૯૦ ટકા લોકો અળસી ખાવાનું નથી જાણતા, અમે જણાવશુ અળસી કેવી રીતે ખવાય છે

અળસી ના બીજ માં આયરન, જીંક,પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામીન ‘સી’ ,વીટામીન ‘ઈ’, કૈરોટીન તત્વ મળી રહે છે.

અળસી ના બીજ નું સેવન ત્વચાને સ્વસ્થ અને સ્નિગ્ધ બનાવે છે, નખને મજબુત અને તૈલી બનાવે છે, આંખોની દ્રષ્ટિ જાળવી રાખે છે, વાળને તૂટતા રોકે છે અને ખોડો પણ દુર કરે છે. તે ત્વચાની બીમારીઓ એક્જીમાં, સોરાઈસીસ ના ઉપચારમાં પણ કારગર માનવામાં આવે છે.

અળસી ના બી લીગ્નાસનો ખુબ જ સારો સ્તોત છે, જેમ કે એસ્ટ્રોજન અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી ભરપુર છે. તેના કારણે તે મહિલાઓને હોર્મોનલ બેલેન્સ માટે ખુબ ઉપયોગી થાય છે.

તેને એકલી ખાવ, હળવી શેકીને ખાવ અથવા સલાડ કે દહીંમાં ભેળવીને ખાવ, ધારો તો જ્યુસમાં ભેળવીને પીવો. તે જ્યુસના સ્વાદને બદલ્યા વગર તેની પોષકતા ને કેટલાય ગણી વધારી દેશે.

અળસી ના બીજ બ્લડ પ્રેશર કાબુમાં રાખે છે, હાઇપરટેશન ના રોગીઓ માટે, બ્લડ શુગર કન્ટ્રોલ માં ખુબ જ લાભદાયક છે.

આ બી વિટામીન ‘બી’ કામ્પ્લેકસ, મેગ્નેશિયમ, મેગ્નીસ તત્વો થી ભરપુર છે જેમ કે કોલેસ્ટ્રોલ ને ઓછો કરે છે.
અળસી માં પોલી અનસેચુરેટેડ ફેટી એસીડ્સ હોય છે જે પણ ખાસ કરીને બ્રેસ્ટ,પોસ્ટેડ અને કોલન કેન્સર થી બચાવ કરે છે.

આ બીજ માં મળી આવતા અલ્ફા-લીનોલેનીક એસીડ સાંધા ની બીમારી આર્થરાઈટીસ ને માટે અને બધી જાતના સંધા ના દુખાવામાં ખુબ જ રાહત અપાવે છે.

ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવવા વાળી મહિલાઓ ને અળસી નું સેવન જરૂર કરવું જોઈએ. આજે પણ શહેરો અને ગામડાઓમાં ઘણા પરિવારોમાં આવી સ્ત્રીઓને અળસી ના લાડુ અને બીજી ભોજન લાયક ચીજો આપવામાં આવે છે. આ તે વાતની સાબિતી છે કે આપણા પૂર્વજ અળસી નું મહત્વ સારી રીતે જાણતા હતા પણ આપણે તે ભૂલીને ફક્ત દવાઓ ખાવામાં વિશ્વાસ કરવા લાગ્યા છીએ.

અળસી ના બીજ માં ઓમેગા-૩ એસીડ્સ નું ખુબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે ઓમેગા-૩ ફેટી એસીડ્સ ની કેપ્સ્યુલ નો આ સારો વિકલ્પ પણ છે. ડાઈટીશીયન અને ડોક્ટર પણ આજકાલ તેને ખાવાની સલાહ આપે છે. આ બી ફાઈબર થી ભરપુર હોય છે. એટલે કે તે વજન ઘટાડવામાં પણ ખુબ જ કારગર છે.

મહિલાઓ માં રજોનીવૃતી દરમિયાન થનાર સમસ્યાઓ માં પણ અળસી ના ઉપયોગ થી રાહત મળશે. તે જોવામાં આવ્યું છે કે માઈલ્ડ મેનોપોઝ ની સમસ્યામાં રોજ લગભગ ૪૦ ગ્રામ વાટેલી અળસી ખાવાથી તે ફાયદો મળશે જે હાર્મોન થેરોપીમાંથી મળે છે.

અળસી કીડનીને લગતી તકલીફોમાં પણ લાભદાયી છે. ડાયાબીટીસ, કેન્સર, લ્યુપસ અને આર્થાઈટીસ વગેરે રોગોમાં પણ તેના પ્રભાવ નું સંશોધન કરવામાં આવી રહ્યું છે.

અળસી ના બીજ એન્ટી બેકટીરીઅલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ હોય છે, તેના ઉપયોગ શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.

અળસી કેમ ખાવી, કેટલી ખાવી:

અળસી ના આખા બીજ ઘણી વખત આપણા શરીર માંથી પચ્યા વગર નીકળી જાય છે એટલા માટે તેને વાટીને જ ઉપયોગ કરવો જોઈએ.૨૦ ગ્રામ(એક ચમચી) અળસી પાવડર ને સવારે ખાલી પેટ હલકા ગરમ પાણી સાથે લેવાની શરૂઆત કરો. તમે તેને ફળ કે શાકભાજીના તાજા જ્યુસમાં ભેળવી શકો છો કે તમારા ભોજન માં ઉપરથી છાટીને પણ ખાઈ શકો છો. દિવસમાં એક ચમચી (૪૦ ગ્રામ) થી વધુ અળસી નું સેવન ના કરો.

આખી અળસી લાંબા સમય સૂધી ખરાબ થતી નથી પરંતુ તેનો પાવડર હવામાં રહેલા ઓક્સીજન ને લીધે ખરાબ થઇ જાય છે, એટલા માટે જરૂર મુજબ અળસી ને તાજી વાટીને જ ઉપયોગ કરો. તેને વધુ પ્રમાણમાં વાટીને ન રાખશો. ખુબ વધુ શેકવી કે ફાય કરવાથી તેના ઔષધીય ગુણો નાશ પામે છે અને તેનો સ્વાદ ખરાબ થઇ શકે છે.

અળસી ખાવાથી ઘણા લોકોને શરૂઆતમાં કબજિયાત થઇ શકે છે. આવું થાય ત્યારે પાણી વધુ પીવું. અળસી લોહીને પાતળું કરે છે. એટલા માટે જો તમને બ્લડ પ્રેશર ની તકલીફ હોય તો અળસી ના સેવન પહેલા ડોક્ટરની સલાહ લેવી.
અળસી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પડતા પ્રભાવ ઉપર આમ તો કોઈ મોટુ સંશોધન નથી થયું પરંતુ પારમ્પરિક જ્ઞાન માં ફલક્ષ સીડ ને ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલ ના લેવલ માં કમી આવતી જોવામાં આવ્યું છે.