માયગ્રેનના એટલે કે આધાસીસી નાં દર્દથી છુટકારો મેળવવા નો રામબાણ ઘરેલું ટીપ્સ

માયગ્રેન માથાનો દુઃખાવાનો રોગ છે જે માથાના અડધા ભાગમાં થાય છે એટલે તે બીમારીને આધાશીશીનો રોગથી પણ ઓળખાય છે. માયગ્રેનનો રોગ સામાન્ય દર્દ નથી, તે રોગ માથાના કોઈપણ ભાગમાં ખુબ તીવ્ર હોય છે જે એટલો પીડાદાયક હોય છે કે તેના લીધે દર્દી ન તો શાંતિ થી સુઈ શકે છે કે ન તો શાંતિથી બેસી શકે છે. માયગ્રેનમાં માથાનો દુઃખાવો થયા પછી જયારે ઉલટીઓ પણ થવા લાગે ત્યારે તે વધુ ખતરનાક બની જાય છે. થોડી કલાકો થી થોડા દિવસો સુધી માયગ્રેનનો દુઃખાવો રહી શકે છે.

આ રોગમાં માથાની નીચેના ભાગની ધમની જાડી થવા લાગે છે અમે માથાના દુઃખાવા વાળા ભાગમાં સોજો પણ આવવા લાગે છે. આધાશીશીના દર્દમાં બેદરકારી ન રાખવી જોઈએ કેમ કે આ રોગ લકવા અને બ્રેન હેમરેજ જેવી બીમારીને પણ લાવી શકે છે. આ લેખમાં આપણે માયગ્રેનના ઈલાજ ના ઘરેલું ઉપચાર અને દેશી આયુર્વેદિક ટીપ્સ જાણીશું. માયગ્રેનની તકલીફ પુરુષોના પ્રમાણમાં મહિલાઓમાં વધુ હોય છે.

માયગ્રેન દર્દના કારણે : સાચી રીતે હજી સુધી માયગ્રેનના કારણો વિષે જાણી શકાયું નથી પણ માથામાં દુઃખાવાને ઓળખીને આ તકલીફ થાય તો ઓછી કરી શકાય છે. હાઈ બ્લડ પ્રેશર, વધુ ચિંતા કરવી, ઊંઘ પૂરી ન થવી, દુઃખાવા ની એલોપેથી દવાઓનો વધુ ઉપયોગ થી, મોસમ બદલવાથી પણ ઘણી વાર માયગ્રેન થઇ જાય છે.

માયગ્રેનના લક્ષણ : આંખોમાં દુઃખાવો થવો કે ઝાંખું દેખાવું. આખા માથા કે અડધા માથામાં અતિશય દુઃખાવો થવો. જાડો અવાજ અને વધુ પ્રકાશથી ગભરાટ અનુભવવો, ઉલટી થવી, જીવ ગભરાવો અને કોઈપણ કામમાં મન ન લાગવું, ભૂખ ઓછી લાગવી, પરસેવો વધુ આવવો અને નબળાઈ અનુભવવી, અડધા માથાનો દુઃખાવો થવાની સાથે જો તમને આમાંના કોઈપણ લક્ષણ જોવા મળે તો તમે ડોક્ટર પાસે તપાસ જરૂર કરાવશો.

માયગ્રેનના ઇલાજના ઘરેલું ટીપ્સ અને ઉપાય

માથાનો દુઃખાવો એટલો તેજ થઇ જાય કે કોઈ મેડીસીનથી પણ આરામ ન થાય, તેવા સમયે ઘરેલું ટીપ્સ નો ઉપયોગ કરીને માયગ્રેનના દુઃખાવાથી છુટકારો મળવી શકાય છે.

દરરોજ દિવસમાં 2 વાર ગાયના દેશી ઘી ના બે બે ટીપા નાકમાં નાખો. તેનાથી માયગ્રેનમાં આરામ મળશે, તેલને હળવું ગરમ કરી લો અને માઈગ્રેનના દુઃખાવો માથામાં જે જગ્યાએ હોય ત્યાં હળવા હાથે માલીશ કરાવો, માથાની મસાજ સાથે સાથે ખંભા, ગરદન, પગ અને હાથોમાં પણ માલીશ કરો, સવારે ખાલી પેટ સફરજન ખાવ, માયગ્રેન એટેક આવવાથી દર્દીને પથારી ઉપર સુવરાવી દો અને તેના માથાને પથારીની નીચે લટકાવી દો, માથાના જે ભાગમાં દુઃખાવો છે હવે તેને તે તરફના નાકમાં થોડા ટીપા સરસીયાના તેલના નાખો અને રોગીને ઝડપથી શ્વાસને ઉપરની તરફ ખેચવાનું કો. આ ઘરેલું ઉપાય કરવાથી થોડી જ વારમાં માથાનો દુઃખાવો ઓછો થવા લાગશે, ઘી અને કપૂરનો ઉપયોગ કરો, થોડું કપૂર ગાય નાં દેશી ઘી માં ભેળવીને માથા ઉપર હળવું હળવું માલીશ કરવાથી માથાના દુઃખાવા માં આરામ મળે છે.

માયગ્રેનના ઇલાજમાં અમુક લોકોને ઠંડી વસ્તુથી આરામ મળે છે અને અમુક ને ગરમ થી, તમને ગરમથી આરામ મળે છે તો ગરમ પાણી નો ઉપયોગ કરો અને ઠંડા થી આરામ મળે છે તો ઠંડા પાણીમાં રૂમાલને પલાળીને થોડી વાર દુઃખાવા વાળા ભાગ ઉપર રાખો, થોડી વારમાં માયગ્રેનથી રાહત મળવા લાગશે, લીંબુના છોતરા વાટીને પેસ્ટ બનાવો અને તેને માથા ઉપર લગાવો, આ ઉપચારથી પણ આધાશીશી માથાનો દુઃખાવાની તકલીફમાંથી તરત છુટકારો મળે છે, કોબીના પાંદડા વાટીને તેની પેસ્ટ બનાવીને માથા ઉપર લગાવવાથી પણ આરામ મળે છે, માયગ્રેનની બીમારીમાં પાણી વધુ પીવો. તમે ચા પણ પી શકો છો, જયારે પણ માયગ્રેન થાય તો તમે કોઈ ખાલી રૂમમાં પથારી ઉપર સુઈ જાવ અને સુવાનો પ્રયત્ન કરો.

આધાશીશી માથાંના દુખાવાનો ઉપચાર : રાજીવ દીક્ષિતના ઉપાય

માયગ્રેનની સારવારમાં પાલક અને ગાજરનું જ્યુસ પીવું ખુબ ફાયદાકારક હોય છે. એક ગ્લાસ ગાજરના જ્યુસમાં એક ગ્લાસ પાલકનું જ્યુસ ભેળવો અને પીવો, વધુ તનાવ લેવાથી માયગ્રેન દર્દનો હુમલો પડી શકે છે, એટલા માટે ક્યારેય પણ વધુ ટેન્શન ન લેવું, રોજ પ્રાણાયામ અને યોગાથી પોતાને ચિંતામુક્ત કરવાનો પ્રયાસ કરો.

જાણો તણાવ ઓછો કરવાના ઉપાય

રોજ યોગ અને કસરત કરવાથી માયગ્રેનથી બચી શકાય છે. જેને આધાશીશી દર્દની તકલીફ રહે છે તેઓ યોગાસન કરીને દર્દમાંથી છુટકારો મેળવી શકો છો, નીચે જણાવેલ યોગા આસનોને સાચી રીતે કરવાથી અડધા માથાના દુખાવાના ઇલાજમાં મદદ મળે છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ, અધોમુખા સ્વાસન, જાણો સિરસાસન, શિશુઆસન, સેતુબંધા.

માયગ્રેનના ઉપાય અને બચવાની ટીપ્સ

માયગ્રેનથી પીડિત વ્યક્તિને ક્યારેય પણ તેનો હુમલો થઇ શકે છે માટે જરૂરી છે કે માયગ્રેનથી બચવા માટે ઉપાય કરવામાં આવે, વધુ તડકામાં બહાર નીકળવાથી બચો, કોઈપણ પ્રકારના માથાના દુઃખાવામાં સામાન્ય ન ગણશો, તેજ ગંધવાળું અત્તર અને ઈત્ર લગાવવાથી બચો, જ્યાં પ્રકાશ ઓછો હોય ત્યાં કોઈપણ ઝીણું કામ ન કરો, જરૂરત કરતા વધુ ઊંઘવું કે ઓછી ઊંઘ લેવાથી પણ માયગ્રેન વધી શકે છે, ક્યારેય ભૂખ્યા ન રહો, માયગ્રેનના દર્દીને વધુ સમય સુધી ખાલી પેટ ન રહેવું જોઈએ, રોજ 12-15 ગ્લાસ પાણી પીવો.

રાત્રે ત્રાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે તેને ખાલી પેટ પીવો, ટીવી જોવાનું હોય કે કોમ્પ્યુટર ચલાવવું હોય તો વધુ નજીક ન બેસવું અને મોબાઈલ ઉપર વધુ સમય સુધી કામ ન કરો, થોડી મેડીસીન ના લીધે પણ આધાશીશી નું દર્દ ની શક્યતા થઇ જાય છે, માયગ્રેન ઠીક કરવા માટે બજારમાં ઘણી દવા મળે છે પણ આ દવા થી આડઅસર થઇ શકે છે, માટે ડોક્ટરની સલાહ લીધા વગર કોઈ દવા ન લેવી.

માઈગ્રેન નાં બીજા ઉપાય જાણવા ક્લિક કરો >>> આયુર્વેદમાં કહેવાએલા આધાસીસી એટલે કે માઈગ્રેન ના ૧૩ પ્રયોગ અર્જુનના તીરની જેમ સચોટ છે