આધાર કાર્ડ આપીને બેન્કનું ખાતુ ખોલાવવા વાળા માટે ઉભી થઇ નવી મુશ્કેલી, વાચી લો નહિ તો પસ્તાશો

યુઆઇડીએઆઈ નું કહેવું છે કે, તમે ભલે તમારું બેન્કનું ખાતુ આધાર આઈડી આપીને ખોલાવરાવ્યુ હો, પણ 31 માર્ચ પહેલા તેમાં આધાર કાર્ડ નંબર થી ફરીવાર લીંક કરાવવું જરૂરી છે. એક નક્કી કરેલ સમય સુધીમાં ખાતુ આધાર સાથે લીંક નહી કરાવવામાં આવે તો ખાતુ બંધ પણ થઇ શકે છે. બીજી તરફ ખાતાને આધાર સાથે જોડવા માટે ઘણી બેંકોની વેબસાઈટ ઉપર પણ સુવિધા આપવામાં આવી રહી છે.

બેંક ખાતાને આધાર સાથે લીંક કરાવવું જરૂરી છે. બેંક અધિકારીઓના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોએ પોતાના ખાતાને આધાર કાર્ડ નો આઈડી આપીને ખોલાવ્યું હશે, તેમણે પણ 31 માર્ચ સુધી કોઈપણ પરિસ્થિતિમાં પોતાનો ખાતુ આધાર કાર્ડ નંબર સાથે લીંક કરાવવું પડશે. તેના માટે બેંક દ્વારા ઘણા વિકલ્પ આપવમાં આવેલ છે જેથી તમે નજીકની બેંકની શાખામાં જઈને તમે આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી આપીને ખાતાને આધાર સાથે જોડી શકો છો.

બીજા વિકલ્પ દ્વારા તમે એસએમએસ સેવાનો લાભ લઇ શકો છો. ત્રીજો વિકલ્પ દ્વારા તમારી બેંકની વેબસાઈટ ઉપર લોગીંગ કરીને તમારો આધાર નંબર અપડેટ કરી શકો છો. ચોથા વિકલ્પ દ્વારા તમે તમારું એટીએમ નો પણ ઉપયોગ કરી શકો છો.

તેના માટે તમે ‘આધાર નંબર ખાતા નંબર’ લખીને તમે તમારી બેન્કને એસએમએસ કરી શકો છો. એસએમએસ મોકલવા માટે બેંક એક વિશેષ કોડ આપે છે. આ કોડની જાણકારી તમે તમારી બેંકમાંથી લઇ શકો છો. ત્યાર પછી બેંકની સુચના મુજબ તમે એસએમએસ મોકલો. બેંક તમારા દ્વારા આપવામાં આવેલ જાણકારીને ચેક કરશે અને તમને એસએમએસ મોકલશે. તેના દ્વારા ખબર પડી જશે કે તમારું ખાતું આધાર સાથે લીંક થઇ ગયું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આધાર કાર્ડ સંબધિત આ વાંચવા ક્લિક કરો >>> RTI તરફથી સ્પષ્ટતા – RBI એ નથી જાહેર કર્યું આધાર ને બેંક ખાતા સાથે લીંક કરવાનો કોઈ આદેશ

હવે નવી રીત થી પૈસા ચોરે છે ઠગ વાંચવા ક્લિક કરો >>> સાવધાન, બેન્ક ખાતામાંથી ઠગ પૈસા નીકળવાનો આ નવો રસ્તો અપનાવે છે ક્લિક કરી વાંચો


Posted

in

,

by