ફિલ્મોમાં ફ્લોપ થયા પછી પણ આ રીતે કમાઇને લાઈફ જીવી રહી છે આ 4 બોલિવૂડ એકટ્રેસ

બોલીવુડ ઇન્ડસ્ટ્રી એટલી મોટી છે કે ન જાણે કેટલા લોકો એક સફળ કલાકાર બનવાના સપના લઇને આવે છે. પરંતુ અહિયાંની ભીડમાં અમુક તો સફળતાની સીડી પકડીને આગળ નીકળી જાય છે, તો અમુક આ હરીફાઈમાં પાછળ રહી જાય છે. અમુક રેસમાં જોડાયા છે પરંતુ ક્યારે છુટા પડી જાય છે ખબર નથી પડતી. આજે અમે તમને બોલીવુડની થોડી એવી જ હિરોઈનો વિષે જણાવીશું જે બોલીવુડમાં આવી અને ફ્લોપ થઇ ગઈ. હવે વિચારવાની વાત એ આવે છે જો આ હિરોઈનો ફિલ્મોમાં સફળ ન થઇ શકી તો હવે તેમનું ગુજરાન કેવી રીતે ચલાવતી હશે? તો આવો હવે તમને જણાવીએ છીએ બોલીવુડની એવી જ થોડી હિરોઈનો વિષે જે આ દિવસોમાં કાંઈક આવી રીતે ચલાવી રહી છે પોતાનું ગુજરાન.

એલી અવરામ :

એલી એક ગ્રીક અભિનેત્રી છે. અને બોલીવુડમાં એન્ટ્રી તેમણે ફિલ્મ ‘મિકી વાયરસ’ થી કરી હતી. જયારે એલી બોલીવુડમાં આવી તો તેને તેના લુક્સ અને ફિગર માટે લોકોએ ઘણી પસંદ કરી. ફિલ્મ મિકી વાયરસ પછી તે બીગ બોસના શો ની સીઝન ૭ માં જોવા મળી હતી. એલીને સલમાનની ઘણી નજીક ગણવામાં આવે છે, પરંતુ તેમ છતાંપણ એલી બોક્સ ઓફીસ ઉપર કોઈ વિશેષ કમાલ ન દેખાડી શકી. હાલમાં આ દિવસોમાં એલી ઇવેન્ટ્સમાં પર્ફોર્મ કરે છે. અને તેના ૩.૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે, અને કોઈ પરફોર્મેંસના એલી ૩.૮ લાખ ચાર્જ કરે છે.

ગોહર ખાન :

બોલીવુડની જાણીતી મોડલ અને ઘણા શો ને હોસ્ટ કરી ચુકેલી ગોહર ખાન સૌથી વધુ સમાચારોમાં ત્યારે આવી હતી, જયારે એક ફેશન શો માં રેમ્પ વોક દરમિયાન તેનો ડ્રેસ પાછળની સાઈડ માંથી ખુલ્લો થઇ ગયો હતો, અને તે વાર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગઈ હતી. જયારે તેમણે પોતાની બહેન નિગાર ખાન સાથે ખાન સિસ્ટરની એક સીરીયલ કરી હતી, જેમાં તેની રીયલ લાઈફને દેખાડવામાં આવી હતી. ત્યાર પછી ગોહર ખાન જોવા મળી બીગ બોસ સીઝન 7 માં અને તે એ સીઝનમાં વિનર પણ રહી. ગોહર ખાનએ ફિલ્મ ઈશ્કઝાદે માં બે આઈટમ સોંગ પણ કર્યા, જે ઘણા હીટ થયા હતા. પરંતુ હાલના દિવસોમાં ગોહરના હાથમાં ન કોઈ ફિલ્મ છે, ન તો કોઈ સીરીયલ. આ દિવસે તે ઇવેન્ટ્સમાં પરફોર્મ કરીને ૬ લાખથી ૧૨ લાખ રૂપિયા કમાઈ લે છે.

નેહા ધૂપિયા :

હાલમાં જ ગુપ્ત રીતે લગ્ન કરીને અને પછી એક બાળકની માં બનનારી નેહા ધૂપિયાનું ફિલ્મી સફર સારું રહ્યું. નેહાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને કોઈ મોટી સફળતા ન મળી. તેની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર એટલી હીટ ન સાબિત થઇ. જેને લઇને ધીમે ધીમે નેહા ફિલ્મો માંથી ગુમ થઇ ગઈ. હાલમાં નેહા ઘણા રીયાલીટી શો માં ખાસ કરીને જજ અને મેન્ટરમાં જોવા મળે છે. અને તેની સાથે તે એક ચેટ શો ને પણ હોસ્ટ કરે છે, અને હવે તે બધા દ્વારા તે કમાણી કરી રહી છે.

ચિત્રાંગદા સિન્હા :

બોલીવુડની હોટ હિરોઈન માંથી એક ચિત્રાંગદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તેને કોઈ પણ ફિલ્મથી એ સફળતા ન મળી જે તેને બોલીવુડમાં એક નવા સ્થાન ઉપર લઇ જાય. હાલમાં આ દિવસોમાં તે ઈવેન્ટ્સ કરે છે જેથી તે લગભગ ૧૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે, અને કોઈ પરફોર્મસના તે ૧૫ થી ૧૮ લાખ રૂપિયા ફી લે છે.