આધાર ડેટાને 4 સ્ટેપમાં ઘર બેઠા કરી દો લોક, તમારી ઈચ્છા વગર કોઈ નહી કરી શકે ઉપયોગ

આધાર સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બનતું જાય છે. તે લગભગ દરેક સરકારી કામોમાં જરૂરી બનતું જઈ રહ્યું છે. આ ટેક્સ રીટર્ન ફાઈલ કરવા, બેંક લેવડ-દેવડ કરવા અને સરકારી સબસીડી લેવા વગેરે માટે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તેથી આધાર માં રહેલ તમારી જાણકારીની સુરક્ષા માટે અ પગલું ઉઠાવવું જરૂરી છે. તેના માટે તમારે માત્ર યુનિક આઈડેંટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ આધાર બાયોમેટ્રિક લોકીંગ સીસ્ટમ ની સુવિધા નો ઉપયોગ કરવાનો છે. જેના માધ્યમથી તમે જયારે ધારો ત્યારે તમારા આધાર ડીટેલ્સ ને લોક અને અનલોક કરી શકો છો, જેથી તેનો દુરઉપયોગ ને અટકાવી શકાય.

આધાર ના ઓટીપી નંબર બીજા અજણ્યા માણસો ફોન પર માંગે તો આપવા નહિ

બાયોમેટ્રિક સુચના

એક વખત જયારે તમે તમારા બાયોમેટ્રિક ડેટા લોક કરી લો છો તો ન તમે અને ન કોઈ બીજા ડેટા નો ત્યાં સુધી ઉપયોગ કરી શકે જ્યાં સુધી તેને અનલોક ન કરવામાં આવે. આ સુવિધા માત્ર ઓનલાઈન ઉપલબ્ધ છે. તેના માટે આધાર સાથે રજીસ્ટર મોબાઈલ નંબર ની જરૂર હોય છે. જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે રજીસ્ટર નથી તો તમારે એક ફોર્મ ભરીને તેને આધાર સેન્ટર ઉપર જઈને જમા કરાવવું પડશે.

આવી રીતે કરો લોક

(1) સૌથી પહેલા આધાર કાર્ડ (UIDAI) ની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in/ ઉપર જાવ.

(2) અહિયાં આધાર ઓનલાઈન સર્વિસ માં ત્રણ વિકલ્પ જોવા મળશે. તેમાં સૌથી છેલ્લા ક્રમનું Aadhaar Service માં ત્રીજા નંબર ઉપર Lock/Unlock Biometrics નો વિકલ્પ હશે. હવે તેની ઉપર ક્લિક કરો.

(3) તેના ઉપર ક્લિક કર્યા પછી નવું પેઝ ખુલી જશે. ત્યાં તમારે તમારો આધાર નંબર અને એક સિક્યુરીટી કોડ નાખવો પડશે. તે નાખ્યા પછી નીચે આવી રહેલા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરતા જ આધાર નંબર સાથે રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. હવે ઓટીપી નાખીને લોગ ઇન કરી લો.

(4) હવે તમારો ડેટા લોક કરવા માટે ફરી વખત થી સિક્યુરીટી કોડ નાખીને Enable ઉપર ક્લિક કરો. અહિયાં ક્લિક કરતા જ “Congratulation Your Biometrics is Locked” લખેલ આવી જશે.

આધાર ના ઓટીપી નંબર બીજા અજણ્યા માણસો ફોન પર માંગે તો આપવા નહિ

આવી રીતે કરો અનલોક

ડેટા અનલોક કરવા માટે પહેલાની જેમ લોગઇન કરી લો. લોગીંગ કર્યા પછી Unable અને Disable ના બે ઓપ્શન મળશે. હવે તે પેઝ ઉપર જોવા મળતો સિક્યુરીટી કોડ નાખીને Unable ઉપર ક્લિક કરી દો. ક્લિક કરતા જ ડેટા નો લોક ખુલી જશે. જો કોઈ વ્યક્તિ તમને બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ/આઈરીસ) ને અનલોક કરવા માટે નિર્ધારિત સેવાઓ નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે તો એક એરર કોડ ‘330’ જોવા મળશે. આ કોડ તે જણાવે છે કે બાયોમેટ્રિક લોક છે.

એક વખત ખૂલવાથી બાયોમેટ્રિક ડેટા માત્ર 10 મિનીટ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. 10 મિનીટ પછી તે પોતાની જાતે લોક થઇ જશે. જો તમે ધારો કે બાયોમેટ્રિક ડેટા હમેશા માટે ઉપયોગી બને તો તેનો વિકલ્પ પણ આપેલ છે.

યુઆઇડીએઆઈ નું કહેવાનું છે કે દર 10 વર્ષમાં બાયોમેટ્રિક ડેટા ને એક વખત અપડેટ કરવો જોઈએ. તે ઉપરાંત જો કોઈ દુઘર્ટના ગ્રસ્ત છે કે કોઈ પણ બીમારીથી પીડાય છે તો તેને પણ બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવો જોઈએ.

આધાર ના ઓટીપી નંબર બીજા અજણ્યા માણસો ફોન પર માંગે તો આપવા નહિ

નીચે વિડીઓ માં જોઈ ને પણ શીખી સહ્કો છો.

વિડીયો