માત્ર 2.50 લાખમાં લગાવો પૌવા બનાવવાનો પ્લાન્ટ, સરકાર આપશે 90 ટકા લોન

છેલ્લા થોડા વર્ષોમાં પૌવા ખાવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. પૌવાને ન્યુટીટીવ નાસ્તો માનવામાં આવતો હતો અને છેલ્લા થોડા વર્ષોમાં ન્યુટ્રીશન તરફ લોકોમાં ઘણી જાગૃતતા વધી છે. પૌવાને ખાસ કરીને નાસ્તા તરીકે ખાવામાં આવે છે.

તેને બનાવવા અને પચાવવા બન્ને સરળ છે. તે જ કારણ છે કે પૌવા માર્કેટ માં ઝડપથી વધી રહ્યા છે. આવા સમયે તમે પૌવા બનાવવાનો પ્લાન્ટ ઉભો કરીને તમારો ધંધો શરુ કરી શકો છો. ખાદી અને ગ્રામોદ્યોગ કમીશન દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટ પ્રોફાઈલ રીપોર્ટ મુજબ, પૌવા બનાવવાનો પ્લાન્ટનો ખર્ચ લગભગ 2 લાખ 43 હજાર રૂપિયા માં આવે છે અને સરકાર તમને 90 ટકા સુધી લોન પણ આપે છે.

જો તમે ઓછા રોકાણમાં કોઈ સારો ધંધો શરુ કરવા માગો છો તો પૌવા બનાવવાનો પ્લાન્ટ લગાવવો એક સારો ધંધો હોઈ શકે છે. આવો આજે અમે તમને જણાવીએ છીએ કે આ ધંધો કેવી રીતે શરુ કરી શકાય છે અને તમને તેનાથી શું ફાયદો થશે.

કેટલું થશે ખર્ચ

ખાદી કમીશનના રીપોર્ટ મુજબ, માત્ર 2.43 લાખ રૂપિયાના રોકાણથી આ ધંધો શરુ કરી શકો છો. લગભગ 500 ચોરસ ફૂટ જગ્યામાં તમે આ પ્લાન્ટ ઉભો કરી શકો છો. તેની ઉપર તમારે લગભગ 1 લાખ રૂપિયા ખર્ચ કરવો પડશે. તે તમને પૌવા બનાવવાનું મશીન, સિવ્સ, ભઠ્ઠી, પેકિંગ મશીન, ડ્રમ વગેરે નો એક લાખ રૂપિયા ખર્ચ થશે. આમ તમારું કુલ રોકાણ 2 લાખ રૂપિયા થશે, જ્યારે વર્કિંગ કેપિટલ ના રૂપ માં 43 હજાર રૂપિયા ખર્ચ થશે.

કેટલી થશે કમાણી

પ્રોજેક્ટ રીપોર્ટ મુજબ, પ્રોજેક્ટ શરુ કર્યા પછી તમારે કાચો માલ લાવવો પડશે. તેના તમને 6 લાખ રૂપિયા ખર્ચ થશે. આ સિવાય તમારે 50 હજાર રૂપિયા ખર્ચ કરવો પડશે. આવી રીતે તમે લગભગ 1000 ક્વિન્ટલ પૌવાનું ઉત્પાદન કરશો. જેની ઉપર થનાર ખર્ચ માલ સાથે 8 લાખ 60 હજાર રૂપિયા આવશે. તમે 1000 ક્વિન્ટલ પૌવા લગભગ 10 લાખ રૂપિયામાં વેચી શકાય છે. એટલે કે તમને 1 લાખ 40 હજાર રૂપિયાની કમાણી થઇ શકે છે.

કેવી રીતે મળશે લોન

જો તમે કેવીઆઈસી ના રીપોર્ટના આધારે પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરો છો અને ગ્રામોદ્યોગ રોજગાર યોજના મારફત લોન મંજુર કરવો તો તમને લગભગ 90 ટકા લોન મળી શકે છે. કેવીઆઈસી દ્વારા દર વર્ષે ગ્રામોદ્યોગ ને પ્રમોટ કરવા માટે લોન આપવામાં આવે છે. તમે પણ તેનો ફાયદો મેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.