દૂધ જેવા ગોરા રંગ માટે પ્રખ્યાત છે આ 4 બોલીવુડ અભિનેત્રીઓ, કેટલીક તો હોલિવુડની હિરોઇનોને પણ આપે છે ટક્કર

કોઈની સુંદરતા જોવા માટે તેના ગોરાપણાથી લોકો વધુ આકર્ષિત થાય છે. તે વાત તો દરેક જાણે છે, પરંતુ દૂધ જેવું ગોરાપણું ભારતની દરેક છોકરીની અદંર નથી જોવા મળતું. આપણા બોલીવુડમાં આમ તો મોટાભાગની અભિનેત્રીઓ સુંદર છે, પરંતુ થોડીક એવી હિરોઈનો છે જેની સુંદરતાથી નજર દુર થતી જ નથી. કોઈને સુંદર બનાવવામાં આવે છે તો કોઈ કુદરતી રીતે જ સુંદર હોય છે. પરંતુ જો કોઈ હિરોઈન ગોરી છે તો તેને મેકઅપની જરૂર નથી હોતી અને તેનું ગોરાપણું તેની સુદરતા દર્શાવે છે.

દૂધ જેવા ગોરા રંગ માટે પ્રસિદ્ધ છે આ ૪ બોલીવુડ અભિનેત્રીઓ. જુવો આ હિરોઈનોને જેમણે ફિલ્મોમાં સીન કરવા માટે વધુ મેકઅપમાં તમે ઘણી જ ઓછી જોઈ હશે. કેમ કે તેનું ગોરાપણું જ તેનું હથીયાર હોય છે. દૂધ જેવા ગોરા રંગ માટે પ્રસિદ્ધ છે આ ૪ અભિનેત્રીઓ.

બોલીવુડ હિરોઈનો પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં ઓળખવામાં આવે છે, અને તેની સુંદરતાના ઘણા ઉદાહરણ તમે સમાચાર પત્રો કે મેગેઝીનોમાં વાંચ્યા હશે. અમે જે અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ તેની એ સુંદરતા કુદરતી છે અને તેના દેખાવના બધા દીવાના છે.

કેટરીના કેફ : કેટરીનાને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણા વર્ષો થઈ ગયા છે, પરંતુ તેની અભિનય કળા હજુ પણ ઈમ્પ્રુવ થઇ રહી છે. તેના અભિનયથી વધુ તેની સુંદરતા જોવા લોકો થીએટર સુધી આવે છે. કેટરીના તે અભિનેત્રીઓમાં રહેલી છે જેનો રંગ એકદમ દૂધ જેવો સફેદ છે, અને તેને કદાચ ઓછા મેકઅપમાં પણ સુંદર બનાવી દેવામાં આવે છે. તેમણે એક થા ટાઈગર, જબ તક હે જાન, હીરો, ટાઈગર જિન્દા હે, ધુમ ૩, રાજનીતિ, સરકાર-2, મેને પ્યાર ક્યોં કિયા જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

કરીના કપૂર : કરીના કપૂરના ફેન ફોલોવિંગ તો ભારતથી વધુ વિદેશોમાં છે. તેની સુંદરતા માટે તો છોકરીઓ પણ તેને ફોલો કરે છે. કરીના કપૂર ઇન્ડસ્ટ્રીની સફળ હિરોઈન છે, અને તેનું એડીટ્યુટ કોઈ અપ્સરાથી ઓછું નથી, અને તે બોલીવુડની ગોરી હિરોઈનોની લીસ્ટમાં આવે છે. તેમણે થ્રી ઈડિયટ્સ, બોડીગાર્ડ, કભી ખુશી કભી ગમ, જબ વી મેટ અને હિરોઈન જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

અનુષ્કા શર્મા : બોલીવુડ હિરોઈન અનુષ્કાના અભિનયનો કોઈ જવાબ નથી. તેમણે ભલે જ ઘણા છોકરાઓના દિલ તોડીને વિરાટ કોહલી સાથે લગ્ન કરી લીધા છે, પરંતુ તેની ફિલ્મો આજે પણ લોકો પસંદ કરે છે. અનુષ્કાની સુંદરતા તમે ફિલ્મો ઉપરાંત પણ ઘણા ઈવેંટસમાં જોઈ હશે જે સુંદર હોય છે. તેમણે પીકે, સંજુ, રબને બના દી જોડી, સુલ્તાન, એનએચ ૧૦, ફીલૌરી જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.

જેકલીન ફર્નાડીસ : શ્રીલંકા માંથી આવેલી જેકલીનએ સલમાન સાથે ફિલ્મ કિકમાં કામ કર્યુ અને પોપ્યુલર થઇ ગઈ. આમ તો તેમણે ફિલ્મ અલાદિનથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. જેકલીનના ફેન ફોલોવિંગ ઇન્ડિયા અને શ્રીલંકા ઉપરાંત ચીનમાં પણ ઘણા છે. તેમણે હાઉસફૂલ સીરીઝમાં અને કિક જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે.