યા. લોનાવાલામાં જ રાહુલે અરુણાને લગ્નની લાલચ આપી અને જણાવ્યું કે જો તેને બીજા પાસેથી મળેલ દહેજના રૂપમાં પાંચ લાખ રૂપિયા તું આપી દે તો હંમેશા માટે તમારો થઇ જઈશ.

11 ડિસેમ્બર 2019 એ અરુણા કટિહાર પહુંચી અને રાહુલને લગભગ સાઢા પાંચ લાખના દાગીના અને 80 હજાર રૂપિયા રોકડા આપીને મુંબઈ નીકળી ગઈ. પૈસા મળ્યા પછી ધીરે ધીરે તેનાથી દૂર રહેવા લાગ્યો અને પોતાનું નંબર બદલીને તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું.

19 દિવસ સુધી રાહ જોયા પછી અરુણા દેવી કટિહાર પહુંચી અને પોલીસની પાસે ફરિયાદ કરી ન્યાયની વિનંતિ કરી રહી છે. અરુણાને પ્રેમ મળેલ દગાથી લેખિત ફરિયાદ પર કટિહાર પોલીસે પ્રક્રિયા શરુ કરી. પોલીસ અરુણાની મેડિકલ તપાસ પણ કરી ચુકી છે. આ વચ્ચે રાહુલ ભાગી ગયો, અરુણાએ ટીવી સિરિયલ “નીમકી મુખિયા” સમેત ઘણા સિરિયલમાં કામ કર્યું છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.