નેહા કક્કર સાથે નહિ બીજા કોઈ સાથે લગ્ન કરવાના છે આદિત્ય, નેહાએ જણાવ્યું કે કોણ હશે આદિત્યની દુલ્હન

નેહા કક્કર વર્તમાનમાં બોલીવુડની સૌથી ફેમસ મહિલા સિંગર છે. તેને આ લોકપ્રિયતા રીયાલીટી શો માં જજની ભૂમિકા કરવાથી મળી છે. નેહા પ્રસિદ્ધ સિંગીંગ રીયાલીટી શો ઇન્ડીયન આઈડલને જજ કરે છે. આ શો માં તેની સાથે વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા પણ જજની ભૂમિકા ભજવી રહ્યા છે. અને ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણ શો ને હોસ્ટ કરે છે.

છેલ્લા થોડા દિવસોથી શો માં નેહા અને આદિત્યના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. અને એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું કે, હવે નેહા અને આદિત્ય ખરેખર લગ્ન કરી લેશે. આમ તો પાછળથી એ ખુલાસો થયો કે, શો નું આ સંપૂર્ણ નાટક પોતાના ટીઆરપીને વધારવાની ગડમથલમાં કરવામાં આવ્યું હતું.

તેવામાં નેહા કક્કરનું એક વધુ ચોંકાવનારૂ નિવેદન પણ સામે આવ્યું છે. આ નિવેદનમાં નેહાએ જણાવ્યું છે કે, આદિત્ય નારાયણ જો નેહા સાથે લગ્ન નથી કરી રહ્યા તો રીયલ લાઈફમાં કોની સાથે લગ્ન કરવાના છે. નેહાએ જણાવ્યું કે, આદિત્ય એક ઘણા જ સારા માણસ છે, તેનું દિલ સોનાનું છે. મને તે વાતથી આનંદ છે કે તે આ વર્ષે પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હું તેને તે વાત ઉપર શુભકામનાઓ આપું છું. ઈશ્વર તેને ઘણી બધી ખુશીઓ આપે.

નેહાના આ નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે કે, આદિત્ય અને તે ક્યારે પણ લગ્ન કરવાના જ ન હતા. તે તો બસ શો ને થોડો સારો બનાવવા માટે તેમના લગ્નનું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. હવે હદ તો ત્યારે થઇ ગઈ હતી જયારે શો વાળા આ લગ્ન વાળી વાતને સાચી ગણાવવા માટે નેહા અને આદિત્યના કુટુંબ વાળાને પણ લઇ આવ્યા હતા.

તે સમયે ફેંસ વચ્ચે એ ઉત્સુકતા હતી કે, શું આ બંને ખરેખર લગ્ન પણ કરી રહ્યા છે કે નહિ? આમ તો તેના લગ્નનો વિડીયો જોઇને લોકોને થોડી ઘણી શંકા તો ગઈ હતી. તેનું કારણ એ હતું કે, આ લોકો શો માં પોતાના લગ્નની વાત કરતી વખતે ક્યારે પણ સીરીયસ ન હતા. તેમની વચ્ચે હંમેશા હસી મજાક જ ચાલતી રહેતી હતી.

ઈંડિયન આઈડલની આ સીઝનની સફર ઉપર વાત કરતા નેહાએ આગળ જણાવ્યું કે, હું ઘણી નસીબદાર છું મને વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા જેવા લોકો સાથે સ્ટેજ ઉપર મજા માણવાની તક મળી. તમે બધાએ આ શોને ઘણો પ્રેમ આપ્યો તેના માટે ખુબ ખુબ આભાર.

ત્યાં જયારે આદિત્યના પિતા ઉદિત નારાયણને તે બાબત વિષે પૂછવામાં આવ્યું, તો તેમણે પણ પોતાનો અભિપ્રાય સૌની સામે રજુ કર્યો હતો. ઉદિતજીએ જણાવ્યું કે, આદિત્ય અમારો એકનો એક દીકરો છે એટલા માટે અમે પણ તેના લગ્નની રાહ જોઈ રહ્યા છીએ. અમે ઘણા નસીબદાર માતા પિતા હોત જો નેહા અને આદિત્યના લગ્નની અફવા સાચી હોત. પરંતુ હાલમાં એવું કાંઈ નથી થઇ રહ્યું. આ અફવા માત્ર શોના ટીઆરપી વધારવા માટે ઉડાડવામાં આવી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.