પોતાના પતિથી વધારે પ્રખ્યાત છે આ બોલીવુડ હિરોઇનો, નંબર 3 ના પતિને તો કોઈ ઓળખતું નથી

છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે કરિયર બનાવવાની તક ઓછી હોય છે. મોટાભાગના છોકરાઓ પાસે એ બધી આઝાદી અને સહેલાઈ હોય છે જે એમને પોતાનું કરિયર બનાવવા માટે જોઈતું હોય છે. પરંતુ છોકરીઓ સાથે એવું નથી થતું. ઘણી ઓછી છોકરીઓને એવી સોનેરી તક મળે છે. તેમછતાં પણ છોકરીઓ આ રીતે આગળ વધે છે કે એમની પાછા વળીને જોવાની જરૂર નથી પડતી. તમે તમારા જીવનમાં ઘણા એવા જોડાં જોયા હશે જેમાં છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધારે ફેમસ અને સફળ હોય છે.

બોલીવુડમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જે પોતાના પતિ કરતા વધારે સફળ છે. મોટાભાગની બોલીવુડ અભિનેત્રીઓએ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે અને એમના પતિ બિઝનેસના ક્ષેત્રમાં એટલા પોપ્યુલર નથી હોતા, જેટલી એમની પત્નીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. એ કહેવું ખોટું નહિ હોય કે પત્નીઓને કારણે જ એમના પતિઓને સ્ટારડમ મળ્યું છે. આજની આ પોસ્ટમાં અમે બોલીવુડની એવી જ થોડી અભિનેત્રીઓ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જે પ્રસિદ્ધિની બાબતે પોતાના પતિ કરતા બે પગલાં આગળ છે.

દિયા મિર્ઝા અને સાહિલ સંઘા :

દિયા મિર્ઝા અને સાહિલ સંઘા પહેલી વાર એક બીજાને વર્ષ 2009 માં મળ્યા હતા. પાંચ વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા પછી એમણે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે, દિયાએ મિસ એશિયા પેસિફિકનો તાજ પોતાના નામે કર્યો છે, અને તે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે. સાહિલ ક્યારેક-ક્યારેક પોતાની પત્ની સાથે અવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે.

રવીના ટંડન અને અનિલ થડાની :

મસ્ત-મસ્ત ગર્લ રવીના ટંડને વર્ષ 2004 માં બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રવીનાની તુલનામાં અનિલ થડાનીની લોકપ્રિયતા કંઈ જ નથી.

ઉર્મિલા માતોંડકર અને મોહસિન અખ્તર :

બોલીવુડની રંગીલા ગર્લ ઉર્મિલાએ મોહસિન અખ્તર મીર સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. મોહસિન વ્યવસાયથી એક મોડલ છે અને એમને ઘણા ઓછા લોકો જાણે છે. ઉર્મિલા માતોંડકરને કારણે લોકોએ એમને ઓળખવાના શરુ કર્યા છે.

પ્રિતી ઝિંટા અને જેને ગુડઇનફ :

બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રિતી ઝિંટાએ જેને ગુડઇનફ સાથે લગ્ન કર્યા છે. ઘણા દિવસો સુધી એક-બીજાને ડેટ કર્યા પછી એમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જ્યાં પ્રિતી ઝિંટા ઈંડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, ત્યાં એમના પતિને ઘણા ઓછાં લોકો ઓળખે છે.

માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને :

બોલીવુડમાં ‘ધક ધક ગર્લ’ ના નામથી પ્રખ્યાત માધુરી દીક્ષિતે અમેરિકાના સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે વર્ષ 1999 માં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે શ્રીરામ નેને માધુરીના ઘણા મોટા ફેન છે. તે એમના સ્મિત પર ફિદા થઈ ગયા હતા. જ્યારે એમના લગ્ન થયા ત્યારે શ્રીરામને અંદાજો ન હતો કે માધુરી ભારતની આટલી મોટી સ્ટાર છે. તે એમને કોઈ નાની-મોટી અભિનેત્રી જ સમજતા હતા.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા :

શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 માં પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. એ દિવસોમાં રાજ શિલ્પાના ઘણા મોટા ફેન હતા. રાજ ફોરેન બેઝ્સ બિઝનેસમેન છે. પરંતુ સ્ટારડમની બાબતમાં શિલ્પા એમનાથી ઘણી વધારે આગળ છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન :

અભિષેક અને એશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007 માં થયા હતા. લગ્નના સમયે જ્યાં એશ્વર્યા ઈન્ટરનેશનલ સ્ટાર હતી ત્યાં અભિષેકનું નામ બોલીવુડના ફ્લોપ હીરોમાં શામેલ થઈ ગયું હતું. આજે એશ્વર્યાને આખી દુનિયામાં લોકો ઓળખે છે, પરંતુ અભિષેકને કદાચ જ કોઈ જાણતું હોય.

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર :

બિપાશાએ વર્ષ 2016 માં કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જો કે બિપાશાના આ પહેલા લગ્ન હતા પણ કરણ આ પહેલા બે લગ્ન કરું ચુક્યા છે. કરણ સિંહ ગ્રોવર નાના પડદાના જાણીતા કલાકાર છે. પણ એમની લોકપ્રિયતા બિપાશાની સરખામણીમાં કંઈ નથી.

જુહી ચાવલા અને જય મેહતા :

જુહી ચાવલા 90 ના દશકની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. એમનો સ્ટારડમ આજે પણ એવોને એવો જ છે. જુહી ચાવલાએ વર્ષ 1995 માં બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા હતા. જ્યાં જુહીને આખી દુનિયા ઓળખે છે, ત્યાં એમના પતિને ઘણા ઓછા લોકો જાણે છે. તે લાઇનલાઈટથી ઘણા દૂર છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ લેખ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.