આ ખેડૂતે શોધી અળદની એવી જાત, એક વખત ઉગાડ્યા પછી પાંચ વર્ષ સુધી આપે છે પાક

મોંઘી દાળ હમેશા આપણી થાળીનો સ્વાદ બગાડી નાખે છે. મુદ્દો ત્યાં સુધી વધે છે કે સ્વાદિષ્ઠ દાળ સરકાર માટે પણ ગળાનું હાડકું બની જાય છે. ગયા વર્ષે અડદની દાળ ઘણી વખત સુકી બની ગઈ હતી. દાળના ભાવ એટલા માટે ઊંચા જતા હતા, કેમ કે પાછલા દશકામાં દાળનું ઉત્પાદન ખુબ નીચું ગયેલ છે.

પણ દેશમાં ઘણી એવી જાતો છે જે એટલી ઉપજ આપે છે કે ખેડૂત અનાજ ઘઉંની અપેક્ષાએ કેટલાય ગણો વધુ ફાયદો મેળવી શકે છે. પાછલા દિવસોમાં છત્તીસગઢ ના જંગલી વિસ્તારમાં મળી આવેલ અડદની એક એવી જાત વિષે લખવામાં આવેલ હતું, જેનો એક વખતમાં ૧૦-૧૨ કિલો દાળ મળે છે. આ પ્રકારની એક જાત મધ્યપ્રદેશના પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂત પ્રશિક્ષક આકાશ ચોરસિયા (૨૮ વર્ષ) એ વિકસાવવાનો દાવો કરેલ છે.

ખેડૂતોને અડદ બતાવે આકાશ ચોરસિયા.

“અડદની આ દેશી જાત છે જે એક એકરમાં આપણે ત્યાં ૧૫-૧૮ ક્વિન્ટલ સુધી ઉત્પાદન આપે છે. અમારે ત્યાંથી દેશભર ના એક હજારથી વધુ ખેડૂત બીજ લઇ ગયા છે, જે લગભગ ૩ હજાર એકરમાં ઉગાડવામાં આવેલ છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે એક વખત ઉગાડવાથી પાંચ વર્ષ સુધી સતત પાક લઇ શકાય છે.”

આકાશ મધ્યપ્રદેશમાં સાગર જીલ્લાના રેલ્વે સ્ટેશન થી છ કી.મી. દુર રાજીવનગર તીલી સાગરમાં રહે છે. આકાશ જણાવે છે, તે દેશી અડદના બીજને વર્ષ ૨૦૧૧ બિહાર અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોથી લઈને આવ્યા હતા. “ત્યાં મને તેના માત્ર ૩ છોડ મળ્યા હતા, જેનાથી મેં કેટલાય ક્વિન્ટલ બીજ તૈયાર કર્યા. શરૂઆતમાં તેના દાણા ખુબ હલકા હતા, અને ફળ ખરી જતા હતા. મેં મારા ખેતરોમાં યોગ્ય ખાતર અને બીજી જાતો સાથે સંવર્ધિત કરીને તે તૈયાર કરેલ છે. તેની પેટેંટ કરાવવા માટે કૃષિ મંત્રાલયને પણ મોકલી આપેલ છે.”

આકાશ જણાવે છે, “આપણા દેશમાંથી દાળ ઓછી થતી જઈ રહી છે પણ બીજ સારા હશે તો સારું ઉત્પાદન થશે જેથી ખેડૂતોને સારો નફો પણ મળશે. આવી જાતો દેશની દાળની તંગીને દુર કરી શકે છે. હું જે જાત ઉગાડી રહેલ છું તેમાં એક એકરમાં માત્ર ૩ થી સાડા ત્રણ સો ગ્રામ બીજ ની જરૂર પડે છે.”

પોતાની જાતની ગુણવત્તા જણાવતા કહે છે, “તેનો એક છોડ લગાવ્યા પછી ઘણી વખત કાપણી કરી શકાય છે, તેનો એક ફાયદો એ છે કે કાપણી દરમિયાન સાથી પાક તરીકે આ ખેતરમાં ઘઉં, અડદ અને મગ સહિત ઘણા પાકની ખેતી થઇ શકે છે, તેનાથી નફો કેટલાય ગણો વધી શકે છે.’

વિદેશોમાંથી ચણા, વટાણા, અડદ, મગ અને અડદ દાળો આયાત કરવામાં આવે છે. દેશમાં દર વર્ષે દાળની માંગ ૨૨૦ લાખ ટન છે. મધ્યપ્રદેશ, કર્નાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં મોટા પાયા ઉપર અડદ, મગ, ચણા સહિત ઘણી દાળો ઉત્પન થાય છે.

જવાહર લાલ નહેરુ કૃષિ વિશ્વવિદ્યાલય જબલપુર ના વિદ્વાન વેજ્ઞાનિક ડૉ. સંજય વૈશંપાયન જણાવે છે, “આકાશ ચોરસિયાને વિશ્વવિદ્યાલય માંથી ટેકનીકલ મદદ આપવામાં આવે છે. તે દેશી અડદની જાતિનું સારું ઉત્પાદન લઇ રહ્યા છે. આ બીજને પેટેંટ માટે ખેડૂતના નામે દિલ્હી મોકલવામાં આવેલ છે, આશા છે તેનું સ્પષ્ટીકરણ થઇ જશે. જો બીજની ગુણવત્તા સારી નીકળી તો આકાશને નગદ રાશી માંથી પણ સન્માનિત કરવામાં આવશે.”

આકાશે આમ તો તેના માટે અરજી કરેલ છે. ભારત સરકારે નવા અધિનિયમો દ્વારા કૃષિ મંત્રાલયના ખેડૂતોને આ મંજુરી આપેલ છે કે તેઓ પોતાના દેશી બીજને કે પછી પોતાના ખેતરમાં ઉત્પન કરી રહેલ પરંપરાગત ઉત્તમ બીજોની પેટેંટ કરાવીને પોતાની બીજ કંપની ખોલી શકે છે કે પછી તેને કોઈ કંપની સાથે મળીને બજારમાં લાવી શકે છે. તેના માટે ખેડૂતોએ છોડ જાત અને કૃષક અધિકાર સંરક્ષણ પ્રાધિકરણ (plantauthority.gov.in) માં ઓનલાઈન અરજી કરી શકે છે.