લગ્નના ઘણા વર્ષ થવા છતાં પણ નથી મળ્યું આ હિરોઇનો ને માં માનવાનું સુખ

જયારે કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે એના મનમાં પણ એ ઈચ્છા હોય છે કે તે કોઈ સંતાનની માં બને. સંતાનની માં બનવું કેટલું સુખદાયી હોય છે તે માં કરતા વધારે સારી રીતે કોઈ નથી જાણી શકતું. બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી બધી પ્રખ્યાત અભિનેત્રીઓ છે, જે લગ્ન પહેલા ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિય રહી ચુકી છે. આ અભિનેત્રીઓને દર્શક દ્વારા ઘણી પસંદ પણ કરવામાં આવી છે. એમની જોરદાર અદાકારી અને એમની સુંદરતાના લાખો દીવાના છે. પણ આ અભિનેત્રીઓ લગ્ન કર્યા પછી ફિલ્મી દુનિયાથી ઘણી દૂર જતી રહી છે, અને પોતાના વિવાહિત જીવનમાં હસી ખુશી સાથે પોતાનું જીવન પસાર કરી રહી છે. આજે અમે આ લેખના માધ્યમથી એ અભિનેત્રીઓ વિષે જાણકારી આપવાના છીએ, જેમના લગ્નને ઘણા વર્ષો થઇ ગયા છે, પણ આજ સુધી તે માં બની શકી નથી. આ અભિનેત્રીઓને માં બનવાનું સુખ હજુ સુધી નથી મળ્યું.

જયાપ્રદા :

બોલીવુડ અભિનેત્રી જયાપ્રદા વિષે કોણ નથી જાણતું. તેમને પોતાના જમાનાની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી માનવામાં આવે છે. પરંતુ એમનું સાચું નામ લલિતા રાની છે. જે રીતે ફિલ્મોમાં આવ્યા પછી ઘણા બધા સ્ટાર પોતાનું નામ બદલી નાખે છે, બસ એજ રીતે જયાપ્રદાએ પણ પોતાનું નામ બદલી નાખ્યું હતું. જયાપ્રદાનો જન્મ 3 એપ્રિલ 1962માં આંધ્રપ્રદેશના રાજહમુંડરી જિલ્લામાં થયો હતો. અભિનેત્રી જયાપ્રદાના પિતા કૃષ્ણા રાવ તેલુગુ ફિલ્મોમાં ફાઇનાન્સર હતા. અભિનેત્રી જયાપ્રદા અને પ્રોડ્યુસર શ્રીકાન્ત નહાતાના લગ્ન 22 જૂન 1986 એ થયા હતા. શ્રીકાંત પહેલાથી જ પરણેલા હતા અને એમની પહેલી પત્ની સાથે એમના 3 બાળકો હતા. પણ જયાપ્રદા સાથે લગ્ન થયાને આજે 32 વર્ષ થઇ ચુક્યા છે પરંતુ લગ્નના આટલા વર્ષો પછી તેમને સંતાન સુખ મળ્યું નથી.

શાયરા બાનો :

શાયર બાનો 60ના દશકની પ્રખ્યાત અભિનેત્રી હતી. શાયરા બાનોને પોતાના જમાનાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રિઓ માંથી એક માનવામાં આવે છે. એમણે પોતાની સુંદરતા અને ઉત્તમ અદાકારીથી લાખો લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા. શાયરના બાનોનો જન્મ 23 ઓગસ્ટ 1944 ના રોજ મસૂરીમાં થયો હતો. તમે બધાએ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા દિલીપ કુમાર સાથે શાયરા બાનોના પ્રેમના સમાચાર તો સાંભળ્યા જ હશે. શાયરા બાનો પોતાના જમાનાની મોંઘી અભિનેત્રી માનવામાં આવતી હતી. એમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. શાયરા બાનોએ વર્ષ 1966 માં મહાન અભિનેતા દિલીપ કુમાર જોડે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે શાયરા અને દિલીપની ઉંમરમાં 22 વર્ષનું અંતર છે. તે તેમનાથી 22 વર્ષ નાની છે. બંનેના લગ્નને આજે 51 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ આટલા વર્ષ પછી પણ તમને કોઈ સંતાન થયું નથી.

સંગીતા બિજલાની :

સંગીતા બિજલાનીનો જન્મ 9 જુલાઈ 1960 ના રોજ થયો હતો. તે પૂર્વ મિસ ઇન્ડિયા અને બોલીવુડ અભિનેત્રી છે. એમને બાળપણથી જ ગ્લેમરની દુનિયા સાથે જોડાવાની ઈચ્છા હતી. માત્ર 16 વર્ષની ઉંમરમાં સંગીતાએ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અને 1980 માં એમણે મિસ ઇન્ડિયાનો તાજ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ એમને બોલીવુડમાં કામ મળવાનું સરળ થઇ ગયું હતું. સંગીત બિજલાની બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનની પ્રેમિકા પણ રહી ચુકી છે. અને આ બંનેના અફેયરના સમાચાર હેડલાઈનમાં રહ્યા હતા. પરંતુ સંગીતા બિજલાનીએ પૂર્વ ક્રિકેટર અને પોટીશિયન મોહમ્મદ અજરૂદીન સાથે લગ્ન કરી લીધા હતા. પણ 16 વર્ષ સાથે રહ્યા પછી તેઓ 2010 માં અલગ થઈ ગયા હતા. લગ્નને આટલો સમય થઇ ગયા પછી પણ સંગીતા બિજલાનીને કોઈ સંતાન નથી.

શબાના આઝમી :

અભિનેત્રી શબાના આઝમીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી માનવામાં આવે છે. આજ સુધી એમને કોઈ સ્પર્ધા નથી આપી શક્યું. અભિનેત્રી શબાના આઝમીને 5 વખત બેસ્ટ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચુક્યો છે. જે એક રેકોર્ડ છે. તે પોતાની શ્રેષ્ઠ અદાકારી સાથે પોતાના અંગત જીવનને કારણે પણ સમાચારોમાં છવાયેલી રહે છે. એમણે વર્ષ 1994 માં બોલીવુડના અભિનેતા ફરહાન અખ્તરના પિતા જાવેદ અખ્તર સાથે લગ્ન કરી લીધા હતા. જાવેદ અખ્તર પહેલાથી પરણેલા હતા. એમને પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા. શબાના આઝમીના લગ્નને 34 વર્ષ થઈ ગયા છે, પણ આજ સુધી એમને માં બનવાનું સુખ નથી મળી શક્યું.