આવતા અઠવાડિયે આવી રહ્યો છે અદાણીની આ કંપનીનો આઈપીઓ, ઘર ઘર સુધી છે તેની પહોંચ.

Adani Wilmar IPO : અદાણીની સૌથી મુખ્ય કંપનીઓમાંથી એકનો આઈપીઓ આ તારીખથી ખુલશે, જાણો તેની સાથે જોડાયેલી ડીટેલ.

અદાણી ગ્રુપની સૌથી મુખ્ય કંપનીઓમાંથી એક અદાણી વિલ્મરનો આઈપીઓ 27 જાન્યુઆરીના રોજ ખુલવા જઈ રહ્યો છે. જાણો આ આઈપીઓ સાથે જોડાયેલી જરૂરી ડીટેલ.

Adani Wilmar એકઠા કરશે 3600 કરોડ : અદાણી ગ્રુપની આ કંપની એફએમસીજી સેક્ટરની મુખ્ય કંપની છે. કંપની Fortune બ્રાંડ નામથી ખાવાનું તેલ, લોટ અને ચોખા જેવી પ્રોડક્ટ્સનો વેપાર કરે છે. કંપનીનો આઈપીઓ 27 જાન્યુઆરીથી ખુલશે અને 31 જાન્યુઆરીના રોજ બંધ થશે.

તેમાં કંપની 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા નવા શેર બહાર પાડશે. કંપની આ આઈપીઓ માંથી 3,600 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. તેના પ્રાઈસ બેંડની જાણકારી કંપની આઈપીઓ ખુલવાના બે દિવસ પહેલા જણાવશે.

સિંગાપુરની વિલ્મર સાથે જોઈન્ટ વેંચર : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ 1999 માં સિંગાપુરની Wilmar સાથે મળીને આ કંપની બનાવી હતી. તેમાં બંનેની 50-50 ટકા ભાગીદારી છે. અદાણી સમુહે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે આ આઈપીઓ સાથે જોડાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) 19 જાન્યુઆરીના રોજ જ ગુજરાતના કંપની રજીસ્ટ્રાર પાસે મોકલી દેવામાં આવી હતી અને તેને તેમણે 20 જાન્યુઆરીના રોજ મંજુર પણ કરી દીધી.

પહેલા 4,500 કરોડનો હતો આઈપીઓ : પહેલા આવેલી જાણકારીના હિસાબે Adani Wilmar IPO 4,500 કરોડ રૂપિયાનો થવાનો હતો. પણ પીટીઆઈની 14 જાન્યુઆરી 2022 ના એક રીપોર્ટના હિસાબે આ આઇપીઓની સાઈઝ હવે 3,600 કરોડ રૂપિયા થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.